ઠંડીની આગાહિ: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગની કાતિલ ઠંડીની આગાહિ

ઠંડીની આગાહિ: હવામાન આગાહિ: હવામાન સમાચાર: gujarat Weather: રાજયમા વેસ્ટર્ન ડીસ્ટર્નબન્સ ને લીધે કમોસમી વરસાદ માવઠુ થયુ છે. 2 દિવસ રાજયના 220 જેટલા તાલુકાઓમા 1 ઇંચ થી માંડી 2 ઇંચ સુધી વરસાદ પડયો હતો. રાજકોટ જિલ્લાના વિસ્તારોમા બરફના કરા સાથે વરસાદ પડતા સિમલા મનાલી જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદ થવાથી ઠંડી મા વધારો થયો છે. ચાલો જોઇએ ઠંડી બાબતે હવામાન વિભાગની આગાહિ શું કહે છે ?

ઠંડીની આગાહિ

ભરશિયાળે થયેલા કમોસમી વરસાદ માવઠા થી ખેડૂતોને ઘણીનુકશાની વેઠવી પડી છે. માવઠાથી ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે. હજુ તો ગુજરાતમાં માંડ ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ હતી. ત્યાં જાણે આખા રાજ્યમાં ચોમાસુ હોય તેવી સ્થિતિ માવઠાએ કરી દીધી હતી. કમોસમી આવેલા વરસાદ આખા રાજ્યને ઘેરી વળ્યો હતો. રાજયના મોટાભાગના વિસ્તારોમા વરસાદ પડયો હતો. તો સૌરાષ્ટ્રમાં અને ઉત્તરગુજરાતમાં તો ઘણી જગ્યાએ કરાવર્ષાને કારણે હિલ સ્ટેશન જેવુ વાતાવરણ સર્જાયુ હતુ. માવઠાંને કારણે કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તો ખેડૂતોને ખેતીમા ઘણું નુકસાન થયું છે.

રાજયમા કમોસમી વરસાદ કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. પવન ના સૂસવાટા સાથે આજે કાતિલ ઠંડી શરૂ થઇ ગઇ છે. તો દિવસ દરમિયાન તડકો ન નીકળવાથી દિવસના પણ લોકોને સ્વેટર પહેરી રાખવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો: BMI Calculator: જાણો ઉમર પ્રમાણે તમારું કેટલું વજન હોવું જોઈએ, કેટલો છે તમારો BMI

હવામાન આગાહિ

ભરશિયાળે આવેલા ચોમાસા જેવા વરસાદે ખેડૂતોને ચિંતામાં મુકી દિધા હતા, ત્યારે હવે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો માટે મુશ્કેલીમાં રાહત આપનારી બની છે. કારણ કે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે માવઠાની આફત ટળી ગઈ છે.

ભરશિયાળે આવેલા માવઠાએ ખેડૂતોના તૈયાર થયેલા પાકનો સોથ વાળી દીધો હતો. ત્યારે માવઠા બાદ ઠંડીએ પોતાનો કહેર વર્તાવવાનુ શરૂ કર્યુ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે માવઠાના કારણે હવે રાજ્યમાં શિયાળો જામશે. સાથે જ દિવસે દિવસે તાપમાનનો પારો પણ નીચો જશે.

રાજયમા શિયાળાની શરૂઆત થઈ ચુકી છે, પરંતુ માવઠા પહેલા રાજ્યમાં ઠંડી ખાસ કઇ ન હતી અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો ન હતો. પરંતુ રાજ્યમાં આવેલા માવઠા બાદ હવે લોકોને ઠંડી મા ઘણો વધારો થયો છે. આજે વહેલી સવારે અને મોડીરાત્રે ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે. તો સાથે જ માવઠાના કારણે હવે લોકોને બપોરે પણ સ્વેટર પહેરવાની ફરજ પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે માવઠા બાદ હવે ઠંડી મા વધારો થશે.

અગત્યની લીંક

જિલ્લાવાઇઝ હવામાન આગાહિ PDFઅહિંં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
ઠંડીની આગાહિ
ઠંડીની આગાહિ

1 thought on “ઠંડીની આગાહિ: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગની કાતિલ ઠંડીની આગાહિ”

Leave a Comment

error: Content is protected !!