OMG 2 Teaser: બોલિવૂડ ના સુપર સ્ટાર અક્ષય કુમારે ઘણી ફિલોમોમા એવા પાત્રો ભજવ્યા છે, જેને લોકો વર્ષો સુધી ભૂલી શક્યા નથી અને આવું જ એક તેમનુ અદભુત પાત્ર એટલે તેની ફિલ્મ OMG એટલે કે ‘ઓહ માય ગોડ’માં અક્ષય કુમારે ભજવ્યું હતું. ફિલ્મમાં તે ભગવાન શ્રીકૃષ્ણના પાત્રમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મે એવા લોકોને બોલતા બંધ કરી દીધા હતા કે જેઓ માને છે કે ભગવાન નથી. હવે 11 વર્ષ પછી આ ફિલ્મ ની સિક્વલ આગળનો ભાગ ‘OMG 2’ રિલીઝ થવા જઈ રહી છે. નોંધનીય છે કે ફિલ્મની રિલીઝના માત્ર 1 મહિના પહેલા જ ફિલ્મ પ્રોડયુસરે આજે તેનું ટીઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મમા અક્ષય કુમાર ભગવાન શિવ ભોલે બાબાના રૂપમાં જોવા મળે છે.
OMG 2 Teaser
આ ફિલ્મમાં બતાવવામા આવી છે આસ્તિક કાંતિ શરણ મુદગલની સ્ટોરી.
ટીઝરની શરૂઆત પંકજ ત્રિપાઠીના સુપર વોઈસ ઓવરથી થાય છે. જેઓ આસ્તિક અને નાસ્તિકની વાદવિવાદથી દૂર પ્રભુના મહિમા ની વાત કરે છે. તે કહે છે કે તમે તકલીફમાં સાચા ભાવથી ભગવાનને યાદ કરો તો તે હાકલ સાંભળીને ભગવાન મદદ કરવા આવે છે, પછી તે નાસ્તિક કાનજીભાઈ મહેતા હોય કે આસ્તિક કાંતિ શરણ મુદગલ હોય. તો આ વખતે ફિલમમા વાર્તા કાંતિ શરણ મુદગલની હશે.
ટીઝર જોઇ ભકતો બોલી ઉઠયા હર હર મહાદેવ
આ ટીઝરથી બોલીવુડ સુપર સ્ટાર અક્ષય કુમારે ફરી એકવાર તેના ચાહકોને ચોંકાવી દીધા છે. આ સાથે જ ટીઝરમાં પંકજ ત્રિપાઠીની જોરદાર એક્ટિંગની ઝલક પણ જોવા મળે છે. મીરઝાપુર અને ક્રીમીનલ જસ્ટીસ વેબસીરીઝ થી જાણીતા બનેલા પંકજ ત્રીપાથી ની એકટીંગ જોવાલાયક હોય છે. ટીઝરના બેકગ્રાઉન્ડમાં ‘હર હર મહાદેવ’ ના નારા ગુંજવાનો અવાજ સંભળાતો જોવા મળે છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ સાથે જણાવી દઈએ કે ‘OMG 2’ એ 2012માં આવેલી અક્ષય કુમારની ફિલ્મ ‘OMG’ની સિક્વલ છે, આ ફિલ્મમા પરેશ રાવલે ભગવાન વિરુદ્ધ કેસ કર્યો હતો અને અક્ષય કુમારે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ‘OMG 2’ અક્ષયની કેપ ઓફ ગુડ ફિલ્મ્સ અને વાયાકોમ18 સ્ટુડિયો દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, સિક્વલમાં નવા અને જૂના કલાકારોનું મિશ્રણ જોવા મળે છે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ રોલ કરી રહ્યા છે.
અરુણ ગોવીલ ભગવાન રામના અવતારમા
‘OMG 2’નું બીજું એક ખાસ પાસું એ છે કે અરુણ ગોવિલ ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સાથે ‘OMG’માં સાધુની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિંદ પણ આ ફિલ્મમાં પાછા જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે. તેથી જ તેની બોક્સ ઓફિસ પર ‘ગદર 2’ સાથે ટક્કર થશે. ચાહકો ગદર-2 અને OMG 2 ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
અગત્યની લીંક
OMG 2 Teaser જોવા માટે | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |