IPL auction: IPL Team List 2024: ક્રિકેટનો મહાકુંભ IPL શરૂ થવાને આડે હવે 4 મહિના જેટલો જ સમય બાકી છે. તે પહેલા તમામ ફ્રેંચાઇઝીઓ પોતાની ટીમ તૈયાર કરવામા લાગી ગઇ છે. IPL ની તમામ ટીમો માટે રીટેઇન્ડ કરેલા અને રીલીઝ કરેલા ખેલાડીઓનુ લીસ્ટ જાહેર કરવામા આવ્યુ છે. 19 ડિસેમ્બરે દુબઇ મા IPL 2024 માટે ખેલાડીઓની હરાજી યોજાવા જઇ રહી છે. તે પહેલા જાણીએ કઇ ટીમ પાસે કેટલુ ફંડ છે ?
IPL auction
હજી તો વન ડે વર્લ્ડકપ 2023 પૂર્ણ જ થયો છે, ત્યાં IPL 2024નું બ્યુગલ ફૂંકાઈ ગયુ છે. અને આવનારા IPL 2024 માટે તૈયારીઓ પન શરૂ થઇ ગઇ છે. ત્યારે હવે IPL 2024ની હરાજી મા થોડા દિવસો જ બાકી છે. બધી જ ટીમોએ ગયા મહિને જ ખેલાડીઓને રીટેઇન્ડ અને રીલીઝ લીસ્ટ જાહેર કર્યા હતા. હાર્દિક પંડ્યા સહિત ઘણા ખેલાડીઓ ટ્રેડ પણ થયા હતા. હાલ ઓક્શનથી એક સપ્તાહ સુધી ટ્રેડિંગ વિન્ડો ખુલ્લી છે. એટલે કે હજી પણ ખેલાડીઓ એક ટીમમાંથી બીજી ટીમમાં જઇ શકે છે. આ અંગે જણાવી દઈએ કે, આઇપીએલ માતે ખેલાડીઓ ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાનાર છે.
કઇ ટીમ પાસે કેટલુ ફંડ
ગત સીઝનની ફાઇનાલીસ્ટ ટીમ ગુજરાત ટાઇટન્સ પાસે ઓકશન માટે સૌથી વધુ ફંડ છે. હાર્દિક પાંડયાને ટ્રેડ કર્યા પછી ગુજરાત પાસે ફંડ વધી ગયુ છે. જો કે ગુજરાત ટાઇટન્સ ને એવા ઓલરાઉન્ડર ની પણ જરૂર પડશે જે હાર્દિકનુ સ્થાન લઇ શકે. લખનઉ સુપર જાયન્ટસ પાસે સૌથી ઓછુ ફંડ છે.
ફ્રેન્ચાઇઝી | કુલ ફંડ | કુલ સ્લોટ | વિદેશી ખેલાડીના સ્લોટ |
CSK | 31.40 કરોડ | 6 | 3 |
DC | 28.95 કરોડ | 9 | 4 |
GT | 38.15 કરોડ | 8 | 2 |
KKR | 32.70 કરોડ | 12 | 4 |
LSG | 13.15 કરોડ | 6 | 2 |
MI | 17.75 કરોડ | 8 | 4 |
PBKS | 29.10 કરોડ | 8 | 2 |
RCB | 23.25 કરોડ | 6 | 3 |
RR | 14.50 કરોડ | 8 | 3 |
SRH | 34.00 કરોડ | 6 | 3 |
IPL 2024 ઓકશન માટે 1166 ખેલાડીઓ એ પોતાના નામ નોંધાવ્યા છે. જેમા ટ્રેવેસ હેડ, મીચેલ સ્ટાર્ક, રચીન રવિન્દ્ર જેવા સ્ટાર ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે વર્લ્ડ કપ મા શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓ પર હરાજીમા તમામ ફ્રેન્ચૈઝીઓની નજર રહેશે.
અગત્યની લીંક
IPL Official Website for More Detail | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
1 thought on “IPL auction: IPL હરાજી માટે ગુજરાત ટાઇટન્સ પાસે છે સૌથી વધુ ફંડ, જાણો કઇ ટીમ પાસે કેટલુ છે ફંડ”