કમોસમી વરસાદ: 1 થી 5 તારીખમા આટલા જિલ્લાઓમા છે માવઠાની આગાહિ, હવામાન વિભાગે આપી આગાહિ

કમોસમી વરસાદ: માવઠુ આગાહિ: હવામાન આગાહિ: અંબાલાલ આગાહિ: રાજયમા હાલ શિયાળો પુરો થવાને આરે છે. અને ગરમીઓની ધીમે ધીમે શરૂઆત થતી જાય છે. સવાર સાંજ ઠંડી પડે છે તો બપોરે ગરમી અને તાપ પડે છે. એવામા કમોસમી વરસાદ માવઠાની આગાહિ સામે આવી રહિ છે. હવામાન વિભાગે તા. 1 થી 5 માર્ચ મા કમોસમી વરસાદ માવઠુ થવાની આગાહિ કરી છે. તો રાજયના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ તારીખોમા પવન સાથે વરસાદ પડવાની આગાહિ કરી છે.

કમોસમી વરસાદ

રાજયમા હાલ ખેતીનો શિયાળુ પાક જીરુ, ઘઉ, લસણ,બાજરી વગેરે તૈયાર થઇ રહ્યો છે એવામા કમ્સોઅમી વરસાદ ની આગાહિથી ખેડૂતોની ચિંતામા વધારો થયો છે અને ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળે તેવી નોબત ઉભી થઇ છે. રાજયન હવામાન વિભાગે આગામી તા. 1 થી 5 માર્ચ મા રાજયના અનેક જિલ્લાઓમા કમોસમી વરસાદ પડવાની આગાહિ કરી છે. ચાલો જાણી હવામાન વિભાગની આગાહિ અનુસાર કયા જિલાઓમા કમોસમી વરસાદ પડવાની શકયતા રહેલી છે.

હવામાન વિભાગની આગાહિ અનુસાર રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગ દ્વારા રાજયના અનેક જિલ્લાઓમા કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે. જેમાં 1 માર્ચથી 3 માર્ચ સુધી કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. જો કે, આ કમોસમી વરસાદની આગાહી ને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો: શિષ્યવૃતિ પરીક્ષા: ધોરણ 6 અને 9 ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃતિ, આ રીતે ભરો ઓનલાઇન ફોર્મ

આ જિલ્લાઓમા છે વરસાદની આગાહિ

હવામાન વિભાગની આગાહિ અનુસાર 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર અને દાહોદ સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. જ્યારે 2 માર્ચે નવસારી, વલસાડ, ગીર સોમનાથ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. 3 માર્ચે સુધી જુદા જુદા જિલ્લાઓમા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે.

ઉલ્લેખનીય છે કે, આગામી સમયમા લઘુત્તમ તાપમાનમાં થોડો ફેરફાર થશે એટલે કે, 1 ડિગ્રી તાપમાન વધી શકે છે. આજે અમદાવાદમાં 20 ડિગ્રી જેટલુ તાપમાન નોંધાયું હતુ ઉલ્લેખનીય છે કે હાલ ખેતીમા શિયાળું પાક રાયડો, જીરૂ સહિતના પાક તૈયાર થઈ ગયા છે ત્યારે ફરી કમોસમી વરસાદ રૂપી મુસીબત ભર્યા માવઠાની આગાહી કરતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.

આ પણ વાંચો: મફત પ્લોટ યોજના ફોર્મ: ગ્રામ્ય વિસ્તારમા મળશે 100 ચો.મી. ના મફત પ્લોટ, જાણો પુરી પ્રોસેસ

અંબાલાલ ની આગાહિ

ગુજરાત મા હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. પરંતુ લોકોએ હવે બેવડી નહીં પરંતુ ત્રેવડી ઋતુનો અનુભવ કરવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે હાલ સવાર સાંજ શિયાળાની ઠંડી પડી રહિ છે તો બપોરે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી પડી રહી છે. તો દિવસ દરમિયાન ધોમ્ધખતા તાપનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ પહેલી માર્ચથી 3 માર્ચ સુધી ઠંડી, ગરમીની સાથે વરસાદ પણ થવાની આગાહિ કરવામા આવી છે. ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ થવાની ની હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવો વરસાદ થશે જેનાથી ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

રાજયમા કયા કયા જિલ્લામાં વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે તેની વાત કરીએ તો, ઉત્તર ગુજરાત ના વિવિધ જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી તથા મધ્ય ગુજરાત ના વિવિધ જિલ્લા જેવા કે મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી, તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહિ છે.

આ તારીખોમા વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. અંદાજીત 45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામા આવી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Leave a Comment

error: Content is protected !!