સનેડો સહાય યોજના: ikhedut.gujarat.gov.in: Sanedo Sahay Scheme: ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિને સુધારવા અને તેમનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે અઢળક યોજનાઓ ચલાવે છે. જેમાં ખેતી માટેના સાધનો, બિયારણો, આર્થિક સહાય, સાધન સહાય વગેરેનો સમાવેશ થાય છે. જેમાં સાધન સહાયમાં રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો) ખરીદવા માટેની યોજના પણ ચલાવવા આવે છે. જે અંતર્ગત ખેડૂતોને મિનિ ટ્રેક્ટર (સનેડો) ખરીદી કરવા પર રૂપિયા 25000 ની સહાય પૂરી પાડવામાં આવે છે. જેથી ખેડૂતો કૃષિ ક્ષેત્રે સારું ઉત્પાદન મેળવી શકે.
શું છે યોજના?
આ યોજના કૃષિ સાધન સહાય યોજના છે આ સનેડો સહાય યોજના ખેડૂતોને ખેતીકામ માટે ખૂબ જ ઉપયોગી સાધનની સહાય આપવમા આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને સનેડો ખરીદવા પર કુલ કિંમતના 25% અથવા 25000 રૂપિયા બી માથી જ ઓછું હશે તે લાભ મળશે. આ યોજનાની સહાય મેળવ્યા બાદ લાભાર્થી ખેડૂતને 7 વર્ષ સુધીની સહાય મળવા પત્ર થશે નહીં. આ સાધન ખેડૂતો ખેતી માટે જ ઉપયોગ કરી શકે છે. તો આવો જોઈએ સંપૂર્ણ માહિતી આ સનેડો સહાય યોજના વિશેની.
આ પણ વાંચો: ખેડૂત ઉપયોગી એપ્સ: આ 5 એપ ખેડૂતો માટે માટે વરદાન છે, આ એપની મદદથી ખેતીમાં થયો છે ફાયદો
રાજ્યના ખેડૂતોને ખેતી કામ માટે સનેડા સાધન સહાય મળશે. નાના અને સીમાંત ખેડૂતો મોટા ટ્રેક્ટરની જગ્યાએ મિનિ ટ્રેક્ટર સમાન સનેડાનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાધનની કિંમત નાના ખેડૂતોને પરવડે તેવી છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેતીમાં મદદ રૂપ થાય તે માટે મિનિ ટ્રેક્ટર (સનેડો) ખરીદવાની સહાયની જાહેરાત કરવામાં આવી છે આ યોજનામાં રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો) ખરીદવા પર સહાય મળશે.
સનેડો સહાય યોજના 2024
| યોજનાનુ નામ | સનેડો સહાય યોજના |
| સંસ્થા | કૃષિ કલ્યાણ વિભાગ અને સહકાર વિભાગ |
| કોને લાભ મળે | ગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂતો |
| કેટલી સહાય મળે? | આ યોજના અંતર્ગત કુલ કિંમતના 25% અથવા 25000 રૂપિયા બે માથી જે ઓછું હશે તે લાભ મળશે |
| અરજી મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની તારીખ | 29/12/2023 થી 28/01/2024 |
| યોજનાની શરત | આ સાધનનો ઉપયોગ ફક્ત ખેતી કર્યા માટે જ કરવો. |
| વિશેષ | આ યોજનામાં સામેલ થયેલ ખેડૂતને 7 વર્ષમાં 1 જ વાર સહાય મળશે. |
| ઓફિશિયલ વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.
પાત્રતા
આ યોજના માટેની પત્ર નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યના હોવા જોઈએ.
- ખેડૂત લાભાર્થી આ યોજનાનો લાભ 7 વર્ષમાં માત્ર એક જ વાર લઈ શકે છે.
- જો બેન્ક એકાઉન્ટ સંયુક્ત હોય તો અન્ય નામ ધરાવતા વ્યક્તિનું સહમતી પત્રક જોઈશે.
- ખેડૂતને આ યોજના હેઠળ મળેલ સનેડો 2 વર્ષ સુધી વેચી શકશે નહીં.
- આ યોજના હેઠળ મેળવેલ સાધન સહાયનો ઉપયોગ માત્ર ખેતીને લગતા કામો માટે જ કરવાનો રહેશે.
- આ સનેડો પેસેંજર વાહન બનાવી શકાશે નહીં. તેનો ઉપયોગ પેસેંજર પરિવહન માટે થઈ શકેશે નહીં.
જરૂરી આધાર પુરાવાઓ
- ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેંધરી પત્રક
- 7/12, 8અ ની નકલ, આઠવ રદ કરેલ ચેક
- આધારકાર્ડની નકલ
- કબૂલતનામું અને સ્વ-ઘોસણા પત્રક
- લાભાર્થી ડ્રાઈવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ.
આ પણ વાંચો: સસ્તું ફર્નિચર: સૌથી મોટા ટોપ 5 ફર્નિચર માર્કેટ, અહી મળે અડધા ભાવે ફર્નિચર.
અરજી કરવાની રીત
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત I- Khedut પોર્ટલ પર પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે તેમજ ગ્રામ પંચાયતના VCE પાસે પણ ઓનલાઈન અરજી કરવી શકે છે. ઓનલાઈન અરજી કરવાની રીત નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- સૌપ્રથમ https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલા પર જઈને યોજના પર ક્લિક કરો.
- ત્યારબાદ ખેતીવાડીની યોજના પર જાઓ.
- હવે તમને જુદી જુદી સહાય દેખાશે તેમાંથી તાડપત્રી પર ક્લિક કરો.
- ત્યાર બાદ અરજી કરો પર ક્લિક કરો
- હવે તમામ માહિતી ભરી દો.
- ત્યાર બાદ અરજીની ચકાસણી કરીને કન્ફોર્મ કરી દો.
- ત્યાર બાદ આ અરજીની પ્રિન્ટ આઉટ કાઢી લો.
અગત્યની લીંક
| I-Khedut પોર્ટલ ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
