ગુજરાત હિલ સ્ટેશન: આબુ અને ઉટી ને પણ ટક્કર મારે એવુ ગુજરાતનુ હિલ સ્ટેશન, સન સેટ જોવા માટે બેસ્ટ લોકેશન

ગુજરાત હિલ સ્ટેશન: ડોન હિલ સ્ટેશન: Don Hill Station: ઉનાળો નજીક આવી રહ્યો છે અને ઉનાળુ વેકેશન પણ આવી રહ્યુ છે. ઉનાલો આવતા જ ગુજરાતીઓ ઠંડા પ્રદેશોમા હવા ખાવાના સ્થળોએ ફરવા નીકળી પડતા હોય છે. એમા પણ સીમલા, મનાલી, હિમાચલ પ્રદેશ જેવા ઊંચાઇ પર આવેલા સ્થળો ફરવા જવા માટે પહેલી પસંદગી હોય છે. પરંતુ આપણા ગુજરાત મા પણ ઘણા એવા હિલ સ્ટેશન આવેલા છે જે ખૂબ જ પ્રાકૃતિક સૌદર્ય ધરાવે છે અને ઊંચાઇ પર આવેલા છે.

ગુજરાત હિલ સ્ટેશન

ઉનાળાની ગરમીઓમા ફરવા જવા માટે ગુજરાત મા પણ ઘણા ઠંડા હિલ સ્ટેશન આવેલા છે. ગુજરાત ના હિલ સ્ટેશન ની વાત આવે એટલે આપણા મનમા એકમાત્ર સાપુતારા જ આવે છે. ગુજરાતીઓ ઉનાળાની ગરમીઓમા ફરવા અવા માટે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુ અથવા તો સાપુતારા ને પ્રથમ પસંદગી આપતા હોય છે. પરંતુ ગુજરાત મા એક એવુ પણ હિલ સ્ટેશન આવેલુ છે જે સાપુતારા અને માઉન્ટ આબુ જેવા હિલ સ્ટેશનોને પણ ટક્કર મારે એવું છે. જો ફરવાના શોખીન હોવ તો આ હિલ સ્ટેશન વિશે ખાસ જાણવુ જોઇએ.

શિયાળા ની ઠંડી એ વિદાઇ લીધી છે અને હવે ઉનાળા ની ગરમી શરૂ થઇ ગઇ છે. વિદ્યાર્થીઓની શાલા કોલેજની પરીક્ષાઓ પુરી થતા વાલીઓ ફરવા ઉપડી પડતા હોય છે. એમા પણ ફરવા જવા માટે સામાન્ય રીતે આપણે ગુજરાત બહારના હિલ સ્ટેશનો ને વધુ પસંદગી આપતા હોઇએ છીએ. એમા પણ સીમલા, મનાલી, આબુ , લેહ, જેવા ઊંચાઇ પર આવેલા સ્થળો કે જયા ઠંડી ઠંડી હવા માણવા મળે તેવા હિલ સ્ટેશનો પ્રથમ પસંદગી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા ગુજરાત મા સાપુતારા ને અડી ને એક ખૂબ જ સુંદર અને પ્રાકૃતિક સૌદર્ય ધરાવતુ હિલ સ્ટેશન આવેલુ છે. જયા તમને મજા આવશે.

ડોન હિલ સ્ટેશન

આપણે જે હિલ સ્ટેશનની વાત કરી રહ્યા છીએ તે છે સાપુતારા થી નજીક આવેલુ ડોન હિલ સ્ટેશન. જે ડાંગ જિલ્લામાં આવેલું છે. આ હિલ સ્ટેશન ડાંગના આહવાથી માત્ર 38 કિલોમીટર જેટલુ જ દૂર આવેલું છે. આ ડોન ગામ સાપુતારાથી પણ 17 મીટર જેટલુ ઊંચુ અને તેનાથી 10 ગણો પહોળો વિસ્તાર ધરાવે છે. સહ્રાદ્રીની પર્વતમાળામાં આવેલું આ હિલ સ્ટેશન સુંદર ઊંચાઈ, હરિયાળી, વળાંક, નદી, ઝરણા જેવા આકર્ષણો ધરાવે છે. જેને જોઈને મન પ્રફુલ્લીત થઈ જાય છે. સાપુતારાની જેમ આ હિલ સ્ટેશન પણ 1070 મીટરની ઊંચાઈ પર આવેલુ છે. આ હિલ સ્ટેશન થી મહારાષ્ટ્ર ની બોર્ડર 3 જ કિલોમીટર દૂર છે. એટલે તમે ડોન હિલ સ્ટેશન થઈને મહારાષ્ટ્ર તરફ પણ ફરવા જઈ શકાય છે.

આ પણ વાંચો: ગરમીની આગાહિ: આગામી 5 દિવસ પડશે કાળઝાળ ગરમી, કયા જિલ્લાઓમા છે આગાહિ; ગરમી મા શું ધ્યાન રાખશો

ઐતિહાસિક મહત્વ

ડોન હિલ સ્ટેશન ફરવા માટે તો સારુ સ્થળ છે જ પરંતુ સાથે સાથે તેનું ઐતિહાસિક મહત્વ પણ રસપ્રદ છે. આ સ્થળ ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ સાથે જોડાયેલુ છે. ટ્રેકિંગ માટે પણ આ સ્થળ સારુ છે. આ હિલ સ્ટેશન ની વિશેષતાઓને જોતા આ સ્થળે પણ હવે દિન પ્રતિદિન પ્રવાસીઓ વધતા જાય છે.

આ હિલ સ્ટેશન નુ આવુ નામ કેમ પડયુ તે પણ જાણવાલાયક છે. આપણને એમ થાય કે આ સ્થળ નુ નામ આવુ ડોન કેમ આપવામા આવ્યુ ? ડોન તો સામાન્ય રીતે કોઈ માફિયા કે ગુંડા માટે વપરાતો શબ્દ હોય છે. તો અમે તમને જણાવી દઈએ કે ડાંગના આ અદભૂત હિલ સ્ટેશનના નામ પાછળની કહાની જાણવાજેવી છે. સ્થાનિક લોકવાયિકાઓ મુજબ અહીંના અહલ્યા પર્વત નજીક ગુરુ દ્રોણાચાર્યનો આશ્રમ આવેલો હતો. રામાયણ સમયગાળામાં રામ, સીતા અને લક્ષ્મણ પોતાના વનવાસ ના સમય દરમિયાન અહીં આવ્યા હતા. ત્યારે ગુરુ દ્રોણાચાર્યના નામ પરથી જ આ પ્રદેશ દ્રોણના નામથી ઓળખવામા આવતો હતો. ત્યારબાદ અંગ્રેજોનું આગમન થયું અને આ સાથે પ્રદેશનું નામ પણ બદલવામા આવ્યુ અને અપભ્રંશ થઈને પછી દ્રોણ ને બદલે ડોન થઈ ગયું.

ડાંગ જિલ્લો આમ તો મુખ્યત્વે આદિવાસીઓનો વિસ્તાર છે. અહીં આદિવાસી સમુદાયની વસ્તી વધુ જોવા મળે છે એટલે તમે તેમની રહેણી કરણી અને તેમના ઘર, ભોજન, પોષાક વગેરે વિશે નવી નવી માહિતી પણ જાણવા મળે છે. સુરતથી ડોન હિલ સ્ટેશન લગભગ 150 કિમી દૂર છે. ડોન અને સાપુતારા વચ્ચેનું અંતર લગભગ 50 કિમી જેટલુ છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
ગુજરાત હિલ સ્ટેશન
ગુજરાત હિલ સ્ટેશન

3 thoughts on “ગુજરાત હિલ સ્ટેશન: આબુ અને ઉટી ને પણ ટક્કર મારે એવુ ગુજરાતનુ હિલ સ્ટેશન, સન સેટ જોવા માટે બેસ્ટ લોકેશન”

Leave a Comment

error: Content is protected !!