Rules Change August: નિયમમાં ફેરફાર: Rules Change August 2024: દર મહિનાની પહેલી તારીખ આવતા ભારત સરકાર દ્વારા વિવિધ ચીજ વસ્તુ કે અન્ય બેન્ક, LPG, પેટ્રોલ ડીઝલ, તેમજ ઘરેલુ વસ્તુના ભાવોમાં ફેરફાર થતો હોય છે. ત્યારે ઓગસ્ટ 2024 ની શરૂઆત થઈ ગઈ છે અને આ મહિને વિવિધ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેની અસર સીધી તમારા ખિસ્સા પર થશે. ત્યારે આવો જોઈએ આ Rules Change August 2024 શું શું ફેરફારો થયા છે.
Rules Change August
ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને લોકો પહેલી તારીખે સામાન્ય લોકો માટે મોઘવારીનો ડોઝ લઈને આવે છે. નવા મહિનાની શરૂઆત થતાં ઘણા નિયમમાં ફેરફાર થતાં હોય છે. અને જેમાં નાણાકીય તેમજ અન્ય ફેરફારો થતાં જોવા મળે છે જેની અસર દરેક લોકો પર થતી હોય છે. જેમાં આ વખતે ગેસ સિલિન્ડરથી લઈને ફસ્ટેગના નિયમો તેમજ બેન્કને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર
સરકારી ગેસ કંપનો દર મહિનાની 1 તારીખે LPG ગેસની સમિક્ષા કરે છે અને આજે પણ આ બાબતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવોમાં ફેરફાર કરાયો છે. તેમના ભાવોમાં આજથી 8.50 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા સરકારે જુલાઇ માહિનામાં ભાવ ઘટાડો કર્યો હતો.LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો હતો.
ક્રેડિટકાર્ડનો નિયમ ફેરફાર
દેસની મોટી બેન્ક HDFC એ આજથી પોતાના ક્રેડિટકાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી તમે CRED, Cheq, MobiKwik, Freecharge જેવી ત્રીજી પાર્ટીની એપ્લીકેશન પર ટ્રાંજેકશન કરો છો તો તમારે 1 % સર્વિસ ચાર્જ ચૂકવવાનો રહેશે. આ સાથે 15000 રુપિયથી વધારે ફ્યુઅલ ટ્રાંજેકશન પર 1% ચાર્જ ચૂકવવો પડશે. આ સર્વિસ ચાર્જની વધુમાં વધુ મર્યાદા 3000 ની રહેશે. તેમજ EMI ટ્રાંજેકશન પર લોકોએ 299 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે.
આ પણ વાંચો: SBI Recruitment 2024: SBI બેંકમાં આવી 1040 જગ્યા પર બમ્પર ભરતી, જુઓ અરજી કરવાની સંપૂર્ણ માહિતી
ફાસ્ટેગના નિયમમા ફેરફાર
આજથી ફાસ્ટેગના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. KYC કરવયના 3 વર્ષથી વધારે સમય વીતી ગયા બાદ ફાસ્ટેગ વપરાસ કરતાં માટે 1 ઓગસ્ટથી 31 ઓક્ટોબર સુધી KYC કરાવવું ફરજિયાત બની ગયું છે. આવું 31 ઓક્ટોબર પહેલા ન કરનારને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું છે.
ઇન્કમટેક્સ ભરનાર માટે
જો તમે નાણાકીય વર્ષ 2024 – 25 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો તો તમારે પેનલ્ટી ભરવી પડશે. ઇન્કમ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇએ પૂર્ણ થઈ ગઈ છે. હવે રિટર્ન ફાઇલ કરનારને રૂપિયા 1000 થી લઈને રૂપિયા 5000 પેનલ્ટી ભરવાની રહેશે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
