IPL Auction: તમામ ટીમો IPL ની તૈયારીમા વ્યસ્ત, આટલા ખેલાડીઓનો થશે ફેરફાર; જુઓ કોની થશે છુટ્ટી

IPL Auction: IPL Team List 2024: ક્રિકેટ વર્લ્ડ કપ હાલ પુરો થયો છે અને હવે ક્રિકેટ રસિયાઓ ક્રિકેટની મહાસીઝન એટલે કે IPL 2024 ની રાહ જોઇ રહ્યા છે. IPL ની ફ્રેન્ચાઇઝીઓ હાલ તેમની ટીમ સેટ કરવામા લાગી ગઇ છે. ગયા વર્ષે મોંઘા ખેલાડીઓ જે નિષ્ફળ નીવડયા હતા તેમની છુટ્ટી થઇ શકે છે. ગયા વર્ષષનો મોંઘો ખેલાડી સેમ કરન ને ટીમ તરફથી છુટ્ટો કરવામા આવ્યો છે અને તેનો IPL Mini auction 2023 મા સમાવેશ કરવામા આવ્યો છે.

IPL Auction

ગુજરાત ટાઇટન્સ નો કેપ્ટન અને સ્ટાર ખેલાડી આ વખતે ટીમ ને છોડી મુંબઇ ઇન્ડીયન્સ તરફથી રમે તેવી ચર્ચાએ જોર પકડયુ છે.

  • IPL 2024 શરૂ થવામા હવે 4 મહિના બાકી
  • પંંજાબ કિંગ્સ તેના સૌથી મોંઘા ખેલાડીને બતાવી શકે બહારનો રસ્તો.
  • સેમ કરન ને સૌથી મોંઘો ભાવ આપી 18.5 કરોડમા પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો.

IPL 2024 શરૂ થવામાં લગભગ 4 મહિના જેટલો સમય બાકી છે. આ પહેલા તમામ ફ્રેન્ચાઈઝી પોતાની ટીમો ગોઠવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કયા ખેલાડીને ટીમમા જાળવી રાખવાના છે અને કયા ખેલાડીઓને બહાર કાઢવાના છે તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘણા ખેલાડીઓ ને છુટ્ટા કરવામા આવશે તેવા સમાચાર આવવા લાગ્યા છે. એક રિપોર્ટ અનુસાર પંજાબ કિંગ્સ IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી સેમ કરન ને ટીમમાથી બહારનો રસ્તો બતાવી શકે છે. રિલીઝની યાદીમાં ઘણા વધુ ખેલાડીઓના નામ પણ સામેલ થયા છે. પંજાબે IPL 2023ની મીની હરાજીમાં સેમ કરન નો સમાવેશ કર્યો હતો. સેમને પંજાબ કિંગ્સે 18.5 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ તેને મળેલી જંગી કિંમત પ્રમાણે તે ખાસ કઇ પ્રદર્શન કરી શક્યો ન હતો.

IPL Team List 2024

આ ખેલાડીઓની થશે છુટ્ટી

IPL 2024 માટી વિવિધ ટીમો દ્વારા નીચે મુજબના ખેલાડીઓની છુટ્ટી કરવામા આવી છે.

  • ચેન્નાઈ સુપર કિંગ્સ – આકાશ સિંઘ, અંબાતી રાયડુ, બેન સ્ટોકસ, ભગત વર્મા, પ્રીટોરીયસ, કાયલ જેમીસન, સિસાંદા મગલા, સેનાપતિ
  • ગુજરાત ટાઇટન્સ – અલ્જારી જોસેફ, દાશુન શનાકા, કે.એસ.ભરત, ઓડીન સ્મીથ, પ્રદીપ સંગવાન, શીવમ માવી, ઉર્વીલ પટેલ, યશ દયાલ
  • મુંબઈ ઈન્ડિયન્સ– ક્રિશ જોર્ડન, યાન્સેન, શોકીન, રીચાર્ડસન, જોફ્રા આર્ચર, અર્શદ ખાન, રાઘવ ગોયલ, રમનદિપ સિંઘ, રોલે મેરેડિથ, સંદ્પ વરીયર, સ્ટુબસ
  • પંજાબ કિંગ્સ– ધંડા, ભાનુકા રાજપક્ષે, ગુરનુર સિંઘ, મેથ્યુ શોર્ટ, મોહિત રાઠી, રાજ અંગદ બવા, શાહરુખ ખાન
  • દિલ્હી કેપિટલ્સ– અમાન ખાન, વ્હેતન સાકરીયા, કમલેશ નાગરકોટી, મનીષ પાંડે, મુસ્તફીજુર રેહમાન. ફીલ સોલ્ટ, પ્રીયમ ગર્ગ, રોસો, રીપલ પટેલ, પોવેલ, સરફરાજ ખાન
  • કોલકાતા નાઈટ રાઈડર્સ– આર્યા દેસાઇ, ડેવીડ વાઇસ, ઝોંસન ચાર્લસ, ખેજરોલીયા, લીટન દાસ, લોકી ફર્ગ્યુસન, મનદીપ સિંઘ, એન.જગદિશન, શકીબ ઉલ હસન, શાર્દુલ ઠાકુર, ટીમ સાઉથી, ઉમેશ યાદવ
  • લખનૌ સુપર જાયન્ટ્સ – અરપીત ગુલજેરીયા, ડેનીયલ સેમ્સ, જયદેવ ઉનડકટ, કર શર્મા, કરૌણ નાયર, મનન વહોરા, શેગડે, સ્વપ્નીલ સિંઘ
  • રાજસ્થાન રોયલ્સ– અબ્દુલ પી.એ., આકાશ વશીશ્ટ, જેસન હોલ્દર, જો રૂટ, કરીઅપ્પા, આઅસિફ, કુલદીપ યાદવ, મુરુગન અશ્વિન, મ્કોય
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર– જોશ હેઝલવુડ, માઈકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, વેઇન પાર્નેલ, અવિનાશ સિંહ, સિદ્ધાર્થ કૌલ, કેદાર જાધવ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, ફિન એલન, સોનુ યાદવ
  • સનરાઇઝર્સ હૈદરાબાદ– હેરી બ્રુક, કાર્તિક ત્યાગી, અકીલ હુસૈન, આદિલ રાશિદ., વિવરંત શર્મા, સમર્થ વ્યાસ

IPL ની 17 મી સીઝન શરૂ થવાની આડે 4 મહિના જેવો સમય છે. એવામા તમામ ફ્રેન્ચાઇઝીઓ પોતાની ટીમ સેટ કરવાની તૈયારીમા વ્યસ્ત છે. ગુજરાત ટાઇટન્સ નો કેપ્ટન અને સ્ટાર ખેલાડી હાર્દિક પાંડયા મુંબઇ ઇન્ડીયન્સ મા વાપસી કરશે તેવા સમાચાર મળી રહ્યા છે. તેવામા ગુજરાત ટાઇટન્સ નો નવો કેપ્ટન કોણ બનશે તેની અટકળો એ જોર પકડયુ છે.છે.

IPL તમામ ફ્રેંચાઇઝીઓ દ્વારા તેમના રીટેઇન્ડ કરેલા એટલે કે જાળવી રાખેલા અને રીલીઝ કરેલા ખેલાડીઓનુ લીસ્ટ જાહેર કરવામા આવ્યુ છે. જેમા ગુજરાત ટાઇટન્સે તેના કેપ્ટન હાર્દિક પાંડયાને રીટેઇન્ડ કરી ત્યારબાદ મુંબઇ ઇન્ડીયન્સ સાથે સોદો કર્યો હતો. હવે હાર્દિક પાંડયા તેની જુની ટીમ મુંબઇ માથી ફરીથી રમતો જોવા મળશે.

અગત્યની લીંક

IPL ના ખેલાડીઓનુ લીસ્ટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
IPL Auction
IPL Auction

1 thought on “IPL Auction: તમામ ટીમો IPL ની તૈયારીમા વ્યસ્ત, આટલા ખેલાડીઓનો થશે ફેરફાર; જુઓ કોની થશે છુટ્ટી”

Leave a Comment

error: Content is protected !!