Tips For CNG Car: અત્યારે મોંઘવારીના સમય માં લોકો પેટ્રોલ કે ડીઝલ કાર ના બદલે CNG કાર ખાસ પસંદ કરે છે. કારણકે પેટ્રોલ અને ડીઝલ કરતાં પણ CNG માં કાર ચલાવવા થી લોકો ને આર્થિક રીતે ઘણો ફાયદો થાય છે. અને હમણાં હમણાં બધી જગ્યા એ CNG પંપ સહેલાઈ થી મળી શકવાના કારણે લોકો CNG તરફ વળ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે CNG કાર માં આપણે ઘણી કાળજી પણ રાખવી પડે છે, નહીં તો કાર ચાલક તથા પરિવાર મુશ્કેલી માં મુકાઇ શકે છે. અને તેમાં પણ ખાસ કરી ને અત્યારે ઉનાળો ચાલી રહ્યો હોય ઉનાળા માં આ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. ચાલો આપણે જાણીએ કે ઉનાળા માં આપળે કઈ કઈ કાળજી રાખવી જોઈએ.
Tips For CNG Car: સામાન્ય રીતે આ કાળજી રાખવી જોઈએ
નીચે જણાવેલ ટિપ્સ / Tips For CNG Car સીએનજી વાળી કારમાં રાખવી જોઈએ.
- જ્યારે પણ CNG કારમાં ગેસ ભરાવો ત્યારે એ ધ્યાન રાખવું જોઈએ કે કારમાં કોઈ બેઠેલું ન હોવું જોઈએ.
- CNG ના પ્રેસર મીટર ચાલે છે કે નહીં.
- ISI માર્ક વળી કીટ જ વાપરવી.
- કાર માં રાખેલી CNG બોટલ હલકી તો નથી તે જોઈ લેવું.
- ગેસ ભરવ્યા પછી બોટલ નું હેન્ડલ સરખું બંદ છે કે નહીં તે ચેક કરવું.
Tips For CNG Car: ઉનાળાની ગરમી ના સમય દરમ્યાન CNG કાર માં ઉપર જણાવ્યા સિવાય અન્ય કેટલીક બાબતો નું ધ્યાન રાખવું જોઈએ. ઉનાળાના સમયમાં દેશના ઘણા બધા ભાગ માં ગરમીનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. આપણને ઘણી વખત સવાલ થાય કે આવી ગરમીમાં કાર માં CNG રાખવાથી કઈ નુકશાન તો નહીં થાય ને? આવા પ્રસ્નો ઘણા લોકો ના માન માં ઉદભવે છે. આજે અહી ઉનાળાની ગરમીમાં પણ CNG કારની કાળજી કેવી રીતે રાખવી તે જોઈએ.
હમેશા કાર ચલાવવાની શરુઆત પેટ્રોલમાં કરવી
Tips For CNG Car 1: અત્યારે લેટેસ્ટ ટેકનૉલોજી વાળી કાર આવે છે. અને તેમાં તો ઓલરેડી કાર ની શરૂવાત પેટ્રોલ થી જ થાય છે અને ત્યારબાદ તે ઓટોમેટિક CNG માં કન્વર્ટ થઈ જાય છે. પરંતુ જો તમારી પાસે કાર માં આ સુવિધા ના હોય તો શરૂવાત માં કાર 1 કિલોમીટર સુધી પેટ્રોલ માં ચલાવવી જોઈએ અને ત્યારબાદ જ કાર ને CNG માં ચલાવવી જોઈએ. આવું કરવાથી તમારી કાર ને જરૂરી લ્યુબ્રિકન્ટ મળી જાય છે અને તેનાથી કાર ના એન્જિન ને નુકશાન ઓછું થાય છે. જો કાર સીધી જ CNG માં સ્ટાર્ટ થાય તો ક્યારેક સ્પાર્ક થવાની સાથે આગ લાગવાની શક્યતા રહેલી છે.
આ પણ વાંચો: ઉનાળાની કાળઝાળ ગરમી, લૂ થી કેમ બચવુ; શું કરવુ ? શું ન કરવુ ?
કાર ની સમયાંતરે સર્વિસ કરાવવી જોઈએ
Tips For CNG Car 2: સામાન્ય રીતે લોકો નવી કાર લીધા પછી કંપની દ્વારા ફ્રી સર્વિસ આપવામાં આવે ત્યાં સુધી જ સર્વિસ કરાવે છે અને પછી કારની સર્વિસ થતી હોતી નથી અને પછી કાર માં કોઈ તકલીફ પડે ત્યારે સામાન્ય ગેરેજ માં જઈને કારનું રિપેરિંગ કરવામાં આવે છે. ખરેખર આવું ના કરવું જોઈએ અને સમયે સમયે કાર ની સર્વિસ કરાવવી જોઈએ. કંપની દ્વારા બનાવેલી કાર ની કંપની પાસે સંપૂર્ણ માહિતી હોય છે અને તે કાર માં નાનામાં નાની ખામી સોધી અને તેને દૂર કરી શકે છે. તેથી નિયમિત રીતે કાર ની સર્વિસ કરાવવી જોઈએ.
CNG કિટની સર્વિસ મહત્વની છે.
Tips For CNG Car 3: જ્યારે પણ CNG કીટ ફીટીંગ કરવામાં આવે ત્યારે જ તેની એક્સપાયરી ડેટ અને સર્વિસ વિષે પૂરી માહિતી આપવામાં આવે છે. મોટે ભાગે કીટ માં કોઈ તકલીફ આવતી નથી પરંતુ જો કીટ માં કોઈ તકલીફ ના હોય તો પણ સર્વિસ ના સમયે CNG કીટ ની સર્વિસ કરાવવી જોઈએ. એટ્લે કે તમને સર્વિસ નો સમય 15000 કિલોમીટર કહેવામા આવ્યો હોય તો તમારે 14000 કિલોમીટર કાર ચલાવ્યા બાદ તેની સર્વિસ કરાવવી જરૂરી છે. આગમચેતી વાપરવાથી ઘણી વખત મોટી તકલીફો આવતા રોકી શકાય છે.
આ પણ વાંચો: ઉનાળામા તરબૂચ ખાવાના ફાયદા
ક્ષમતા કરતાં ઓછી રિફિલ કરો
Tips For CNG Car 4: CNG કાર માં આપવામાં આવેલ સિલિન્ડરને ક્યારે પણ ફુલ ભરવા જોઈએ નહીં. ખાસ કરીને ગરમીમાં કારણકે ગરમ વાતાવરણ હોય ત્યારે થર્મલ વિસ્તરણ પ્રોબ્લેમ ના લીધે આવી સલાહ આપવામાં આવે છે. જો તમારા સિલિન્ડર ની રીફિલ કરવાની ક્ષમતા 10 લિટર હોય તો ફક્ત 9 લિટર જ ભરવું જોઈએ. સીએનજી પૂરું થઈ જશે તો પણ કાર માં પેટ્રોલ નો વિકલ્પ તમારી પાસે છે જ એટ્લે એ ટેન્શન લીધા વગર જ સલામતી મહત્વની છે.
CNG બોટલની એક્સપાયરી ડેટ
Tips For CNG Car 5: તમે જે CNG સિલિન્ડર વાપરો છો તેની એક્સપાયરી જાણવી ખુબજ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે કોઈ પણ સિલિન્ડર નું આયુષ્ય 15 વર્ષ સુધી નું હોય છે. તે પૂર્ણ થયા બાદ પણ કાર ચાલે જ છે. તેમ છતાં તમારે એક્સપાયરી તપાસવી જરૂરી છે.
આ પણ વાંચો: પીળા દાંત સફેદ કરવા માટે ટીપ્સ
કાર ને હમેશા છાંયડામાં પાર્કિંગ કરો
Tips For CNG Car 6: જ્યાં સુધી શક્ય થાય ત્યાં સુધી કાર ને છાયામાં જ પાર્ક કરવું જોઈએ. અથવા સીએનજી વાહન સેડમાં જ પાર્કિંગ કરવું જોઈએ. કારણકે સખત સૂર્યપ્રકાશ કારની અંદર કેબિન નું તાપમાન વધારી દે છે. જો આખો દિવસ અથવાતો દિવસનો મોટો ભાગ બહાર પાર્કિંગ કરવી પડે તેમ હોય ત્યારે કારને શેડ વાળી જગા પર જ પાર્ક કરવી.
નિયમિત હાઈડ્રો-પરીક્ષણ કરવું
Tips For CNG Car 7: CNG સિલિન્ડરોનું દર ત્રણ વર્ષ બાદ હાઇડ્રો-પરીક્ષણ કરવું પડે છે. આવું કરવાથી આપણે એ જાણી શકીએ છીએ કે સિલિન્ડરમાં કોઈ પ્રકારનું લિકેજ અથવાતો નુકસાન નથી અને સિલિન્ડર હવે પછી પણ વાપરી શકાશે કે નહીં. ઉનાળાની ગરમીમાં ઊંચા તાપમાને જોતા આ જરૂરી છે.
આ પણ વાંચો: અનિંદ્રા ઉપાયો: શું રાત્રે બરાબર ઊંઘ નથી આવતી ? તમારી લાઇફસ્ટાઇલમાં કરો આ ફેરફાર
સારી કંપનીની CNG કીટ
Tips For CNG Car 8: તમે CNG કીટ ફિટ કરવો છો તો જો તમે કોઇ સ્થાનિક મિકેનિક પાસે ફીટીંગ કરવો ત્યારે હમેશા સારી કંપનીની કીટ જ ફીટીંગ કરવો. એ નક્કી કરવું જરૂરી છે કે કીટ પ્રમાણિત છે કે નહી અને તેને ફિટિગ કરનાર મિકેનિક સક્ષમ અધિકારીઓ સાથે નોંધાયેલ છે કે નહીં. જો ઓછી કિંમત જોઈને અથવા અજાણી કંપની પાસે CNG કિટ ફીટ કરાવવાથી ક્યારેક કારમાં નજોઈતું વાઈબ્રેશન, એક્સેલેરેશન ઈરેગ્યુલર થાય, વગેરે જેવી નાની મોટી તકલીફો ઉભી થઈ શકે છે.
સ્પાર્ક પ્લગ રિપ્લેસ કરાવો
Tips For CNG Car 9: જ્યારે કાર CNG પર ચાલતી હોય ત્યારે સ્પાર્ક પ્લગ વહેલો પૂરો થઈ જાય છે. આ સમસ્યાને તમે બે રીતે ઉકેલી શકો છો. એક તો સીએનજી માટે બનાવેલો સ્પેસિયલ પ્લગ વાપરો અથવા તો તમારા મિકેનિક ને કહી ને સ્પાર્ક મેટાલિક ટીપ ની વચ્ચે થોડી જગ્યા રાખી શકો છો. અને તેના સિવાય પણ તમે જાતે સ્પાર્ક પ્લગ બદલતા શીખી અને વધારાના પ્લગ સાથે પણ રાખી શકો છો.
આ પણ વાંચો: ઉનાળામા માટલાનુ પાણી પીવાના ફાયદાઓ
સાવ ગેસ ખાલી થઈ જાય ત્યાં સુધી કાર ન ચલાવવી
Tips For CNG Car 10: જ્યારે કારની CNG ટેન્ક માં ગેસ ઓછો થઈ જયાં છે ત્યારે પ્રેસર પણ ઓછું થવા લાગે છે અને તેના કારણે જ વાલ્વ પર દબાણ વધી જાય છે. અને આવું થવાથી વાલ્વ ફાટી જવાનું જોખમ વધી જાય છે. તેથી વાલ્વને નિયમિત રીતે બદલતા રહેવું જોઈએ અને ગેસ સાવ ખાલી થઈ જાય ત્યાં સુધી કાર ચલાવવી જોઈએ નહીં.
કારમાં ફાયર સેફ્ટી બોટલ સાથે રાખવી
Tips For CNG Car 11: ઉપરના જણાવેલ ઉપાયો સાથે સાથે કારમાં ફાયર સેફ્ટીની બોટલ પણ સાથે રાખવી જોઈએ. તેથી કોઈ જો અચાનક કોઈ સમસ્યા ઉભી થાય તો આપળે મોટી દુર્ઘટના થતાં રોકી શકીએ છીએ.
જો તમે કારમા CNG કીટનો ઉપયોગ કરતા હોય તો અમુક સાવચેતીઓ અચુક રાખવી જોઇએ. જેથી કોઇ દુર્ઘટના બનતી અટકાવી શકાય. CNG કારમા અવાર નવાર લાપરવાહિ ને કારણે અમુક અકસ્માતો થતા હોય છે તેવુ આપણે સાંભળતા હોય છે.
વધુ માહિતી માટે | અહી કલીક કરો |
ગૂગલ ન્યુસ પર ફોલો કરવા | અહી કલીક કરો |
વ્હોટ્સપ ગ્રુપ માટે | અહી કલીક કરો |
મહત્વ પૂર્ણ પ્રશ્નો:
સૌથી સસ્તી સીએનજી કાર કઈ છે?
સૌથી સસ્તી સીએનજી કાર મારુતિની મારુતિ અલ્ટો 800 સીએનજી કાર છે.
CNG સિલિન્ડરોનું કેટલા સમયે હાઇડ્રો-પરીક્ષણ કરાવવાનુ હોય છે ?
CNG સિલિન્ડરોનું દર ત્રણ વર્ષ બાદ હાઇડ્રો-પરીક્ષણ કરવું પડે છે
2 thoughts on “11 Tips For CNG Car: ઉનાળામાં CNG કાર હોય તો આ સાવચેતી જરૂરી છે.”