Teeth Care Tips: આપણા દાંત પરથી આપણી પર્સનાલિટી પડતી હોય છે. આવામા પીળા દાંત પર્સનાલિટીને ખરાબ કરવાનું કામ કરે છે. ઘણા લોકોના દાંત પીળા હોય છે. પીળા દાંતને ચમકાવી સફેદ કરવા માટે લોકો જાતજાતના નુસખાઓ અજમાવતા હોય છે. પીળા દાંત અનેક વાર આપણને જાહેરમા શરમમાં મુકે છે. આ સ્થિતિમાં પીળા દાંત ચમકાવવા માટે તમે પણ આ દેશી ઉપાય અજમાવી શકો છો. આ ઘરેલું ઉપાય તમને ઝડપથી રિઝલ્ટ આપવાનું કામ કરે છે. તો જાણીએ Teeth Care Tips માટે ઉપાયો અજમાવી પીળા દાંતને નેચરલી રીતે સફેદ કેમ કરવા ?
Teeth Care Tips: પીળા દાંત સફેદ કરવા
આજે આપણે કેટલાક એવા ઘરેલુ ઉપાયો જોશુ જે દાંતોની પીળાશને દૂર કરવા (Teeth Care Tips) સાથે તેને મજબૂત પણ બનાવશે.
બેકિંગ સોડા અને લીંબુ નો ઉપયોગ
સોડિયમ બાઇકાર્બોનેટ જેને બેકિંગ સોડા પણ કહેવામા આવે છે. લગભગ દરેક લોકોના ઘરના રસોડામાં બેકિંગ સોડા હોય જ છે. આ ઉપાય સરળ છે અને દાંતને ચમકાવવાનું પણ કામ કરે છે. આ એક એસિડિક છે અને મોંની અંદર એસિડિક પીએચને ઓછુ કરવામાં મદદ કરે છે.
લીબુનો રસ: લીંબુના રસ ના ઘણા ઔષધિય ગુણો રહેલા છે. લીંબુની પ્રકૃતિ એસિડિક છે જે દાંતની પીળાશને ઓછી કરી શકે છે. આ માટે એક મોટી ચમચી બેકિંગ સોડા લો અને એમાં એક ચમચી લીંબુનો રસ લો. આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરીને ટૂથબ્રશની મદદથી દાંતની સફાઇ કરો. 2 થી 3 મિનિટ રહીને પાણીથી કોગળા કરીને મોં ધોઇ લો. આમ કરવાથી તમારા દાંત ચમકી ઉઠશે.
નારિયેળ તેલ નો ઉપયોગ
પીળા દાંતને ચમકાવવા માટે નારિયેળ તેલ પણ ઉપયોગી છે. નારિયેળ તેલ મા અનેક ગુણો રહેલા છે. આ માટે તમે આંગળીની મદદથી નારિયેળ તેલ દાંત પર લગાવો અને મસાજ કરો. પછી કોગળા કરી લો. નારિયેળ તેલમાં રહેલું લૌરિક એસિડ દાંતોમાં પ્લાક થતા બેક્ટેરિયાને ખતમ કરે છે અને સફેદ બનાવવામાં મદદ કરે છે.

પીળા દાંત સફેદ કરવા ઘરેલુ ઉપાય
- ધૂમ્રપાન તંબાકૂ નુ સેવન કરવાનુ ટાળવુ જોઇએ.
- સ્ટ્રોબેરી જે એક નેચરલ વ્હાઈટનિંગ એજંટ છે જે સ્લાઈવાના પ્રોડક્શનને વધારીને દાંતને સફેદ બનાવે છે. એક સ્ટ્રોબેરીને મેશ કરી લો અને ટૂથબ્રશની મદદથી દાંત પર હળવે હાથે રગડો અને 5 મિનિટ પછી ધોઈ લો.
- તુલસી મોઢુ અને દાંતના રોગથી આપણને બચાવે છે. તેના પાનને તાપમાં સુકાવીને પાવડર બનાવી પછી ટૂથપેસ્ટમાં મિક્સ કરીને રોજ બ્રશ કરો. પીળાશ આપમેળે જ દૂર થઈ જશે.
- મીઠામાં સોડિયમ અને ક્લોરાઈડ બંનેનુ મિશ્રણ હોય છે. જે દાંતની પીળાશને ઓછી કરવામાં મદદ કરે છે. પણ તેના વધુ ઉપયોગથી દાંતના ઈનેમલને નુકશાન પહોંચી શકે છે. આમ તો મીઠુ અને સરસવના તેલથી દાંત ચમકવવાના નુસ્ખા ખૂબ જૂના છે. બસ ચપટીભર મીઠામાં 2-3 ટીપા તેલના મિક્સ કરીને દાંત સાફ કરો. તેનાથી મસૂઢાને નુકશાન પણ નહી થાય.
- લીમડામાં દાંત સફેદ બનાવાઅ અને બેક્ટેરિયા ખતમ કરવાના અનોખા ગુણ જોવા મળે છે. રોજ લીમડાના દાતણથી દાંત સાફ કરો.
- એક લીંબૂનો રસ કાઢીને તેમા સમાન માત્રામાં જ પાણી મિક્સ કરો. ખાધા પછી આ પાણીથી કોગળા કરો. રોજ આવુ કરવાથી દાંતની પીળાશ અને શ્વાસની દુર્ગંધ દૂર થઈ જાય છે.
- સંતરાના છાલટા અને તુલસીના પાનને સુકાવીને પાવડર બનાવી લો. બ્રશ કર્યા પછી આ પાવડરથી દાંત પર હળવેથી રોજ મસાજ કરો.
દાંતની પીળાશ
દાંતની પીળાશ સામાન્ય રીતે બે પ્રકારની હોય છે.
- પ્રથમ પ્રકારમા દાંતની સપાટી પર ચોટેલા ડાધા, છારી કે પ્લાકથી. આ પ્રકારની પીળાશ થવાના કારણો જોઇએ તો નિયમિત રીતે દાંતની સફાઈ ન થાય, તમાકુ કે ધુમ્રપાનથી કે ચા –કોફી જેવા પીણા વગેરે જેવા કારણો જવાબદાર છે. આ પ્રકારની પીળાશ ખાસ કરીને બે દાંતની વચ્ચે, પેઢા પાસે તેમજ નીચેના આગળના દાંતની પાછળની સપાટીએ વધુ જોવા મળે છે.
- બીજા પ્રકારની પીળાશ જોઇએ તો દાંતના ખામી યુક્ત બંધારણને કારણે હોય છે, જે કુદરતી હોય છે. મોટાભાગના કિસ્સામાં દાંતની પીળાશના અન્ય કારણો જેમકે ગર્ભાવસ્થા દરમિયાન કે બાળકની નાની ઉમરમાં (બાર વર્ષ થી નીચે) દરમિયાન ટ્રેટાસાયક્લીન એન્ટીબાયોટીક દ્વાઓનો વધારે ઉપયોગથી તેની આડઅસરના કારણે દાંતનું બંધારણ ખામીયુક્ત હોવાની શકયતાઓ રહેલી છે.
પીળા દાંત કોઇને ગમતા નથી આવામા લોકો પીળા દાંત સફેદ કરવા માટે અનેક નુસખા અજમાવતા હોય છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
દાંતને લાંબા સમય સુધી મજબુત રાખવા શું કરવુ જોઇએ ?
દાંતને લાંબા સમય સુધી મજબુત રાખવા તંબાકુ,માવા ના સેવનથી દુર રહેવુ જોઇએ.
Teeth Care Tips સિવાય પણ જો તમને કોઈ હેલ્થ સાથે સંકળાયેલ કોઈ સમસ્યા હોય તો, આ આર્ટિકલની નીચે કમેન્ટ કરી જણાવો. અને જો તમને અમારો આ કિડની હેલ્થ ટીપ્સ વાળો લેખ ગમ્યો હોય તો, તેને લાઈક આપી અને શેર ચોક્કસથી કરજો. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો હેલ્ધી ચાર્ટ સાથે. અને અમારા વોટ્સએપ ગ્રૂપને જોઈન કરો
4 thoughts on “Teeth Care Tips: પીળા દાંત સફેદ કરવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાય”