લૂ થી બચવાના ઉપાયો: Tips to cure Heatstroke: હાલ શિયાળાની ઠંડી એ વિદાઇ લીધી છે અને ઉનાળાની કાળઝાળ ગરમી અને લૂ પડવાની શરૂઆત થઇ ગઇ છે. ઉનાળામા ફૂંકાતા ગરમ પવન ને લૂ કહેવામા આવે છે. સતત તડકામાં રહેવાથી લૂ એટલે કે હીટ સ્ટ્રોક લાગવાની સમસ્યા ઉદભવી શકે છે. હાલ બેવડી ઋતુ નો અનુભવ થઇ રહ્યો છે. આવા વાતાવરન મા સ્વાસ્થ્ય નુ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. અન્યથા સવારે ઠંડી અને બપોરે આકરા તાપમા અચાનક વધી રહેલું તાપમાન સ્વાસ્થ્ય માટે જીવલેણ પણ સાબિત થઇ શકે છે, દર વર્ષે ગરમી અને લૂ લાગવાથી અનેક લોકોના અવસાન થવાના સમાચાર આપણે સાંભળતા હોઇએ છીએ.
લૂ થી બચવાના ઉપાયો
ઉનાલા ની આકરી ગરમી અને લૂ થી બચવા માટે યોગ્ય ઉપાયો અજમાવવામા ન આવે તો બપોરના ધોમ ધખતા તાપમા ગરમી અને લૂ લાગવાના બનાવો બની શકે છે. ગરમી અને લૂ થી બચવા માટે નીચેના જેવા ઉપાયો અજમાવી શકાય.
- ગરમીના દિવસોમાં ભૂખ્યા પેટે બહાર તડકામા નીકાળવાનુ ટાળો. ભૂખ્યા રહેવાથી શરીરમા એનર્જી લેવલ ઓછુ થઇ જાય છે. જેના કારણે લૂ અને ગરમી લાગવાની સંભાવના વધી જાય છે.
- ઘરમા, ઓફીસ મા કે વાહનમા એ.સી. મા રહેવાનુ થાય અને અચાનક બહાર તડકામા નીકળવાનુ થાય તો ગરમી અને લૂ લાગવાની સંભાવના વધી જાય છે. તેથી ઠંડા વાતાવરણ માથી સીધુ બહાર તડકામ જવાનુ ટાળો.
- ગરમીના દિવસોમાં આખો દિવસ શક્ય એટલુ વધુ પાણી પીવુ જેથી શરીરમા પાણીનુ પ્રમાણ ન ઘટે.
- બહાર તડકામા થી આવી સીધુ પાણી પીવાનુ ટાળો. થોડો સમય બાદ પાણી પીવુ. શરીરને થોડી વાર વાતાવરણ સાથે અનુકૂલન સાધે ત્યાર બાદ જ પાણી પીવો અને એકદમ ઠંડુ પાણી પીવું જોઈએ નહીં.
આ પણ વાંચો:
- શરીરમા વધુ ગરમી થતી હોય તરત ઠંડું પાણી નહીં પીવું જોઈએ, જે ખતરનાક સાબિત થઈ શકે છે.
- ગરમીઓ મા સીઝનલ આવતા ફળ જેવા કે જેમાં કેરી લીચી તરબૂચ, મોસંબી વગેરે વધુ લેવા જોઇએ જે લૂ થી બચાવે છે આ સિવાય દહી,મઠ્ઠો, છાશ, લસ્સી, કેરીનું શરબત વગેરે નુ સેવન પણ કરવુ જોઇએ.
- ગરમીના દિવસોમાં સરળતાથી પાચન થઇ શકે તેવુ હળવું ભોજન કરવું જોઇએ પરંતુ તેનો અર્થ એવો પણ નથી કે જરૂર કરતા ઓછો ખોરાક લેવો. શરીર મા એનર્જી જળવાઇ રહે તે પણ જરૂરી છે.
- શાકભાજીના જ્યુસ કે સુપ બનાવી અને પણ પી શકો છો જેનાથી પણ લૂ મા રાહત મળે છે.
- ગરમીની ઋતુમાં ગોળ, ટમેટાની ચટણી, નાળિયેર અને પેઠા જેવી વસ્તુઓ લૂ ગારવા સામે રાહ્ત આપે છે.
- ઘરગથ્થુ ઉપચાર જોઇએ તો તડકામાંથી આવ્યા બાદ ડુંગળીનો રસ મધમાં ભેળૅવી અને ચાટો, તેનાથી પણ લૂ ઓછી લાગે છે.
- ડુંગળીને ઘસીને નખ પર લગાવવાથી લૂ ઓછી લાગે છે એટલું જ નહિ કાચી ડુંગળી ખાવાથી પણ લૂ સામે રક્ષણ મળે છે.
- લૂ લાગે તો કાચી કેરીનો લેપ શરીર પર લગાવવાથી ઘણી રાહત મળે છે.
- લૂ થી બચવા માટે કેરીના ગોટલાને પગના તળિયે ઘસી શકાય અને માલિશ પણ કરી શકાય.
- ગરમીના કારણે શરીરમાં અડાય જેવુ થઈ જાય તો ચણાના લોટ ને પાણીમાં ભેળવી અને તે જગ્યા પર લગાવવાથી તેમા રાહત થાય છે.
- ફુદીનાના શરબતમાં જીરું અને લવિંગના પાવડર મિક્સ કરી પી શકાય છે.
- શરબતમાં બરફ નાખી પી શકાય છે.
- ગરમીના સમય દરમિયાન ઘરના હળવા ખોરાકનો જ ઉપયોગ કરવો જોઇએ. વધારે મસાલેદાર ખોરાકથી પાચન ખરાબ થઇ શકે છે.
- જ્યારે તમે ઘરની બહાર જવાનુ થાય ત્યારે આછા અને શરીર ને હવા મળી રહે તેવા કપડા પહેરવાનો આગ્રહ રાખો.
- કાચી કેરી ખાવાથી લૂ ઓછી લાગે છે.
- ઉનાળામા ફ્રીઝ ના ઠંડા પાણી કરતા માટલાનુ પાણી પીવાનો આગ્રહ રાખો.
ઉનાળાની ગરમી મા લૂ ન લાગે તે માટે ખાસ કાળજી રાખવી જોઇએ. છતા કોઇ વ્યકતિને ગરમી અને લૂ લાગે તો તાત્કાલીક પ્રાથમિક સારવાર આપી અને આરોગ્ય કેન્દ્ર મા સારવાર કરાવવી જોઇએ.
અગત્યની લીંક
| Voter List 2024 Official Website | અહિં ક્લીક કરો |
| E-EPIC DOWNLOAD Official Website | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

1 thought on “લૂ થી બચવાના ઉપાયો: ઉનાળાની કાળઝાળ ગરમી અને લૂ થી બચવા કરો આટલા ઉપાય”