આપણે રોજ બરોજની ખરીદિ મા કે ચલણી નોટની લેતી દેતીમા એવુ બનતુ હોય છે કે ઘણી ચલણી નોટ પર writing on curruncy કઈને કઈ લખેલુ હોય છે. ત્યારે આપણે કન્ફયુઝન થાય કે આવી ચલણી નોટ સ્વિકારવી કે નહિ ? આ બાબતે RBI નો નિયમ શુ છે ? આજની આ પોસ્ટમા વિગતે ચર્ચા કરીએ.
ઉપરાંત ઘણી વખત એવુ બનતુ હોય છે કે આપણે કોઇ નોટ કોઇ જગ્યાએ આપીએ તો દુકાનદાર કે અન્ય વ્યક્તિ આવી ચલણી નોટ પર કઇ લખેલુ હોવાથી આવી નોટ લેવાની ના પાડે દયે છે. જો કોઇ નોટ પર કઇ લખાણ લખેલ હોય તો તે માન્ય છે કે કેમ ? ચાલો જાણીએ શુ કહે છે આ બાબતે રીઝર્વ બેંક નો નિયમ.
Writing On Curruncy
હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરતો થયો છે જેમા એવુ કહેવામા આવી રહ્યુ છે કે આ મેસેજ RBI દ્વારા બહાર પાડવામા આવ્યો છે.. વાયરલ મેસેજમાં લખેલું છે કે RBI દ્વારા કહેવામા આવ્યું છે કે કોઈ પણ નોટ પર કંઈ પણ લખાણ કરેલું હશે તો તે નોટ લિગલ ટેન્ડર નહીં રહે. એટલે કે કાયદાકીય રીતે તે નોટને સ્વીકાર કરવામાં આવશે નહીં. તો શું આ વાત સાચી છે કે કેમ? ચાલો જાણીએ આ બાબતે ખરેખર શું છે RBI નો નિયમ ? અને શુ તથ્ય છે આ મેસેજનુ.
ચલણી નોટ પર કંઈ લખેલું હોય તો આવી નોટ આપણે લેવી જોઈએ કે નહીં?
બધા લોકોને મુંઝવણ એ છે કે જો કોઈ વ્યક્તિ આપણને એવી ચલણી નોટ આપે જેના પર કાંઇ પણ લખેલું હોય તો તે નોટ આપણે લેવી જોઈએ કે નહીં? તેનો જવાબ આપણી સરકાર એટલે કે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો એ જ આપ્યો છે.
નોટ પર શું લખેલ ના હોવું જોઈએ?
RBIની વેબસાઈટ પર 1 જુલાઈ 2020માં એક માસ્ટર સરક્યુલર ડીકલેર કરવામાં આવ્યું હતું જેમા તેમણે સ્પષ્ટ લખેલું છે કે કોઈ પણ નોટ પર કોઈ પણ વસ્તુ લખેલી હોય તો તેને ચાર ભાગમાં ડિવાઈડ કરી શકાય.
- રાજકારણ ને લગતો કોઇ મેસેજ
- કોઈ ધર્મને લઈને લગતો કોઈ મેસેજ
- કોઈ પણ જાતનું સ્ક્રિબલિંગ એટલે કે આટલી નોટ છે કે કોઈ વ્યક્તિનું નામ વગેરે વગેરે
- કોઈ પણ કલરનો કે કોઈ પણ પ્રકારનો ડાધો
પહેલા બે પોઈન્ટ્સની વાત કરીએ તો કોઈ પણ ચલણી નોટ પર એવું કંઈ પણ લખાણ લખ્યુ હોય જેનાથી કોઈ પણ રાજકીય વ્યક્તિ કે પાર્ટીને ફાયદો થઈ શકે. અથવા તો કોઈ ધર્મને લઈને કઇ લખાણ લખેલ હોય જેનાથી કોઈ ધર્મનું અપમાન થઈ શકે અથવા તો લોકોમાં શાંતિનો ભંગ થઈ શકે તો આવી બે પ્રકારની નોટો લિગલ ટેન્ડર ગણવામાં નહીં આવે અને તે ફક્ત કાગળનો ટુકડો બનીને રહી શકે છે. આવુ વિવાદાસ્પદ લખાણ ન હોવુ જોઈએ.
બેન્ક આવી નોટને સ્વીકારવાનો ઈનકાર પણ કરી શકે. RBIએ જાહેર કરેલા નોટ રિફંડ્સ રૂલ્સ 2009 મા આ વાત જણાવવામાં આવી છે. પરંતુ આ નિર્ણય બેંકનો રહેશે કે આવી નોટ સ્વીકારવી કે નહીં.
ભારતીય રિઝર્વ બેંકની ક્લીન નોટ પોલિસી છે અને તે અંતર્ગત લોકોને અનુરોધ કરવામાં આવે છે કે Writing On Curruncy – ચલણી નોટ ઉપર કોઈ પણ પ્રકારનું લખાણ કરીને તેને ખરાબ ન કરવી જોઈએ. ચલણી નોટ ઉપર કોઈ પણ જાતનું લખાણ હોવાથી તેની આવરદા ઓછી થઈ જાય છે. બાકી તે અમાન્ય નથી થઈ જતી. તે માન્ય ચલણમાં જ રહે છે. આપણે ચલણી નોટ પર કોઈ બિનજરુરી લખાણ લખી તેને.ખરાબ ન કરવી જોઈએ.
વ્યંજન રેસીપી હોમે પેજ | અહી ક્લિક કરો |
વ્હોટસપ ગ્રુપ | અહી ક્લિક કરો |

Writing On Curruncy FAQ’s
શું ભારતમાં ચલણ પર લખાણ ગેરકાયદેસર છે?
PIB ફેક્ટ ચેકે ટ્વીટ શેર કરતાં લખ્યું છે કે, “ના, સ્ક્રિબલિંગવાળી બેંક નોટો અમાન્ય નથી અને કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે.” વધુ ઉમેરતા, તેણે લખ્યું છે કે “સ્વચ્છ નોટ નીતિ હેઠળ, લોકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ચલણી નોટો પર ન લખે કારણ કે કોઈ પણ લખાણ લખવાથી લોકો ચલણ ને બગાડે છે અને તેમનું જીવન ઘટાડે છે.
શું આપણે ભારતીય નોટો પર લખી શકીએ?
PIB ફેક્ટ ચેકે જણાવ્યું હતું કે, “ના, લખાણવાળી બેંક નોટો અમાન્ય નથી અને કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે.” જો કે, તેણે ધ્યાન દોર્યું કે ક્લીન નોટ પોલિસી મુજબ, લોકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ચલણી નોટો પર કોઈ પણ લખાણ ના લખે.