Budget 2024: બજેટ 2024: નાણામંત્રી નિર્મલા સિતારમણે 2024-25 માટે બજેટ રજુ કર્યુ હતુ. આ રજુ થયેલ બજેટ વચગાળાનુ છે કારણ કે આગામી એપ્રીલ-મે મહિનામા લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. નવી સરકારની રચના થયા બાદ જૂલાઇ મહિનામા સંપૂર્ણ બજેટ રજુ થશે. બજેટમા નાણામંત્રીએ ઘણી અગત્યની જાહેરાતો કરી છે.
Budget 2024
આજે રજુ થયેલા આ વચગાળામા બજેટની મુખ્ય જોગવાઇઓ નીચે મુજબ છે.
- ઇન્કમ ટેકસ કલેકશન: નાણામંત્રી એ બજેટ ના ભાષણ મા જણાવ્યુ હતુ કે છેલ્લા 10 વર્ષ મા અવાકવેરા ના કલેકશન મા ત્રણ ગણો વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ટેકસ રેટ મા ફેરફાર કરવામા આવ્યો છે. 7 લાખ સુધીની આવક ધરાવતા લોકોએ કોઇ ટેકસ ચૂકવવો પડતો નથી.
- ટેકસ સ્લેબમા કોઇ ફેરફાર નહિ: નાણામંત્રીએ જાહેરાત કરતા કહ્યુ હતુ કે ટેકસ ના સ્લેબ મા કોઇ ફેરફાર કરવામા આવ્યો નથી. જુના અને નવ અબન્ને સ્લેબ યથાવત રાખવામા આવ્યા છે.
- વંદે ભારત રેલવે કોચ: નાણામંત્રી એ રેલવે અંગે જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે 40 હજાર સામાન્ય રેલ્વે કોચને કોચની જેમ વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે.
- ઇન્ફ્રાસ્ટ્રકચર: માન. વડાપ્રધાનશ્રીના મોદીજીએ કહ્યું- જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય સંશોધન. નવા યુગની ટેકનોલોજી અને ડેટા લોકોના જીવન અને વ્યવસાયને બદલી રહ્યા છે. સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટે નવી યોજના લાવવામાં આવી છે. સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે 11.1% વધુ ખર્ચની જોગવાઈ કરી છે.
- મહિલા અને બાળકો માટે જાહેરાત: બજેટમા મહિલા અને બાળકો તથા મધ્યમ વર્ગ માટે વિશેષ જાહેરાત કરવામા આવી છે. સર્વાઇકલ કેન્સર રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામા આવશે. માતૃત્વ અને બાળ સંભાળ યોજનાઓ પર વિશેષ ધ્યાન આપવામા આવશે.
- આવાસ યોજના: નાણામંત્રી એ જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે મધ્યમ વર્ગ માટે આવાસ યોજના અમલી બનાવાશે. આગામી 5 વર્ષમાં 2 કરોડ મકાનો બનાવવામાં આવનાર છે. પીએમ આવાસ હેઠળ અત્યાર સુધીમા 3 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે.
બજેટ ભાષણમાં નાણામંત્રીની ૧૧ મોટી વાત
- આગામી ૫ વર્ષ દેશના વિકાસ માટે શાનદાર હશે
- રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ પર હશે સંપૂર્ણ ફોકસ :-
- સરકાર નેક્સ્ટ જનરેશન રિફોર્મ લાવશે.
- આગામી ૫ વર્ષમાં ગરીબો માટે ૨ કરોડ ઘર બનાવશે
- મધ્યમ વર્ગ માટે હાઉસિંગ સ્કીમ પર વિચાર શરૂ
- એમએસએમઈ માટે બિઝનેસ સરળ કરવા પર કામ શરૂ
- રૂફટોપ સોલર પ્લાન હેઠળ ૧ કરોડ ઘરોને મહિને 300 યૂનિટ ફ્રી વીજળી
- દેશમાં વધુ મેડિકલ કોલેજ ખોલવા પર કામ કરીશું
- આંગણવાડી સેન્ટરોને અપગ્રેડ કરાશે, આશા વર્કર્સને આયુષ્માન યોજનાનો મળશે લાભ
- સર્વાઈકલ કેન્સર માટે વેક્સિનેશન વધારાશે
- તમામ વિસ્તારોમાં નેનો ડીએપીનો ઉપયોગ વધારાશે
- બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કેટલાક એલાન કર્યા
- ડિફેન્સમાં ડીપ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે યોજના લાવીશું :- કૃષિ માટે મોર્ડન સ્ટોરેજ, સપ્લાય ચેન પર ફોકસ
- સરસવ, મગફળીની ખેતી માટે સરકાર વધુ પ્રોત્સાહન આપશે :- મત્સ્ય યોજનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરાશે
- સી-ફૂડ એક્સપોર્ટ બેગણી કરવાનો ટાર્ગેટ
- સરકાર ૫ ઈન્ટીગ્રેટેડ એક્વા પાર્ક્સ ખોલશે
- લખપતિ દીદિઓની સંખ્યા ૨૦ લાખથી વધારીને ૩૦ લાખ કરીશું :- FY25માં ઈન્ફ્રા પર ૧૧.૧ ટકા વધુ ખર્ચ કરાશે
અગત્યની લીંક
સોના ચાંદિના લેટેસ્ટ ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |