ગઝબ કહેવાય: 32 વર્ષમા કર્યા 14 દેશોમા 100 લગ્ન, છતા ન થયા ક્યારેય છૂટાછેડા

32 વર્ષમા કર્યા 14 દેશોમા 100 લગ્ન: ગઝબ કહેવાય: દુનિયા મા ઘણા પ્રકારના ચિત્ર વિચિત્ર રેકોર્ડ થતા રહે છે. દુનિયામા તમામ પ્રકારના રેકોર્ડ બન્યા છે અને આ રીતે ભવિષ્યમાં પણ રેકોર્ડ બનતા રહેશે. કેટલાક સૌથી લાંબા વાળનો રેકોર્ડ બનાવ્યો છે તો કેટલાક સૌથી લાંબી મૂછોનો રેકોર્ડ બનાવ્યો છે. આજે એવા જ એક એવી વ્યક્તિ વિશે વાત કરીએ, જેણે સૌથી વધુ લગ્ન કરવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. નોંધનીય છે કે આવ્યક્તિ હાલ હયાત નથી પરંતુ તેના કરેલા આ વિચિત્ર કારનામાં અને છેલ્લે તેને થયેલી સજા વિશે જાણવુ જરુરી છે.

તમને જાણીને નવાઇ લાગશે પણ આ વ્યક્તિએ 100 થી વધુ મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન તેણે 1949 થી 1981 ની વચ્ચે કર્યાહતા. આશ્ચર્યની વાત એ છે કે આ તમામ લગ્ન (મેરેજ રેકોર્ડ્સ) છૂટાછેડા વગર કરવામાં આવ્યા હતા. આના કારણે તેણે વિશ્વમાં સૌથી વધુ બિગેમી ધરાવનારનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે Tweeter પર આ બાબતે એક વીડિયો શેર કર્યો છે. આમાં જીઓવાન્ની વિગ્લિઓટોની વાત કહેવામાં આવી છે. એવું કહેવાય છે કે તેનું અસલી નામ જીઓવાન્ની વિગ્લિઓટ્ટો નહોતું, પરંતુ તેણે તેની છેલ્લી પત્ની સાથે લગ્ન કર્યા ત્યારે તેણે આ નામનો ઉપયોગ કર્યો હતો.

આ વ્યક્તિ 53 વર્ષની ઉંમરે પકડાયો હતો. પછી તેણે પોતાની કથની રજુ કરતા જણાવ્યુ હતુ કે તેનો જન્મ 3 એપ્રિલ, 1929ના રોજ સિસિલી, ઇટાલીમાં થયો હતો. પછી તેણે તેનું અસલ નામ નિકોલાઈ પેરુસ્કોવ છે તેવુ જણાવ્યું હતું. જો કે, પછીથી એક ફરિયાદી દ્વારા એવો દાવો કરવામા આવ્યો કે તેનું અસલી નામ ફ્રેડ ઝિપ છે અને તેનો જન્મ 3 એપ્રિલ, 1936ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો.

કેવી રીતે કરતો અલગ અલગ લગ્ન

વિગ્લિઓટોએ 1949 અને 1981 ની વચ્ચે લગભગ 104-105 જેટલી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. તેની કોઈ પત્ની એકબીજાને ઓળખતી પણ ન હતી. તે પણ વિગ્લિઓટ્ટો વિશે બહુ જાણતી ન હતી. તેણે આ તમમ લગ્ન અમેરિકાના 27 અલગ-અલગ રાજ્યો અને 14 બીજા દેશોમાં કર્યા હતા. દરેક વખતે પોતાની નકલી ઓળખ આપીને આવું કરતો હતો.

તે ચોર બજારની મહિલાઓને મળતો હતો અને હંમેશા પહેલી તારીખે જ પ્રપોઝ કરતો હતો. લગ્ન કર્યા બાદ તે તેની પત્નીના પૈસા અને અન્ય દાગીના જેવા કિંમતી સામાન લઈને ભાગી જતો હતો. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની વેબસાઈટ અનુસાર, તે મહિલાઓને એવુ કહેતો હતો કે હું ખૂબ દૂર રહું છું અને તેથી તમારી બધી વસ્તુઓ લઈને મારી પાસે આવો.

જ્યારે મહિલાઓ તેમનો તમામ સામાન પેક કરી આ વ્યકતિ પાસે જવા નીકળે છે ત્યારે , ત્યારે વિગ્લિઓટો તેમનો સામાન ટ્રકમાં લઈને નાશી જતો હતો. ત્યારબાદ તે ફરી ક્યારેય જોવા જ મળતો ના હતો. ચોરીનો આ તમામ સામાન તે ચોર બજારમાં વેચી નાખતો હતો. અહીંથી જ તે અન્ય મહિલાઓને પરણવા માટે શિકાર પણ કરતો હતો.

કેવી રીતે ઝડપાયો

આ વ્યક્તિ વારંવાર આવા કારનામ કરતો હોવાથી તેની સામે અનેક ફરિયાદો હોવા છતાં તે ભાગવામાં સફળ રહેતો હતો.જોકે, તેનો છેલ્લો શિકાર બનેલી મહિલાએ તેને અમેરિકાના ફ્લોરિડામાં પકડી પાડયો હતો. આ મહિલાનું નામ શેરોન ક્લાર્ક હતું અને તે ઇન્ડિયાના ના ચોર માર્કેટમાં મેનેજર તરીકે વર્ક કરતી હતી.

પોલીસ અધિકારીઓએ 28 ડિસેમ્બર, 1981ના રોજ વિગ્લિઓટ્ટોને ઝડપ્યો હતો. આ પછી જાન્યુઆરી 1983માં તેની સામે લીગલ કાર્યવાહી શરૂ કરવામાં આવી. તેને કુલ 34 વર્ષની જેલની સજા આપવામા આવી હતી. જેમાં ફ્રોડ માટે 28 વર્ષની અને એકથી વધુ લગ્ન કરવા બદલ છ વર્ષની સજા ફટકારી આવી હતી. આ સાથે તેને $336,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

તેણે તેના જીવનના છેલ્લા 8 વર્ષ એરિઝોના સ્ટેટ જેલમાં વિતાવ્યા હતા. બ્રેઈન હેમરેજને કારણે 1991માં 61 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
નિયમિત અપડેટ માટે WHATSAPP ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
32 વર્ષમા કર્યા 14 દેશોમા 100 લગ્ન
32 વર્ષમા કર્યા 14 દેશોમા 100 લગ્ન

Leave a Comment

error: Content is protected !!