Holiday: Gujarat Election Date: ગુજરાત મા 7 મી મે ના રોજ લોકસભાની ચુંટણી માટે મતદાન યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચુંટણીઓની જાહેરાત કરવામા આવી છે અને હાલ સમગ્ર દેશમા આદર્શ આચારસંહિતા અમલમા છે. ગુજરાત મા 7 મી મે ના રોજ લોકસભાની સાથે સાથે વિધાનસભા ની પેટાચુંટણીઓ માટે પણ મતદાન યોજાનાર છે. ત્યારે ચુંટણી ના મતદાન ના દિવસે રજા જાહેર કરવામા આવી છે. આ માટે ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે.
Holiday
ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખો નુ એલાન થતા જ વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામા આવી છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજાનાર છે. ઈલેકશન કમીશન દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં 7 મી મે નાં દિવસે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ અને તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીનાં દિવસે લોકો વધુમાં વધુ મતાધિકાર નો ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત મા ચુંટણી ના મતદાન ના દિવસે વધુ મા વધુ લોકો તેમના મતાધિકાર નો ઉપયોગ કરી શકે અને વધુ મા વધુ મતદાન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામા આવ્યો છે અને મતદાન ના દિવસે 7 મી મે દિવસે જાહેર રજા જાહેર કરવામા આવી છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |