ચોમાસુ આગાહિ 2024: અંબાલાલે કરી આગાહિ, આ વર્ષે કેવુ રહેશે ચોમાસુ; કેટલા આની થશે વર્ષ

ચોમાસુ આગાહિ 2024: અંબાલાલ ની આગાહિ: હાલ રાજ્યમા ઉનાળાની ગરમીઓની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે આ વર્ષે ચોમાસુ કેવુ રહેશે તથા એપ્રીલ મે મહિનામા કેવી ગરમી પડશે તે અંગે રાજયન જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહિ સામે આવી છે. ફરી એક વખત હવામાન મા પલટો આવશે અને રાજ્યમા કમોસમી વરસાદ માવઠુ થાય તેવી આગાહિ સામે આવી રહિ છે. ઉલ્લેખનીય છે કે હોળીના દિવસે હોલીકા દહન વખતે પવન ની દિશા પરથી આવતુ વર્ષ કેવુ રહેશે તેની આગાહિ કરવામા આવે છે.

ચોમાસુ આગાહિ 2024

અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. 24 તારીખ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવા વરસાદી ઝાપટા પડે તેવી શકયતા છે. આ સાથે અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યુ હતુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહે તેવી શકયતા છે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળછાયુ વાતાવર્ણ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે અમુક વિસ્તારો મા હળવો વરસાદ પડે તેવી શકયતા છે.

ગુજરાતમાં 26 માર્ચ થી 26 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો અને વંટોળ જેવી કુદરતી આપતિઓ આવે તેવી આગાહિ આવી રહિ છે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળછાયુ વાતાવરણ રહેશે અને વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે. રાજ્યમાં ઑક્ટોબર મહિના સુધી વરસાદ પડે તેવી શકયતા હવામાન નિષ્ણાંતો તરફથી વ્યકત કરવામા આવી છે તો ચોમાસામા વરસાદ નુ પ્રમાણ સારુ રહે તેવી શકયતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉનાળા મા કરા સાથે કમોસમી વરસાદ પડે તેવી આગાહિ પણ વ્યકત કરી છે.

આ પણ વાંચો: હોળી નો પવન: હોળી ની ઝાળ પરથી વર્ષનો વરતારો, આવતુ વર્ષ કેવુ રહેશે

હોળી પહેલા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આવનારા સમયમા કેવુ હવામાન રહેશે તે અંગે આગાહી કરવામા આવી છે. હોળીના દિવસે ચાર દિશા અને ચાર ખૂણા એટલે કે આઠે દિશાનો પવન કેવો રહે તેના પરથી આપણા વડીલો આવતુ વર્ષ કેવુ રહેશે તેનો અંદાજ કાઢવાની પરંપરા છે. હોળીમાં પવનની દિશા ઉપરથી જાણી શકાય કે આગામી સમયમા હવામાન કેવું રહેશે? અંબાલાલ પટેલે કહ્યું કે, હોળી મા જો ઉત્તરનો પવન ફંકાય તો શિયાળો લંબાય જો કે વરસાદ પુષ્કળ પ્રમાણમા થાય. પશ્ચિમ દિશા તરફનો પવન ફંકાય તો પણ ચોમાસુ સારુ રહે. નૈઋત્યનો દિશાનો પવન ફૂંકાય તો સાધારણ વરસાદ થાય. દક્ષિણ દિશા તરફનો પવન ફૂંકાય તો વર્ષ નબળું રહે અને રોગ જીવાતની ઉત્પત્તી સૂચવે છે. અગ્નિ દિશાનો પવન રહે તો ભારે પવન ફૂંકાવાની શકયતા રહે. જે ખરાબ વર્ષ રહેવાની નિશાની સૂચવે છે.

અંબાલાલ ની આગાહિ

અંબાલાલ પટેલે આગાહિ કરતા કહ્યું હતુ કે, જો ચારેય દિશામાં પવન ફૂંકાય અને આકાશે ઘૂમરી લેતો પવન ઉંચે ચડે તો દુષ્કાળ પડવાની શક્યતા રહેલી છે. ફાગણ સુદ પૂનમે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હોય તો વર્ષ સારુ જાય. હોળીના દિવસે જો વરસાદ પડે તો પણ તે સારુ કહેવાય. હોળી અને ધૂળેટી ના દિવસે થતો વરસાદ આવતુ વર્ષ સારુ રહેશે તેવુ સૂચવે છે.

દર વર્ષે સામાન્ય રીતે માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમી પડવાની શરૂ થઇ જાય છે અને ઉનાળાની શરૂઆત થઈ જાય છે. પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિના મા અમુક વિસ્તારો મા કમોસમી વરસાદ થવાને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં ગરમી નુ પ્રમાણ ખૂબ વધશે અને તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે એવી આગાહિ કરવામા આવી છે.

આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર ના જિલ્લાઓમાં ભીષણ ગરમી પડવાની એટલે કે હીટવેવની આગાહી કરવામા આવી છે. સૌરાષ્ટ્ર ના વિવિધ જિલ્લા જેવા કે રાજકોટ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગરમી ના પ્રમાણમા વધારો થશે. રાજકોટમાં 40 ડિગ્રી કરતા વધુ તાપમાન જતા યલો એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે. આરોગ્ય તંત્રએ વધતી જતી ગરમી અને હિટવેવ ની આગાહિ ધ્યાને લઇ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. લોકોને બપોરના તડકામા કામ સિવાય બહાર ન નીકળવા સૂચન કરવામા આવ્યુ છે. શરીરમા પાણીનુ પ્રમાણ ન ઘટે અને ડી હાઇડ્રેશન ન થાય તે માટે લોકોએ લીંબુ પાણી, છાસ અને ORSનો ઉપયોગ વધુ કરવો જોઇએ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
ચોમાસુ આગાહિ 2024
ચોમાસુ આગાહિ 2024

Leave a Comment

error: Content is protected !!