જુલાઇ વરસાદ આગાહિ: અંબાલાલે કરી નક્ષત્રો પરથી જુલાઇના વરસાદ ની આગાહિ, નોંધી લો તારીખો

જુલાઇ વરસાદ આગાહિ: વરસાદ આગાહિ: અંબાલાલ આગાહિ: હાલ રાજયમા સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ પડવાની આગાહ કરવામા આવી છે. તો હવામાન નિષ્ણાંતો અંબાલાલ પટેલ એઆગામી દિવસોમા રાજયના વિવિધ વિસ્તારોમા ભારે વરસાદ પડવાની આગાહિ કરી રહ્યા છે. ચાલો જાણીએ આગામી દિવસોમા કયા કયા જિલ્લાઓમા વરસાદ પડવાની આગાહિ છે.

જુલાઇ વરસાદ આગાહિ

અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યું હતુ કે, પુનર્વસુ નક્ષત્રના કારણે જુલાઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યાર બાદ પુષ્ય નક્ષત્રમાં પણ રાજ્ય સહિત દેશમાંમાં ભારે વરસાદ થવાની શકયતા છે. આ ચોમાસું અતિ વિશિષ્ટ પ્રકારનું રહેશે, જેમાં ખૂબ વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે . વાદળો નીચલા સ્તરે જુલાઈ મહિનામાં હોય છે. 11 જુલાઈ બાદ વરસાદમાં રાહત મળી શકે છે. પરંતુ તેના ચાર દિવસ બાદ ફરી એકવાર વરસાદ 15 જુલાઈ બાદ વરસાદ નો રાઉન્ડ શરૂ થશે. જે લગભગ 20 જુલાઈ સુધી રાજ્યભરમાં એકધારો વરસાદ પડવાની શકયતાઓ છે.

આ પણ વાંચો: પરેશ ગોસ્વામી ની આગાહિ: 3 દિવસ પડશે સાંબેલાધારે વરસાદ, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ કરી આગાહિ

વરસાદ આગાહિ

અંબાલાલે પટેલે વરસાદની આગાહિ કરતા કહ્યું હતુ કે, બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા સહીત મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદ થઇ શકે છે. મહેસાણાના કડી, બેચરાજી, સમી હારીજ, ઊંઝા, વડનગર, વિસનગરમાં હળવા, ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે. આવામાં બનાસકાંઠામાં 5 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત કેટલાક જિલ્લાઓ તથા અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

10 જુલાઇ વરસાદ આગાહિ

10 જુલાઇ માટે નીચેના જિલ્લાઓમા યલ્લો એલર્ટ આપવામા આવ્યુ છે. જેમા છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

 • બનાસકાંઠા
 • પાટણ
 • ગાંધીનગર
 • ખેડા
 • આણંદ
 • પંચમહાલ
 • દાહોદ
 • સુરત
 • ડાંગ
 • નવસારી
 • વલસાડ
 • તાપી
 • સુરેંદ્રનગર
 • પોરબંદર
 • જુનાગઢ
 • મોરબી
 • ગીર સોમનાથ
 • કચ્છ

જ્યારે બાકીના જિલ્લાઓ માટે ગ્રીન એલર્ટ આપવામા આવ્યુ છે. જેમા છુટા છવાયા હળવા ઝાપટા પડી શકે છે.

આ પણ વાંચો: Pan Card Status: 1 જુલાઇ બાદ તમારૂ પાન કાર્ડ વેલીડ છે કે કેમ ? ચેક કરો આસાન સ્ટેપથી

૧૦ જુલાઇ વરસાદ આગાહિ

હવામાન વિભાગ તરફથી 10 જુલાઇ માટે જિલ્લાઓમા માટે પાટણ,સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામા આવ્યુ છે. જેમા છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

અમદાવાદ અને ગાંધીનગર માટે આગાહી કરીને હવામાન વિભાગે જણાવ્યું છે કે, 24 કલાક દરમિયાન વરસાદના અમુક સ્પેલ (વિવિધ તબક્કા)માં રહેવાની સંભાવના છે, આ દરમિયાન કેટલાક ભારે વરસાદના સ્પેલ પણ રહી શકે છે. એટલે કે આજે અમદાવાદ તથા ગાંધીનગરમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અંબાલાલ ની વરસાદ ની આગાહિ

હાલ રાજ્યમા પડી રહેલા ભારે વરસાદ વચ્ચે અંબાલાલે વધુ એક વરસાદના રાઉન્ડની આગાહિ કરી છે. અંબાલાલે આગાહિ કરતા જણાવ્યુ હતુ કે 15 જુલાઇ થી 23 જુલાઇ મા પવન સાથે વરસાદ નો રાઉન્ડ આવશે. જેમા રાજયના વિવિધ વિસ્તારોમા પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.

રાજયમા આગામી 3 દિવસ હજુ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહિ છે. સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહિ છે. જ્યારે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર માં સામાન્ય વરસાદ પડવાની આગાહી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
જુલાઇ વરસાદ આગાહિ
જુલાઇ વરસાદ આગાહિ

1 thought on “જુલાઇ વરસાદ આગાહિ: અંબાલાલે કરી નક્ષત્રો પરથી જુલાઇના વરસાદ ની આગાહિ, નોંધી લો તારીખો”

Leave a Comment

error: Content is protected !!