સાયક્લોન એલર્ટ: બિપોરજોય વાવાઝોડુ: અરબી સમુદ્રમાં સક્રિય બિપોરજોય વાવાઝોડું વધુ આક્રમક બની રહ્યુ છે. વાવાઝોડું 8 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આગળ ગ્તિ કરી રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમા ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. વાવાઝોડું નજીક આવતા દરિયો ગાંડોતૂર બની રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાત માટે આગામી 36 કલાક ખૂબ જ મહત્વના બની રહેશે. વાવાઝોડાને લઈને ગુજરાતના બે જિલ્લા કચ્છ અએન દેવભુમિ દ્વારકામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સાયક્લોન એલર્ટ
ગુજરાતના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે.
આ અંગે વાત કરીએ તો મોરબી, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમા ભારે પવન સાથે વરસાદની પડવાની આગાહી કરવામા આવી છે. તો રાજકોટ અને જૂનાગઢ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોરબી, જામનગર અને પોરબંદર આ 3 જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: બંદર પર લગાવાતા સિગ્નલ નો અર્થ: જાણો કયા નંબરનુ સિગ્નલ ક્યારે લગાવવામા આવે છે
3 જિલ્લાઓમા છે રેડ એલર્ટ
આવતીકાલે ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે.
15 જૂનના રોજ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામા આવ્યું છે. 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. તો મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે. તો 16 જૂને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે.
ગામવાઇઝ પવનની સ્પીડ
ડીઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી જે જિલ્લાઓમા જે ગામોમા વાવાઝોડાની અસર થવાની સંભાવના છે ત્યા કેટેલી પવનની ઝડપ રહેશે તેના માટે લીસ્ટ જાહેર કરેલ છે. આ PDF ડાઉનલોડ કરવાની લીંક નીચે મુજબ છે.
અગત્યની લીંક
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ | અહિ કલીક કરો |
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |