Cyclone TEJ: આવી શકે છે વધુ એક વાવાઝોડુ, નામ હશે તેજ; કયા થશે અસર

Cyclone TEJ: વાવાઝોડુ તેજ: આ વર્ષે ચોમાસાની શરૂઆતમા જ ખતરનાક બિપોરજોય વાવાઝોડુ આવ્યુ હતુ. અને તેની વિનાશક અસરો ગુજરાતના દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ ના દરિયાકિનારાઓમા થઇ હતી. ત્યારે અરબસાગરમા વધુ એક લો પ્રેશર સર્જાય તેવી શકયતાઓ છે. આ વાવાઝોડાને તેજ નામ આપવામા આવ્યુ છે. જોઇએ આ બાબતે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની આગાહ શું કહે છે ?

Cyclone TEJ

સામન્ય રીતે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ હવામાન ની હલહલ થાય તો અને સીસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થઇ રહ્યુ છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શકયતાઓ દેખાઇ રહી છે.

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડા જેવુ જ બીજુ મોટુ ચક્રવાત આવે તેવી શકયતાઓ છે. હવામાન વિભાગ દ્વારા આ બાબતે આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર પડતી હોય છે. અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન હાલ એકટીવ થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન મા ફેરવાય તેવી સંભાવના છે. આ વાવાઝોડાને તેજ નામ આપવામા આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા જ આ વાવાઝોડાને આ નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Ikhedut Online: ખેડૂતોને ખેતરની ફરતે સોલાર પાવર કિટ નાખવા મળશે રૂ.15000 ની સહાય, ઓનલાઇન અરજી કરવાની તમામ માહિતી

Cyclone TEJ
Cyclone TEJ

અરબ સાગરમાં સોમવારે રાતે એક લો પ્રેશર પેદા થઈ શકે છે. જે ચોમાસા બાદના ચક્રવાતમાં પરીણમે તેવી શકયતા છે. આવામાં હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે, અરબ સાગરના દક્ષિણ પૂર્વીય ભાગોમાં ચક્રવાતી સ્થિતિ બનતી જાય છે. આગામી 72 કલાકમાં સમુદ્રના દક્ષિણ મધ્ય ભાગોમાં સ્થળાંતરિત થાય તેવી સંભાવના છે. તેમજ લો પ્રેશરન ક્ષેત્રમાં આકાર પામી શકે છે. જોકે, આ વાવાઝોડું શું અસર કરશે, કયા વિસ્તારોમા તેની અસરો થશે તેનો હજી અંદાજો લગાવી શકાયો નથી.

અંબાલાલ પટેલની આગાહિ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે, એક પછી એક મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ અસર કરી રહ્યા છે. ત્યારે 16 ઓક્ટોબરની સાંજે 17થી 19 ઓક્ટોબરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રેદશ તેમજ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થાય તેવી શક્યતા છે. જેને લીધે ભારે પવન અને કરા પડવાની શક્યતાઓ રહેશે. બેક ટુ બેક એક બીજી સિસ્ટમ પણ આવશે. 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ થાય તેવી શક્યતા છે.

વરસાદની આગાહિ

આગામી પાંચ દિવસ વરસાદ ની શકયતાઓ નહિવત છે.
આવનારા દિવસોમા હવામાન કેવુ રહેશે તે બાબતે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત રહેલી છે. જો કે આગામી 24 કલાકમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં એકાદ જગ્યાએ હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. તેના સિવાય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત દેખાઇ રહી છે. પરંતું આગામી પાંચ દિવસ તાપમાન વધે અને ગરમી પડે તેવી શકયતાઓ રહેલી છે. 35-37 ડિગ્રી તાપમાન પાંચ દિવસ દરમિયાન રહી શકે છે. ત્યારબાદ તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો ઘટાડો થઇ શકે છે.

ગુજરાતમાં કમોસમી વરસાદ થાય તેવી છે શકયતાઓ.
ગુજરાતમાંથી ચોમાસાએ સંપૂર્ણ વિદાય લઈ લીધી છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થાય તેવી શકયતાઓ છે. ચોમાસાએ વિધિવત રીતે વિદાય લઈ લીધી છે, જેથી હાલ જે વરસાદ છે તે કમોસમી વરસાદ કહી શકાય. આ વચ્ચે સોમવારે વિસાવદર તાલુકામાં ધોધમાર વરસાદ પડયો હતો. બપોર બાદ અસહ્ય ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ આવ્યો હતો. વિસાવદર તાલુકામાં બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

અગત્યની લીંક

હવામાન વિભાગ ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Leave a Comment

error: Content is protected !!