Monsoon Forecaste: વરસાદ આગાહિ: અંબાલાલ વરસાદ આગાહિ: રાજ્યમા બીજા રાઉન્ડમા વરસાદે બધા જિલ્લાઓમા ભુક્કા બોલાવી દિધા હતા. હવે ત્રીજા રાઉન્ડ ની પણ શરૂઆત થવા માંડી છે. રાજ્યમા વરસાદ પહેલાનો ભારે ઉકળાટ અને બફારો અનુભવાઇ રહ્યો છે. હવામાન વિભાગ અને વિવિધ હવામાન નિષ્ણાંતોના મતે રાજયમા 17 જુલાઇથી ભારે વરસાદની શરૂઆત થશે. ચાલો જાણીએ કયા ક્યા જિલ્લાઓમા કઇ તારીખોમા વરસાદ પડવાની આગાહિ છે.
Monsoon Forecaste
વરસાદ ન અત્રીજા રાઉંડ ને લઇને રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહિ મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ભરૂચ વડોદરા, જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. 18 જુલાઈ બાદ વરસાદનું જોર વધે શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ વરસાદ નો ઝુકાવ વધુ રહેશે રહેશે.
આ પણ વાંચો: આયુષ્માન ભારત: હવે ગરીબોને મળશે રૂ.10 લાખનો મેડીકલ વિમો, આયુષ્માન ભારત યોજનાનો લાભ કઇ રીતે લેશો
વરસાદ અંગે હવામાન વિભાગની આગાહિ જોઇએ તો 18 જુલાઈ પછી ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શકયતા છે. હવામાન વિભાગની આગાહી જોઇએ તો 17 જુલાઇ પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આગામી બેથી ત્રણ દિવસ માત્ર હળવો કે છુટછવો વરસાદ જ પડશે. 18 જુલાઇ પછી ગુજરાત મા વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને ખાસ કરીને 18 જુલાઇ પછી રાજયના વિવિધ વિસ્તારોમા સાર્વત્રિક સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 18 જુલાઇ પછી આગામી 7 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. 17 અને 18 તારીખે માછીમારો ને દરિયામા ન જવાની સૂચના આપવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમા ગુજરાતમાં સિઝનનો કુલ 60 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો વરસાદ પડયો છે.
વરસાદ આગાહિ
આજે જોઇએ તો જૂનાગઢ, બોટાદ, ભાવનગર, છોટાઉદેપુર, ભરૂચ, સુરત અને વડોદરા ના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ પડયો હતો. ભાવનગરના શહેર અને જેસર પંથકમાં મેઘરાજા મનમુકીને વરસ્યા. નદીનું જળ સ્તર વધતા રૂપાવો નદીના પાણી પ્રાથમિક શાળા, વૈદનાથ મંદિરમાં ભરાયા. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બાબરા તાલુકામાં મનમુકીને વરસાદ વરસ્યો હતો.
જૂનાગઢમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. માંગરોળ તાલુકાના સરસાલી ગામે ખેતરના પાળા તૂટી ગયા હતા. ખેતરના પાળા તૂટતા છેક ગામની અંદર વરસાદ ના પાણી ફરી વળ્યા છે. જેથી સરસાલી ગામ સંપર્ક વિહોણું બન્યું હતુ. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા. ઘૂંટણસુધીના પાણી ભરાતા લોકોને ભારે અગવડતા ભોગવવી પડી હતી. ધોધમાર વરસાદથી ગામની ગલીઓમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો ઉભા થયા હતા.
આ પણ વાંચો: Windy app: હવામાન ની સચોટ આગાહિ કરતી એપ કરો ડાઉનલોડ, વરસાદ વાવાઝોડાની બતાવે છે પરફેકટ આગાહિ free
છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર, બોડેલી અને પાવી જેતપુરમાં ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા.
બોટાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાળિયાદ રોડ, રેલવે સ્ટેશન રોડ, હવેલી ચોક, ટાવર રોડ, જ્યોતિગ્રામ સર્કલ અને ભાવનગર રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણી ભરાયા હતા.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરો | અહિં ક્લીક કરો |