World Cup India Team: ભારતીય ટીમ મુશ્કેલ મેચ: સેમિફાઇનલ: હાલ ICC વર્લ્ડ કપ 2023 નું આયોજન ભારતમાં થયું છે. જે 5 ઓક્ટોબરથી મેચો શરૂ થઈ ગઈ છે. ત્યારે ભારતીય ટીમની વાત કરવાં આવે તો તે અત્યાર સુધી 3 મેચ રમી છે અને તમામ મેચ જીત્યું છે જેના લીધે તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આ વર્ષ વર્લ્ડકપમાં ગ્રૂપ પ્રમાણે મેચ નથી પરંતુ 10 જેટલી ટીમોએ ભાગ લીધો છે તેની તમામ સામે મેચ રમવાની છે અને જે પોઈન્ટ ટેબલમાં ટોપ 4 હશે તેનો સમાવેશ સીધો સેમીફાઈનલમાં થશે. ત્યારે આ World Cup India Team ની વાત કરીએ તો તે માત્ર 1 મેચમાં મુશ્કેલી અનુભવી શકે છે અને ભારતીય ટીમ સીધી સેમી ફાઇનલમાં પહોચી જશે. આવો જોઈએ વધુ માહિતી.
World Cup India Team 2023
ભારતીય ટીમે વર્લ્ડકપમાં વિસ્ફોટક શરૂઆત કરી છે. અત્યાર સુધીની તેની તમામ ત્રણેય મેચમાં જીત મેળવી છે. તેમાથી 2 જીત તો ઓસ્ટ્રેલીયા અને પાકિસ્તાન સામે મેળવી લીધી છે. ત્યારે રોહિત શર્મા આ બે કસોટી પર કરી ચૂક્યો છે. આગળ આ World Cup India Team બાંગલાદેશ, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, નેધરલેન્ડ અને શ્રીલંકા સામે ટકરાશે. જો વાત કરીયે તો ફોર્મ અને પ્રદર્શન જોતાં ભારતે હવે 1 મુશ્કેલ મેચ જીતવાની છે જો તે જીતે તો ભારત સીધું સેમી ફાઇનલમાં એન્ટ્રી કરી લેશે.
આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.
3 સરળ ટેસ્ટ
આમ જોવા જઈ તો ક્રિકેટમાં ગમે ત્યારે ઉલટફેર થઈ શકે છે. નબળી ટીમ પણ મજબૂત બની ને વિરુધ્ધ ટીમને હરાવી શકે છે. પરંતુ આવું ઓછું જોવા મળે છે. World Cup India Team નુ ફોર્મ જોતાં શ્રીલંકા, નેધરલેન્ડ અને બાંગ્લાદેશ સામે જીત આસન છે. અને ભારત જો આ ત્રણેય મેચ જીતે તો 12 પોઈન્ટ થઈ જશે. 2019 માં 11 પોઈન્ટ સાથે ભારતે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. અને ન્યૂઝીલેન્ડ સામે ટકરાઇ હતી. એટ્લે કે ભારત આ 3 મેચ જીતી લે તો તે સેમિફાઇનલમાં જગ્યા બનાવી લહેશે.
3 મુશ્કેલ મેચ
ભારતને ફોર્મમાં રહેલ ન્યૂઝીલેન્ડ અને આફ્રિકા સામે ટકરાશે તેમજ ગયા વર્ષની ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ પણ છે. જો ભારત આ ત્રણેય મેચ જીતે તો તેને સેમિફાઇનલમાં રોકતા કોઈ રોકી નહીં શકે. ઈંગ્લેન્ડની ટીમ સંઘર્ષ કરી રહી છે. ત્યારે 3 માથી 3 મેચ જીતીને ભારત પણ જીતને અજય રાખવા માટે પ્રયત્ન કરશે. વર્લ્ડકપમાં IPLની જેમ પ્લે ઓફ હોતા નથી. તેવામાં TOP – 2 માં ફિનિશ કરવું જરૂરી નથી.
સેમિફાઇનલ માટે મુશ્કેલ પડકાર
World Cup India Team સાચી પરીક્ષા સેમિફાઇનલથી શરૂ થશે. 2015 માં ભારત સેમીફાઈનલમાં હારી ગયું હતું. 2019 માં પણ ભારત ગ્રૂપ રાઉન્ડના પોઈન્ટ ટેબલમાં ટોપ પર હતું પરંતુ સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું હતું. 10 વર્ષથી ICC વર્લ્ડકપની ટ્રોફી જીતવા માટે ભારતીય ટીમે ખૂબ જ પરિશ્રમ કરવો પડશે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |

1 thought on “World Cup India Team: માત્ર એક મુશ્કેલ મેચ, જો તેમાં ભારતીય ટિમ જીતે તો સીધી સેમી ફાઈનલમાં પહોચી જશે, જુઓ સમીકરણ”