સુવાની ટેવ પરથી જાણો માણસનો સ્વભાવ

સુવાની ટેવ પરથી જાણો માણસનો સ્વભાવ: દરેક માણસની સુવાની ટેવ અલગ અલગ હોય છે. કોઇ સીધા સૂતા હોય તો કોઇ એકબાજુ સૂતા હોય છે. દરેક માણસને સૂવાની ચિત્ર વિચિત્ર ટેવ હોય છે. ઉંઘનાં સંશોધનકર્તા “Samuel Dunkell” એ વ્યક્તિની સુવાની સ્થિતિ અને વ્યક્તિત્વનાં લક્ષણો વચ્ચે સંબંધને સમજવા માટે ઘણું બધુ સંશોધન હાથ ધર્યુ હતુ. ઉંઘ અને સ્વભાવ અંગેની આ વાત જાણીને નવાઈ લાગશે.

સુવાની ટેવ પરથી જાણો માણસનો સ્વભાવ

તમને જો એમ કહેવામાં આવે કે, તમારો સ્વભાવ કેવો છે એ જાણવા માટે તમારી સૂવાની પોજિશન જાણવી એ જ પુરતુ છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો તમારી રોજની સુવાની ટેવ એટલેકે, સુવાની પોજિશન (મુદ્રા) પરથી સ્વભાવ વિશે સરળતાથી જાણકારી મેળવી શકાય છે. તમારો સ્વભાવ કેવો છે, તમારો ગમો અણગમો તમારા વિશેની કેટલીક વાતો જે તમે માત્ર તમારી સ્લીપિંગ પોજિશનના આધારે જાણી શકાય છે.

કેવી રીતે સુવું જોઈએ. કેવી રીતે સુવાથી આરોગ્યને શું લાભ થાય એ સવાલો તો ઘણા છે. પણ એ આનાથી અલગ વાત છે. સુવા અંગેના ઘણા સંશોધનો પણ થયા છે અને તેના ચોંકાવનારા ઘણા પરિણામો પણ સામે આવ્યાં છે. ત્યારે “Dunkell” એ તેના પુસ્તક સ્લીપ પોઝિશનમાં લખ્યું છે કે, “જે રીતે આપણે સુઇએ છીએ, તે આપણી જીવવાની રીત દર્શાવે છે”. સ્લીપ સાયન્સ એ સાબિત કરવામાં ઉપયોગી રહ્યું છે કે ઉંઘ તમારા વ્યક્તિત્વનાં લક્ષણો વિશે ઘણુ જણાવે છે, જેને અલીપ્તતા, અપવ્યય, સહામતતા અને નિખાલસતાનાં તરીકે વર્ગીકૃત કરી શકાય છે.

યુરોપિયન જર્નલ ઓફ પર્સનાલિટી પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે જેવી રીતે તમે સુઈ રહ્યા છો, તે આજથી આવનારા તમારા પાંચ વર્ષ વિશે બતાવશે. તો ચાલો આપણે જાણી લઈએ કે તમારી સુવાની પોઝિશન તમારા વ્યક્તિત્વ વિશે શું કહે છે.

यह भी पढे:  અનિંદ્રા ઉપાયો: શું રાત્રે બરાબર ઊંઘ નથી આવતી ? તમારી લાઇફસ્ટાઇલમાં કરો આ ફેરફાર

આપણી સૂવાની પોજિશનને લઈને અનેક સંશોધનો પણ થયા છે. માણસ કઈ રીતે સુવે છે તેના આધારે તેની પર્સનાલીટી અને ઓવરઓલ આખુ વ્યક્તિત્વ પણ જાણી શકાય છે.. એટલું જ નહીં ઊભા રહેવાની સ્ટાઇલ, બેસવાની રીત, આપણે કેવી રીતે હાથ હલાવીએ છીએ, ચાલવાની સ્ટાઇલ આ દરેક બાબતો પરથી આપણું મૂલ્યાંકન થઇ શકે છે. એટલું જ નહીં દુનિયાભરનાં મનોવૈજ્ઞાનિક અને વિશેષજ્ઞ એ આપણી સુવાની રીત અને આપણા વ્યક્તિત્વની વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટે ઘણા બધા સંશોધનો કર્યા છે.

એક તરફ સુવું

જો તમે એક બાજુ સુવો છો તો તમારું વ્યક્તિત્વ કહે છે કે તમે શાંત, વિશ્વસનીય, સહજ, સક્રિય, સામાજિક વ્યક્તિ છો. તમને ભુતકાળનો પસ્તાવો હોતો નથી. તમને ભવિષ્યની ચિંતા નથી. તમે વધારે અનુકુળનીય છો, ભલે કોઈપણ પરિવર્તન કે સ્થિતિ હોય, તમે હંમેશા દરેક સ્થિતિમાં સિલ્વર લાઇનિંગ શોધો છો. તમે તમારી સારી અને ખરાબ બાબતો વિશે અત્યંત જાગૃત છો. એટલા માટે તમને ઠેસ પહોંચાડવું સરળ હોતું નથી. તમે મુશ્કેલીઓમાં પણ હંમેશા તમારા ચહેરા પર સ્મિત રાખો છો.

જે લોકો કરવટ લઈને અને સાથે જ પોતાનાં પગની વચ્ચે તકિયો લગાવીને સૂતા હોય છે, એવા લોકો ખુબ જ હેલ્પફુલ વ્યક્તિ હોય છે. તે જીવનનમા અન્ય બાબતો કરતા સંબંધોને વધારે મહત્વ આપે છે. તમે તમારા નજીકનાં મિત્રો સાથે કે પરિવારનાં સભ્યો સાથે એક ગઠબંધન રાખો છો. તમારા પાર્ટનર કે ફેમિલી મેમ્બરને ગળે લગાવવા કે પોતાના પગ કે તેમને ચારેય તરફ લપેટીને સુવાની સૌથી વધારે સંભાવના દર્શાવે છે. તમે બીજાનુ પાલન પોષણ કરવા વાળા અને સાર-સંભાળ રાખવા વાળા વ્યક્તિ છો.

ઉપરાત જો તમને રાત્રે સૂતી વખતે ઘડીકમા ઊંઘ ન આવતી હોય તો મન શાંત રાખવુ જોઇએ અને યોગ પ્રાણાયામ કરવા જોઇએ.

यह भी पढे:  Scene care: ઉનાળામા સ્કીન ની સંભાળ રાખો આ રીતે, ખંજવાળ અને ફોલ્લેઓ થશે દૂર

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
સુવાની ટેવ પરથી જાણો માણસનો સ્વભાવ
સુવાની ટેવ પરથી જાણો માણસનો સ્વભાવ

એક બાજુ સુવા વાળા લોકોનુ વ્યકતિત્વ કેવુ હોય છે ?

શાંત, વિશ્વસનીય, સહજ, સક્રિય, સામાજિક વ્યક્તિ હોય છે.

Leave a Comment

error: Content is protected !!