લીલી ડુંગળીના ફાયદા: શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે લીલી ડુંગળી, જાણો 10 કમાલના ફાયદાઓ:

લીલી ડુંગળીના ફાયદા: Benefits of Green Onion: સ્વાસ્થ્યમાટે ડુંગળીના ફાયદાઓ: શિયાળો આવતા જ લીલા શાકભાજીની આવક શરૂ થઈ જાય છે. સાથે સાથે આ તાજા શાકભાજી ખાવાથી સ્વાસ્થ્યમાં પણ ફાયદો થાય છે. આ સમયે આવતા શાકભાજીથી લોકોના સ્વાસ્થ્યમાં ફાયદાકારક નીવડે છે. ત્યારે શિયાળામાં આવતા શાકભાજીમાં નું એક લીલી ડુંગળી કે જેને ખાવાથી થાય છે અઢળક ફાયદાઓ. જે મોટા મોટા રોગો સામે પણ રક્ષણ આપે છે. જેથી લોકોનું સ્વાસ્થ્ય સારું અરહે છે. આવો જોઈએ વધુ માહિતી લીલી ડુંગળીના ફાયદા વિશેની.

લીલી ડુંગળીના ફાયદા

સ્પ્રિંગ ઓનિયન જેને મોટેભાગે લીલી ડુંગળી કે પછી સલાડ રૂપે ઓળખવામાં આવે છે. લીલી ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું મોટેભાગે સલાડ અને શાકના રૂપમાં સેવન કરવામાં આવે છે. તેને કચિકે રંધીને કોઈ પણ રીતે ખાઈ શકાય છે. લીલી ડુંગળી ઉચ્ચ ગુણકારી અને પૌસ્તિક તત્વોના કારણે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન A, વિટામિન C, વિટામિન B2, વિટામિન K, કોપર, મેગ્નેશિયમ, ક્રોમિયમ, ફૉસ્ફરસ, મેંગેનીઝ અને ફાયબરનું પ્રમાણ વધુ હોય છે. તેમાં ભરપૂર માત્રામાં સલ્ફર હોવાને કારણે લીલી ડુંગળીના ફાયદા કારક ગણવામાં આવે છે. આવો જોઈએ કેટલા ક ફાયદા વિશે.

આ પણ વાંચો: PM Vishwakarma Yojana: વગર ગેરન્ટી એ સરકાર આપશે 3 લાખની લોન, આટલા ડોકયુમેન્ટની પડશે જરૂર; pmvishwakarma.gov.in

ઇમ્યુનિટી વધારે

લીલી ડુંગળી ઇમ્યુનિટી વધારે છે. ઠંડીમાં રોગપ્રતિકારક શકી ઓછી થવા લાગે છે. આ જ કારણે શરદી અને એલર્જીનિ સમસ્યા વધવા લાગે છે. પરંતુ લીલી ડુંગળીને તમે તમારા ભોજનમાં સામેલ કરો તો તે ઇમ્યુનિટી વધારે છે.

આ પણ વાંચો   શરદી ઉધરસ ટિપ્સ: શિયાળામાં શરદી અને ઉધરસથી બચવું હોય તો આ વસ્તુ ખાવી, જે શરીરને રાખે છે ગરમ.

અસ્થમાથી રાહત આપે

અસ્થમાથી પીડિત લોકો માટે લીલી ડુંગળીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવમાં આવે છે. કારણ કે લીલી ડુંગળીમાં એન્ટિહિસ્ટામાઈનજેવા પૌસ્ટિક તત્વો હોય છે. જે અસ્થમાની સમસ્યા રાહત આપે છે. અને ફેફસા માટે પણ ફાયદાકારક છે.

શરદી અને ફ્લૂથી બચાવે

લીલી ડુંગળીના ફાયદા માં જોઈએ તો એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ વાઇરલ ગુણોથી ભરપુ હોવાને લીધે લીલી ડુંગળી શરદી અને ફ્લૂ સામે લડે છે. અને શરીરમાં કફ બનવાની પ્રક્રિયાને અટકાવે છે.

ડાયાબિટીસમા ફાયદાકારક

ક્રોમિયમની ભરપૂર માત્રાને લીધે તે આપના લોહીમાં બ્લડ સુગર લેવાલને કંટ્રોલ કરે છે.તે ગ્લુકોઝ લેવાલમાં પણ સુધારો કરે છે. એલિલ પ્રોપીલ ડિસલ્ફાઇડ એ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: નંબર પ્લેટના પ્રકાર: નંબર પ્લેટના પ્રકાર કેટલા છે તમે જાણો છો, જાણો કલર પ્રમાણે નંબર પ્લેટના પ્રકાર.

હ્રદય માટે ફાયદાકારક

લીલી ડુંગળી હ્રદય માટે ખૂબ જ સારી છે. તેમાં રહેલા એન્ટિ ઓક્સિડેન્ટ DNA ને ડેમેજ અટકાવે છે. તેમાં જોવા મળતું વિટામિન C બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. જેના લીધે હરદાયને લગતી બીમારીઓ ઓછી થાય છે.

BP કંટ્રોલ કરે

લીલી ડુંગળીના ફાયદા માં જોઈએ તો લીલી ડુંગળીમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોવાથી તે BP (બ્લડ પ્રેશર) ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે ઇન્સ્લ્યુલીન લેવાલને કંટ્રોલ રાખે છે.

પાચન સુધારે

લીલી ડુંગળી પેટ સબંધિત સમસ્યાઓ જેવી કે પેટમાં દુખાવો, ખેંચાણથી રાહત આપે છે. તેમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે. જે પાચન તંત્રને સ્વસ્થ રાખવામા મદદ કરે છે. તે ભૂખમાં સુધારો કરે છે.

કેન્સર સામે લડે

લીલી ડુંગળીમાં સલ્ફરની માત્ર વધારે હોવાથી કેન્સરનું જોખમ ઘટાડે છે. આ સિવાય તેમાં પેક્ટિન નામનું તત્વ હોય છે. જે એક પ્રકારનું ફ્લુઇડ્સ કોલોઇડલ કાર્બોહાઇડ્રેટ હોય છે જે પેટના કેન્સર સામે લડે છે.

આ પણ વાંચો   વોમિટિંગ ટિપ્સ: સફર દરમિયાન વારંવાર થતાં ઊબકા અને ઉલ્ટી માટે આરામદાયક ટિપ્સ, કરો ફોલો અને માણો પ્રવાસનો આનંદ

આંખો માટે ફાયદા કારક

લીલી ડુંગળીના ફાયદા માં જોઈએ વિટામિન A ના ભરપૂર માત્રાને લીધે આંખોની રોશની સુધારે છે. અને આંખોની કોઈપણ તકલીફ સામે રાહત આપે છે. તેનાથી આંકોની આજુબાજુની કડચલી દૂર કરે છે.

આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે

કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે મોટા ભાગના ડોક્ટરો લીલી ડુંગળીનું શાક ખાવાની સલાહ આપે છે. કારણ કે તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. અને વજન પણ કંટ્રોલમાં રહે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો આ માટે https://vyanjanrecipes.com/ કોઈ જવાબદાર નથી.)

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
લીલી ડુંગળીના ફાયદા
લીલી ડુંગળીના ફાયદા

Leave a Comment

error: Content is protected !!