Delhi NCR EarthQuake: દિલ્હી ભૂકંપ: દિલ્હી-NCR સહિત ઊતર ભારત ના અમુક અરીયામા માં મંગળવારે રાત્રે લગભગ 10.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હીમાં એક મહિનામાં ત્રીજી વખત ભૂકંપના આંચકા આવ્યા છે. યુપી, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, બિહારમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા છે. ભૂકંપની તીવ્રતા 6.6 અને કેન્દ્ર અફઘાનિસ્તાનમાં રહ્યું હતુ. ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કઝાકિસ્તાન અને ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનથી 90 કિમી દૂર કાલાફગનમાં નોંધાયુ હતુ.
Delhi NCR EarthQuake
દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં આજે રાત્રે ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી હતી.. બિહારથી હિમાચલ સુધી આ આંચકા નોંધાયા છે. યુપીના સંભલ, મુરાદાબાદ, અમરોહા અને રામપુરમાં બપોરે 2.30 વાગ્યે ભૂકંપના આંચકા નોંધાયા હતા. અચાનક ધરતી ધ્રુજારીને કારણે લોકો ડરીને ઘરની બહાર આવી ગયા હતા. શાહજહાંપુરમાં પણ હળવા આંચકા અનુભવાયા છે. આ સાથે બરેલીમાં પણ ભૂકંપના હળવા આંચકા નોંધાયા છે.
કેન્દ્રબિંદુ અફઘાનીસ્તાન
આ પહેલા 5 જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા નોંધાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી ગઈ. ત્યાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. અને લોકો ડરીને ઘરની બહાર નીકળી ગ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા ની વાત કરીએ તો તે 5.9 નોંધાયેલ હતી. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો. ગયા વર્ષે ભારતમાં 400 થી વધુ ભૂકંપ ના આંચકા નોંધાયા હતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વીની અંદર રહેલી ઉર્જાનો સોર્સ માત્ર 2 ટકા જ છોડવામાં આવ્યો છે.
મળતા અહેવાલો અનુસાર, તુર્કમેનિસ્તાન, ભારત, કઝાકિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન અને કિર્ગિસ્તાન સહિતના દેશોમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ નો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના કલાફગાનથી 90 કિમી દૂર હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |