ગુણકારી વસ્તુઓ: આપણે સવારે ઊઠીને નાસ્તામાં અલગ અલગ વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હોઇએ છીએ. પરંતુ ક્યારેક આપણે એવી વસ્તુઓનું સેવન કરતા હોઇએ છીએ કે જે આરોગ્યને નુકશાનકારક હોય છે. તેની સૌથી પહેલી અસર પાચનતંત્ર પર થાય છે. પાચનતંત્ર ધીમું થવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. આ બધી વસ્તુઓથી બચવા માટે સવારે સીધો નાસ્તો કરવાની જગ્યાએ કેટલીક એવી વસ્તુઓનું સેવન કરવું જોઇએ, તેનાથી શરીરને બધાં તત્વો મળે અને આરોગ્યને પણ ફાયદો પણ થાય.
ગુણકારી વસ્તુઓ
બદામ ના ફાયદા
રોજ સવારે આખી રાત પલાળેલી બદામ ખાવાથી શરીરને જરૂરી તમામ પોષક તત્વો જરુરી માત્રામાં મળે છે. આખો દિવસ શરીરમાં ચુસ્તી અને સ્ફૂર્તિ રહે છે. ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીમાં પણ લાભકારી છે. બદામ નિયમિત ખાવાથી હાર્ટને હેલ્ધી રાખશે.
આ પણ વાંચો: ખજૂર ખાવાના ફાયદાઓ વાંચો
તુલસી ના ફાયદા
તુલસી ખૂબ જ ગુણકારી વસ્તુ છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, એન્ટી ઓક્સિડન્ટ જેવા તત્વો ભરપુર માત્રામાં હોય છે. આવા સંજોગોમાં શરીરને બીમારીઓથી બચવામાં મદદ કરે છે. ઘણા લોકો ચામાં તુલસી પાન નાખીને તેનું સેવન કરે છે, પરંતુ સવારે ખાલી પેટ તુલસીનાં પાનનું સેવન કરવાથી શરીરની ઇમ્યૂનિટી સ્ટ્રોંગ થાય છે અને સિઝનલ આવતી બીમારી શરદી અને તાવમાં પણ ખૂબ જ ફાયદો થાય છે.
અજમો ના ફાયદા
- અજમો ખોરાકમાં સ્વાદ વધારવાની સાથે હેલ્થ માટે પણ ફાયદાકારક છે.
- પેટની તકલીફો થી રાહત મેળવવા માટે અજમાનો ઉપયોગ કરવામાં આવે છે.
- અજમાનું પાણી વજન ઘટાડવાની સાથે અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરે છે.
- અજમાના બીજમાં ઘણા ખનિજ તત્વોનું મિશ્રણ હોય છે. જેનો ઉપયોગ શરીર માટે ખૂબ ફાયદાકારક છે.
- અજમાના બીજમાંથી તેલ નીકળે છે. જેનો ઉપયોગ દવા તરીકે થાય છે.
આ પણ વાંચો: ચા પીવાના ફાયદાઓ
ગ્રીન ટી ના ફાયદા
જે લોકો પોતાનાં વધુ પડતાં વજનથી પરેશાન છે, તે લોકોએ તો ખાલી પેટ હર્બલ કે ગ્રીન ટીનું સેવન કરવું જોઇએ. તેનાં સેવનથી વજન ઘટવાની થવાની સાથે સાથે ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બનેે છે. આ ઉપરાંત તે કેન્સર સામે લડવામાં મદદરૂપ છે. ગ્રીન ટીમાં રહેલ વિટામિન-ઈથી સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે. ગ્રીન ટી પીવાથી ચહેરાનો ગ્લો પણ વધે છે.
લીંબુ-મધ ના ફાયદા
રોજ સવારે હૂંફાળાં પાણીમાં લીંબુના રસનાં ટીપાં અને મધ મિક્સ કરીને પીવાથી શરીરની પાચનશક્તિ મજબૂત થાય છે. બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે. સાથે સાથે વજન પણ કન્ટ્રોલમાં રહે છે.
- શરીરની ઈમ્યુનિટી વધારે છે.
- હૃદયરોગ સામે રક્ષણ આપે છે
- બ્લડપ્રેશર કંટ્રોલ કરે છે
- વજન ઘટાડવા માટે ઉપયોગી
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
તુલસી મા કયા તત્વો રહેલા હોય છે ?
વિટામિન, કેલ્શિયમ, આયર્ન, એન્ટી ઓક્સિડન્ટ જેવા તત્વો હોય છે.
1 thought on “ગુણકારી વસ્તુઓ: રોજ સવારે કરો આ વસ્તુઓનુ સેવન, રહેશો ફીટ; પાચનતંત્રના રોગ થશે જડમૂડથી દૂર”