માવઠાની આગાહિ: રાજ્યમા ભર શિયાળે હવામાન પલટાશે, આટલા જિલ્લાઓમા છે વરસાદની આગાહિ

માવઠાની આગાહિ: હવામાન આગાહિ: અંબાલાલ આગાહિ: રાજયમા ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઇ રહી છે. તેવામા વેસ્ટર્ન ડીસ્ટર્નબન્સ ને લીધે ઘણા જિલ્લાઓમા વાતાવર્ણ પલટાયુ છે અને આવતા 2 દિવસ કમોસમી વરસાદ માવઠાની આગાહિ કરવામા આવી છે.

માવઠાની આગાહિ

હવામાન વિભાગે દિલ્હીના તાપમાનમાં સારો એવો ઘટાડો થશે એવુ અનુમાન કર્યું છે. IMD ની આગાહિ મુજબ દિલ્હીનું તાપમાન 9 થી 25 ડિગ્રી વચ્ચે રહેશે. શુક્રવારે દિલ્હીનું તાપમાન વધુમાં વધુ 27 ડિગ્રી જેટલુ નોંધાયું હતું. જ્યારે હવામાન વિભાગે આઠ રાજ્યોમાં વરસાદ પડવાની ચેતવણી જાહેર કરી છે. આગાહિ મુજબ શનિવાર અને રવિવારે તમિલનાડુ, કેરળ, અને પુડુચેરીમાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ પડે તેવી શકયતાઓ રહેલી છે. કેરળમાં વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઇ તેવી સંભાવના રહેલી છે.

કયા રાજયોમા પડશે વરસાદ ?

હવામાન વિભાગના આગાહિ મુજબ મધ્ય પ્રદેશ, ગોવા, વિદર્ભ, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, આંતરિયાળ કર્ણાટક, પુડુચેરી, કેરળ અને તમિલનાડુ રાજયોમા વિવિધ વિસ્તારોમા માં અલગ અલગ જગ્યાઓ પર વરસાદ પડે તેવી શકયતાઓ રહેલી છે. હવામાન વિભાગે તરફથી કેટલાક જિલ્લાઓ માટે યલ્લો એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે રાજધાની દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી શકયતાઓ છે. તેનાથી દિલ્હીને પ્રદૂષણમાં રાહત મળી શકે છે. આઈએમડીના જણાવ્યાં મુજબ મરાઠાવાડા અને મધ્ય પ્રદેશમાં હળવો વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત દક્ષિણ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહિ કરવામા આવી છે. આ સાથે અમુક જગ્યાએ કરા પણ પડી શકે છે.

આ પણ વાંચો: IPL Auction: તમામ ટીમો IPL ની તૈયારીમા વ્યસ્ત, આટલા ખેલાડીઓનો થશે ફેરફાર; જુઓ કોની થશે છુટ્ટી

ગુજરાતમા શું છે આગાહિ ?

ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ માવઠાની આગાહી આપવામા આવી છે. જો કે આ આગાહી વચ્ચે સતત ઠંડી મા વધારો થતો જાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે આગામી 3 દિવસ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે રવિવારે હવામાન વિભાગની આગાહિ મુજબ બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, રાજકોટ, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં હળવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જ્યારે સોમવારે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

કરા સાથે પડયો વરસાદ

રાજ્યમા આજે રવિવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ જેવા કે પોરબંદર,રાજકોટ, અમરેલી વગેરે જિલ્લાઓમ કડાકા ભડાકા સાથે વરસાદ પડયો હતો. એવામા રાજકોટમા કરા સાથે વરસાદ પડતા સીમલા, મનાલી જેવા દ્રષ્યો સર્જાયા હતા.

હજુ હવામાન વિભાગ દ્વારા આવતીકાલે સોમવારે પણ અમુક જિલ્લાઓમા વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

અગત્યની લીંક

જિલ્લાવાઇઝ હવામાન આગાહિ PDFઅહિંં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
માવઠાની આગાહિ
માવઠાની આગાહિ

Leave a Comment

error: Content is protected !!