ડાયાબિટીસ નો રામબાણ ઈલાજ / Diabetes Health Care: આજ કાલ લોકોમા ડાયાબીટીસ એટેલે કે સ્યુગર લેવલની સમ્સ્યા ઘણી જોવા મળે છે. ડાયાબિટીસની શરૂઆતને પ્રી-ડાયાબિટીસ કહેવામાં આવે છે. આ દરમિયાન તમારી ખાવા પીવાની આદતો ડાયટ અને નિયમિત કસરત પર ધ્યાન આપીને તેને ઝડપથી કંટ્રોલ કરી શકાય છે અને ડાયાબિટીસના જોખમને ટાળી શકાય છે. એકવખત તમારુ સુગર લેવલ ઊંચુ એટલે કે ડાયાબીટીસ આવ્યા બાદ ખાવાપીવામા ખાસ કાળજી રાખવી જોઇએ. જેથી સુગર લેવલ કંટ્રોલ કરી શકાય. આજે આ પોસ્ટમા આપણે ડાયાબીટીસ હોય તો શું ખાવુ ? શું ન ખાવુ ? શું કાળજી રાખવી વગેરે બાબતો જાણીશુ.
ડાયાબીટીસ ના પ્રકાર
જ્યારે પણ ડાયાબિટીસનો ઉલ્લેખ થાય છે, તેનો અર્થ ટાઇપ-2 ડાયાબિટીસને રિવર્સ કરવો હોય છે. આ માટે શરીરમાં ઇન્સ્યૂલિનના ઉપયોગને ફરીથી નોર્મલ કરી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે, એક સ્ટેજ પર ખૂબ જ ઝડપથી આ બીમારીથી છૂટકારો મેળવી શકાય છે.
માયોક્લિનિક અનુસાર, જ્યારે બ્લડશુગર લેવલ હાઇ થવાનું શરૂ થાય છે, તેને પ્રી-ડાયાબિટીસ કહેવામાં આવે છે. આ સ્ટેજમાં બ્લડશુગર નોર્મલ રેન્જથી ઘણુ ઉપર જાય છે, પરંતુ તેને ટાઇપ-2 ડાયાબિટીસ ના કહી શકાય, ડાયાબીટીસના આ સ્ટેજને બોર્ડર લાઇન ડાયાબિટીસ પણ કહેવામાં આવે છે.
આ પણ વાંચો: છાશ પીવાના અદભુત ફાયદાઓ ગુજરાતીમા
ડાયાબીટીસથી થતા નુકશાન
જો પ્રી-ડાયાબિટીસમાં બ્લડશુગરને કંટ્રોલ ન કરવામાં આવે અથવા તેને નજરઅંદાજ કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી તે ટાઇપ-2 ડાયાબિટીસમાં પરિવર્તિત થઇ જાય છે. જે આગળ જતા એક ખતરનાક સ્થિતિ બની શકે છે, જે સમયાંતરે લોહીની નસો, કિડની અને અન્ય અંગોને નુકસાન પહોંચાડે છે.
શું ધ્યાન રાખવુ ?
સેન્ટર ફોર ડિઝિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના સંશોધન અનુસાર, ડાયાબિટીસને શરૂઆતમાં જ કંટ્રોલ કરવા માટે બે બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પહેલા દર્દીને તેના નિયમિત ડાયટ પ્લાનમાં શું લેવાનું છે અને શું નથી લેવાનું. આ ટિપ્સને ધ્યાનમાં રાખીને પ્રી-ડાયાબિટીસને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.
ડાયાબિટીસ નો રામબાણ ઈલાજ / Diabetes Health Care
ડાયાબીટીસમા શું ખાવું ?
ડાયાબીટીસ લેવલને કંટ્રોલમા રાખવા માટે આ ફૂડ્સને ખાવાનો આગ્રહ રાખવો જોઇએ.
NCBI પર પ્રકાશિત એક સંશોધન અનુસાર, ડાયાબિટીસના શરૂઆતી સ્ટેજમાં લૉ કેલેરી, લૉ ગ્લાઇસેમિક ઇન્ડેક્સ, હાઇ ફાઇબર અને હાઇ પ્રોટીન ફૂડ્સ ખાવા જોઇએ. નીચે આપેલા ખોરાક ડાયાબિટીસના દર્દીઓ લઈ શકે છે.
- કઠોળ
- કોદરી
- છાલ સાથે ખાઇ શકાય તેવા ફળ અને શાકભાજી
- ઓટમીલ
- શક્કરિયા
- નટ્સ અને સીડ્સ
- સોયાબીન
- ઇંડા, ચિકન
- સીંગ
- દાળીયા
- સફરજન
આ પણ વાંચો: ઉનાળાની લૂ થી બચવા શું કરશો ? જાણો ઉપાયો
ડાયાબીટીસમા શું ન ખાવું ?
ડાયાબીટીસ એટલે કે સ્યુગર લેવલ ઉંચુ હોય તો આ વસ્તુઓ ખાવા પીવાથી હંંમેશા દુર રહેવુ જોઇએ.
WebMd દ્વારા પ્રકાશિત પ્રી-ડાયાબિટીસ ના ડાયટ અનુસાર, દર્દીઓએ જે ફૂડ્સમાં કેલેરી, ગ્લાઇસેમિક ઇન્ડેક્સ અને કાર્બ્સ વધારે હોય તેવો ખોરાક ના લેવો હિતાવહ છે… ડાયાબિટીસના દર્દીઓએ નીચે આપેલો ખોરાક સંયમપુર્વક લેવો જોઈએ અથવા તો ન લે તો વધારે સારું..
- સફેદ બ્રેડ
- મિઠાઇ
- સોડા
- આર્ટિફિશિયલ શુગરવાળા જ્યૂસ
- પેકેટ ફૂડ
- આલ્કોહોલ
- જંકફૂડ
- કેફીનવાળા ડ્રિંક્સ
- માત્ર ફળોનો જ્યૂસ
- બટેટા
- કોલ્ડ ડ્રીંકસ
ડાયટ અને ડાયાબિટીસ ની કસરત
ડાયાબિટીસ રિવર્સલ નિષ્ણાંંતો ડાયટની સાથે નિયમિત એક્સરસાઇઝ કરવાની પણ સલાહ આપે છે, જેનાથી ઇન્સ્યૂલિન પ્રોડક્શન વધારવા અને બ્લડશુગરને અચાનક વધતા અટકાવવામાં મદદ મળે છે. આ માટે તમારે જોગિંગ, સાઇકલિંગ, ડાન્સ, ઝડપથી ચાલવું જેવી સરળ કસરતો નિયમિત કરવી જોઇએ.
આ પણ વાંચો: આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો ફોનથી 2 મિનિટમા
આ 4 વાતોનું ધ્યાન રાખો
જે લોકો ડાયાબિટીસ ના દર્દી છે તેવા લોકોએ ખાસ કરીને ચાર બાબતનું ધ્યાન રાખવું જોઈએ જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે અને અચાનકથી ડાયાબિટીસમાં વધારો થાય તેવું નહીં થાય નીચે આપેલી ચાર બાબતોની કાળજી રાખવી જોઈએ.
- એકવારમાં ઓછી માત્રામાં ભોજન લેવુ જોઇએ
- સમયસર ભોજન લેવાનો આગ્રહ રાખો અને તેને સ્કિપ ના કરો
- દરરોજ પુરતી માત્રામાં પાણી પીવો
- નિયમિત બ્લડશુગર ચેક કરો.
- ડાયાબીટીસ મા ખાવા પીવામા ખૂબ જ ધ્યાન રાખવુ જોઇએ.
અગત્યની લીંક
ડાયાબીટીસ તમામ માહિતી PDF | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
નિયમિત અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |

Disclaimer
અમે તમારા સુધી ડાયાબિટીસ નો રામબાણ ઈલાજ માટેની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. પરંતુ આ માહિતીને ઉપયોગમાં લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
આ ડાયાબિટીસ નો રામબાણ ઈલાજ આર્ટિકલ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે બાબતો તમામ વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
ડાયાબીટીસ મા શું ન ખાવુ જોઇએ ?
ડાયાબીટીસ હોય તો ગળ્યુ અને બહારના પદાર્થો ન ખાવા જોઇએ.
બ્લડ સુગર કેટલા સમયે ચેક કરવુ જોઇએ ?
બ્લડ સુગર નિયમિત ચેક કરી મોનીટર કરવુ જોઇએ.
ડાયાબીટીસ કેટલા પ્રકારના હોય છે ?
2 પ્રકારના
ટાઇપ-1 અને ટાઇપ-2
2 thoughts on “Diabetes Health Care: આ 4 ઉપાયથી મળશે ડાયાબીટીસમા કાયમી રાહત”