સૌરાષ્ટ્રમા માવઠુ: માવઠુ વરસાદ: ગુજરાતમા શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઇ રહી હતી. એવામા વેસ્ટર્ન ડીસ્ટર્ન્બન્સને લીધે કમોસમી વરસાદી માહોલ થયો છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રમા માવઠુ થયુ છે. અગાઉ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપેલી આગાહિ મુજબ રવિવાર અને સોમવાર એમ 2 દિવસ માવઠુ કમોસમી વરસાદ થવાની આગાહિ હતી. આજે રાત્રે સૌરાષ્ટ્રના જુનાગઢ, પોરબંદર જેવા જિલ્લાઓમા કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ તુટ્રી પડયો હતો. અચાનક વરસાદ તૂટી પડતા ખેડૂતો તેમનો તૈયાર થયેલો પાક સાચવવાની તૈયારીઓમા પડી ગયા હતા.
સૌરાષ્ટ્રમા માવઠુ
- રાત્રે આગાહિ મુજબ કડાકા ભડાકા સાથે વરસાદ
- ગીરનાર પર્વતમા ભારે વરસાદ ને કારણે લોકો અટવાયા
- વરસાદ થવાથી ગીરનાર પરિક્રમા મા લોકોને હાલાકી
- તાલાલ ના એક ગામમા પડી વિજળી
- પોરબંદર ન અર્ગામ્ય વિસ્તારમા ધોધમાર વરસાદ
આ પણ વાંચો: મતદારયાદિ સુધારણા: ખાસ ઝૂંબેશની આ તારીખો નોંધી લો, ચુંટણીકાર્ડ ને લગતા કામ થશે સરળતાથી
Rain In Saurashtra : ગુજરાતમાં હવામાન વિભાગની અગાઉ આપેલી આગાહી મુજબ અનેક વિસ્તારમાં રાત્રે અને વહેલી સવારે કમોસમી વરસાદ માવઠુ થયુ હતુ. ખાસ કરીને સૌરાષ્ટ્ર ન વિવિધ જિલ્લાઓમા ભારે માવઠું પડ્યું છે. કમોસમી વરસાદ થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને તેમનો તૈયાર થયેલો ચોમાસુ પાક સાચવવા માટે રાતોરાત દોડાદોડી કરવા લાગ્યા હતા. હવે ખેડૂતોને તૈયાર થયેલો પાક મા નુકશાની થવાનો ભય સતાવી રહ્યો છે. આ તરફ અનેક જગ્યાએ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા તો તાલાલાના એક ગામમાં અને પોરબંદર ના એક ગામમ વીજળી પડવાની ઘટના બની હતી. આ સાથે ગિરનાર પર્વત પર ભારે વરસાદને કારણે લોકો પરિક્રમામ મા અટવાઈ ગયા છે.
રાજકોટ મા કરા પડયા
રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમા પણ વહેલી સવારે વરસાદી ઝાપટા પડયા હતા. તો ઘણી જગ્યાએ કરા પડતા સીમલા મનાલી જેવો માહોલ જામ્યો હતો. આગાહી પ્રમાણે ગોંડલ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા તો ખેતરોમાં ચણા, જીરૂ, ધાણા, ડુંગળી, મરચા, કપાસ સહિતના પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. આ સાથે જામકંડોરણા તેમજ ગ્રામ્ય પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા માવઠુ કમોસમી વરસાદ પડયો છે. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને તૈયાર થયેલા પાકમા નુકસાનીનો માર પડ્યો છે.
બોટાદ પંથકમા પડયો વરસાદ
બોટાદ ગઢડા શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડયો હતો.
અગાઉ આપેલી હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદ ગઢડા શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. અહીં વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો, અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને ઢસા,પાટણા, પીપરડી, ગુંદાળાં, પડવદર, સમઢીયાળા, ચિરોડા, સાજણાવદર, અડતાળા, લાખણકા, રણીયાળા અને ઈગોરાળા ગામે કમોસમી વરસાદ ના ઝાપટા પડયા છે.
જુનાગઢમા વરસાદ
જુનાગઢમા હાલ ગીરનાર મા લીલી પરિક્રમા ચાલી રહી છે. ત્યારે આજે રાત્રે વરસાદ પડતા લીલી પરિક્રમા મા જોડાયેલા લોકો અટવાયા હતા. જેતપુર, માળીયા હાટીના તાલુકાના વિસ્તારોમા પણ વરસાદ પડવાથી ખેડૂતોને નુકશાની થવાની ભીતી છે.
રાજુલા ધારી મા વરસાદ
સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમા વરસાદી માહોલ જામ્યો છે. એવામા ધોરાજી, ધારી, રાજુલા ના વિસ્તારોમા વરસાદ પડયો હતો. વહેલી સવારથી જ ખાંભા પંથક, સાવરકુંડલા તથા ખાંભા શહેરમાં વરસાદ નોંધાયો છે. આ સાથે જાફરાબાદના દરિયા કિનારાના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ તો ખાંભા, ગીરના ધુંધવાના, ભાડ ગામમાં કમોસમી વરસાદ તો નાનુડી, પીપળવા, ખડાધાર ગામમાં કમોસમી વરસાદ પડી રહ્યો હતો. આ તરફ હવે કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકશાન થાય તેવી શકયતાઓ છે.
પોરબંદરમા વરસાદ
આજે વહેલી સવારે પોરબંદરના વિવિધ વિસ્તારોમા પણ વરસાદી માહોલ જામ્યો હતો. પોરબંદર્મા શહેરમા હળવા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા તો ગ્રામ વિસ્તારોમા કડાકા ભડાક સાથે ધોધમાર વરસાદ પડયો હતો. ખેડૂતો તેમના તૈયાર થયેલા પાકને સાચવવાની દોડધામ કરવી પડી હતી.
અગત્યની લીંક
| જિલ્લાવાઇઝ હવામાન આગાહિ PDF | અહિંં કલીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
