Weather Update: હવામાન આગાહિ: અંબાલાલ વરસાદ આગાહિ: માવઠુ આગાહિ: રાજયમા થોડા દિવસો પહેલા થયેલા કમોસમી વરસાદ થી ખેતીના પાકમા ઘણુ નુકશાન થયુ હતુ. આગામી 24 કલાક સૌરાષ્ટ્ર સહિત અમુક જિલ્લાઓમા કમોસમી વરસાદ થવાની આગાહિ કરવામા આવી છે. અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદ થવાની શક્યતા રહેલી છે. જે જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો ચમકારો અનુભવાશે.
Weather Update
- વધુ એકવાર થશે કમોસમી વરસાદ
- સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત ના જિલ્લાઓમાં છે શક્યતા
- આગામી 24 કલાકમાં પડી શકે છે હળવો વરસાદ
- અરબ સાગરમાંથી ભેજવાળા પવનો આવતા વરસાદની સંભાવના
- બે-ત્રણ દિવસ તાપમાનમાં નહીં થાય કોઇ ફેરફાર
રાજ્યમાં વધુ એકવાર હવામાન વિભાગે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. જોકે અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા નહીંવત રહેલી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભરશિયાળે વરસાદ થવાનું કારણ અરબ સાગર તરફથી આવતા ભેજયુક્ત પવનો છે. આ સાથે આગામી બે-ત્રણ દિવસ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર થનાર નથી તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. મહત્વનું છે કે, આજે નલિયામાં 11થી 14 ડિગ્રી તો અમદાવાદમાં 16 ડિગ્રી જેટલુ તાપમાન નોંધાયું હતું.
હવામાન આગાહિ
ગુજરાત ના વિવિધ જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો હાલ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડી રહ્યુ છે. આ સાથે લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યુ છે. નોંધાયેલી વિગતો મુજબ 14 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું હતુ. જેમાં સૌથી લઘુતમ તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું હતુ. મહત્વનું છે કે, હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી જેટલો નીચો જશે.
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી જેટલુ નોંધાયું હતુ. આ સાથે વિવિધ શહેરો મા નોંધાયેલ તાપમાન નીચે મુજબ છે.
- અમદાવાદ : 16.7 ડિગ્રી
- ગાંધીનગર : 15.5 ડિગ્રી
- રાજકોટ : 14.6 ડિગ્રી
- સુરેન્દ્રનગર :15.2 ડિગ્રી
- વડોદરા : 16.2 ડિગ્રી
- ભુજ : 14.5 ડિગ્રી
- કંડલા : 14.4 ડિગ્રી
- અમરેલી : 16.0 ડિગ્રી
- ભાવનગર : 17.4 ડિગ્રી
- પોરબંદર : 17.3 ડિગ્રી
- ડીસા : 14.2 ડિગ્રી
- વલ્લભવિદ્યાનગર : 15.5 ડિગ્રી
- કેશોદ :15.9 ડિગ્રી
- મહુવા : 17.1 ડિગ્રી
હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઇ શકે છે. આ સાથે પૂર્વ ઉત્તર પૂર્વના પવનો હોવાથી તાપમાન મા ઘટાડો થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે, 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી જેટલો નીચો જશે. આ સાથે તેમણે કહ્યું કે, હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન મા પણ ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુક્કું રહશે, આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતાઓ છે. મહત્વનું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી જેટલુ નોંધાયું હતુ. પૂર્વ ઉત્તર પૂર્વ પવનો હોવાથી હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
