Costly Hotel In India: ભારતની મોંઘી હોટેલો: ભારતમા અસંખ્ય હોટેલો આવેલી છે. જેમા અમુક હોટેલ ના નામ તો તમે સાંભાળ્યા જ હશે જે ભારતમા ખૂબ જ ફેમસ છે. પરંતુ તેનુ ભાડુ તમે કદાચ નહિ સાંભળ્યુ હોય. અમુક હોટેલના ભાડા મા તો આખી ફોર વ્હીલ કાર આવી જાય એટલી મોંઘી હોય છે. સામે આવી હોટેલો મો સુવિધાઓ પણ એવી જ આપવામા આવતી હોય છે. ચાલો આજે જાણીએ ભારતની મોંઘી હોટેલો અને તેમા આપવામા આવતી સુવિધાઓ વિશે
Costly Hotel In India
ભારત અસંખ્ય હેરિટેજ હોટેલ્સ અને શાહી મહેલો આવેલા છે. જે ખૂબ જ આરામ દાયક અને વૈભવી છે. આ દરેક હોટેલ ની અલગ-અલગ લાક્ષણિકતાઓ છે અને તેનું મેનેજમેન્ટ પ્રખ્યાત હોટલ ગ્રુપ્સ દ્વારા કરવામાં આવતુ હોય છે જે મહેમાનોને વિશ્વની બહારનો અનુભવ સુનિશ્ચિત કરે છે.
જો તમે એવા પ્રવાસી છો કે જે હોટેલ ભાડા પેટે મોટી રકમ ચૂકવવા તૈયાર હોય અને જીવનને કિંગ સાઇઝ જીવવા માંગતા હોય, તો તમે આ મોંઘી હોટલમાં રહેવાની તક ગુમાવી શકતા નથી જે તમને જીવનભરની યાદો આપશે. ભારતની 15 સૌથી મોંઘી હોટેલ્સ વિશે અહીં માહિતી મેળવો કે જેમાં તમારે એક રાત રોકાવુ એ પણ મોટી સિધ્ધી ગણાય છે.
રામબાગ પેલેસ, જયપુર
Rambagh Palace Jaypur: રામબાગ પેલેસ વર્ષ 1835માં બાંધવામાં આવેલો હતો. રામબાગ પેલેસ રાજસ્થાનના શાહી વારસાને સુંદર રીતે દર્શાવે છે. આ હોટેલ વિશાળ 48 એકરમા ફેલાયેલ છે. અને તેમા વૈભવી લકઝુરીયસ રૂમ આવેલા છે. તેને રાજસ્થાનની સૌથી મોટી મહેલ હોટલોમાંની એક તરીકે ગણવામાં આવે છે.
આ હોટેલના રૂમ ભાડાની વાત કરીએ તો તેમા રૂ.24000 થી 4 લાખ સુધીનુ ભાડાવાળા રૂમ છે. પ્રસ્તુત ઈમેજમા તેના વૈભવી રૂમની સુવિધાઓ જોઇ શકાય છે.
તાજ લેક પેલેસ, ઉદયપુર
Taj Lake Palace, Udaipur: તાજ લેક પેલેસ મહારાણા જગત સિંહ II (મેવાડનો શાહી વંશ)નો ભૂતપૂર્વ મહેલ હતો જે હવે એક વૈભવી હોટેલમાં ફેરવાઈ ગયેલ છે. આ ફાઉન્ડેશન 4 એકર વિસ્તારમાં ફેલાયેલું છે.
આ હોટેલ મા દરેક રૂમ શાહી સરંજામ અને ડાર્ક ટીક ફર્નિચર સાથે અનોખા કદના સજાવેલા છે. રૂમને નજીક આવેલી બાલ્કનીઓ તળાવ અને આસપાસની ટેકરીના ભવ્ય સુંદરતાના દૃશ્યો આપે છે. તમામ રૂમમાં લક્ઝરી બાથિંગ સુવિધાઓ, મોટી ફ્લેટ સ્ક્રીન ટેલિવિઝન, ડીવીડી પ્લેયર, લેટેસ્ટ અખબાર, ઈન્ટરનેટ એક્સેસ વગેરે સુવિધાઓ આપવામા આવી છે.
આ હોટેલના રૂમ ભાડાની વાત કરીએ તો તેમા રૂ. 17500 થી શરૂ કરીને રૂ.380000 સુધીનુ ભાડાવાળા રૂમ આવેલા છે.
ઓબેરોય ઉદયવિલાસ, ઉદયપુર
The Oberoi Udaivilas, Udaipur: પિચોલા તળાવના કિનારે બેઠેલું ઓબેરોય ઉદયવિલાસ ખૂબ જ સુંદર અને આકર્ષક છે. આકર્ષક ફ્રન્ટવ્યુ, લેન્ડસ્કેપ બગીચાઓ અને અદભૂત આર્કિટેક્ચરની સામે સેટ, આ હેરિટેજ રીટ્રીટ રોજિંદા જીવનની થાકમાથી આરામ આપે છે. આ લકઝુરીયસ હોટેલ 30 એકર વિસ્તારમાં ફેલાયેલી છે. ટ્રાવેલ એન્ડ લેઝરએ વર્ષ 2015માં ઓબેરોય ઉદયવિલાસને વિશ્વની શ્રેષ્ઠ હોટેલ તરીકે રેટીંગ આપ્યુ હતુ.
આ હોટેલના ભાડાની વાત કરીએ તો તેમા રૂ. 25500 થી 150000 સુધીનુ ભાડુ ધરાવતા રૂમ આવેલા છે.
ઉમેદ ભવન પેલેસ, જોધપુર
Umaid Bhavan Palace, Jodhpur: ઉમેદ ભવન પેલેસ એ ફાઇવ-સ્ટાર હોટેલ છે જે એક અદભુત મનમોહક ભૂતકાળ અને વર્તમાનનું મિશ્રણ છે. 20મી સદીનો આ મહેલ જોધપુરમાં સૌથી ઉંચો ચિત્તર હિલની ગોદમાં આવેલ છે. તે જોધપુર શાહી પરિવારનું ભૂતપૂર્વ ઘર છે અને તેને વિશ્વભરમાં છઠ્ઠા સૌથી મોટા ખાનગી નિવાસ તરીકે રેટીંગ કરવામાં આવેલ છે. ઉમેદ ભવન પેલેસ સંકુલ 26 એકર વિસ્તાર મા ફેલાયેલ છે. અને તે ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે – શાહી નિવાસ, લક્ઝરી હોટેલ અને મ્યુઝિયમ.
આ હોટેલના ભાડાની વાત કરીએ તો તેમા રૂ.21000 થી રૂ. 4 લાખ સુધીનુ ભાડુ ધરાવતા રૂમ ઉપલબ્ધ છે.
તાજમહેલ પેલેસ અને ટાવર, મુંબઈ
Hotel Taj Mumbai: હોટેલ તાજ નુ નામ તો સૌ કોઇએ સાંભળ્યુ જ હશે. આ હોટેલ મૂળરૂપે વર્ષ 1902 માં બાંધવામાં આવેલ, આઇકોનિક તાજમહેલ પેલેસ અને ટાવર એ ભારતની પ્રથમ લક્ઝરી હોટેલ ગણાય છે જે અરબી સમુદ્રને જોતાં ભવ્ય રીતે ઉભી છે. 2008ના આતંકવાદી હુમલા પછી, તાજને વર્ષ 2010 માં ફરીથી ઓપન કરવામાઆવ્યું હતું અને તેને ઘણી વખત ભારતીયો માટે તાકાતના પ્રતીક તરીકે ગણવામાં આવે છે.
તાજ હોટેલ ના રૂમ ભાડાની વાત કરીએ તો તેમા રૂ. 10000 થી શરૂ કરીને રૂ.1 લાખ સુધીના રૂમ ઉપલબ્ધ છે.
અગત્યની લીંક
ઓનલાઇન અરજી | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Google News પર Follow કરવા | અહીં ક્લિક કરો |
હોટેલ તાજ ક્યા આવેલી છે ?
મુંબઇમા
ઉમેદ ભવન પેલેસ ક્યા આવેલ છે ?
જોધપુર
ઓબેરોય ઉદયવિલાસ ક્યા આવેલ છે ?
ઉદયપુર
1 thought on “Costly Hotel In India: આ છે ભારતની મોંઘી હોટેલો, એક હોટેલના ભાડામા તો અલ્ટો કાર આવી જશે”