Surya Grahan 2024: solar Eclipse 2024: સૂર્ય ગ્રહણ એ ખગોળીય ઘટના છે. વર્ષ 2024 નુ પ્રથમ સૂર્ય ગ્રહણ સોમવારે થયુ હતુ. ઉલ્લેખનીય છે કે છેલ્લા 50 વર્ષ નુ આ સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ હતુ. જે 5 કલાક અને 25 મીનીટ સુધી ચાલ્યુ હતુ. આ સૂર્ય ગ્રહણ ભારત મા દેખાયુ નહોતુ. યુ.એસ., કેનેડા અને મેક્સીકો મા સૂર્ય ગ્રહણ જોવા મળ્યુ હતુ.
Surya Grahan 2024
છેલ્લા સાત વર્ષમાં એક દુર્લભ સંપૂર્ણ સૂર્યગ્રહણ સોમવારે થયુ હતુ. આ સૂર્ય ગ્ર્હણે મેક્સિકોના પેસિફિક દરિયાકાંઠા મા સંપૂર્ણ અંધકાર છવાઇ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે આ સૂર્ય ગ્રહણ ભારતમા દેખાયૂ નહોતુ. જેથી તેનો સૂતકકાળ પણ ભારતમા માન્ય નહોતો. યુ.એસ. મા દેખાયેલા આ સૂર્ય ગ્રહણ મા મોટાભાગના ભાગોમાં ઓછામાં ઓછું આંશિક રીતે સૂર્ય ગ્રહણ દ્રશ્યમાન થયુ હતુ. આ અદભુત ખગોળીય ઘટનાને નિહાળવા માટે જોવા માટે ખગોળીય ઘટના મા રસ ધરાવતા લાખો સ્કાઇવોચર્સ ભેગા થયા હતા.
આ પણ વાંચો: Pushpa 2 Release Date: પુષ્પા 2 ની રીલીઝ ડેટ ડીકલેર, આ તારેખ થી મચાવશે ધૂમ
સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે જેમા ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થવાથી સૂર્યનો પ્રકાશ સંપૂર્ણ અથવા આંશીક રીતે પૃથ્વી પર પહોંચતો નથી.
ઉત્તર અમેરિકામાં આ અદભુત ખગોળીય ઘટના ને નિહાળવા માટે સ્ટારગેઝર્સ અને વૈજ્ઞાનિકો ભેગા થયા હતા.
મેક્સીકન બીચ રિસોર્ટ શહેર મઝાટલાન ઉત્તર અમેરિકામાં આ ખગોળીય ઘટના ને જોવા માટેનું પ્રથમ મુખ્ય સ્થળ હતું. આ ઘટનાને જોવા માટે દરિયાકાંઠે હજારો લોકો એકઠા થયા હતા.
અંતરિક્ષ એજન્સી નાસાએ X પર આ ખગોળીય ઘટનાનો એક વીડિયો શેર કર્યો હતો અને લખ્યું, ‘અમે 2024 ના સંપૂર્ણ સૂર્યગ્રહણના પ્રથમ ઈમેજીસ મેળવી રહ્યા છીએ કારણ કે તેનો પડછાયો મેક્સિકોના માઝાટલાનમાં લેન્ડફોલ થાય છે.’
નિષ્ણાંતોએ નરી આંખે સૂર્ય ગ્રહણ જોવાથી આંખો ને નુકશાન ન થાય તે માટે રક્ષણાત્મક સૌર ચશ્માનો ઉપયોગ કરવાની વિનંતી કરી હતી.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
1 thought on “Surya Grahan 2024: સૂર્ય ગ્રહણ ની અદભુત ઈમેજ, રીંગ્સ ઓફ ફાયર મા ફેરવાઇ ગયો સૂર્ય”