પાણી પીવાની રીત: જાણો પાણી ક્યારે પીવું જોઇએ, કેટલુ પીવું જોઇએ ?

પાણી પીવાની રીત: પાણી આપણા જીવન માટે સૌથી અગત્યનુ મહત્વ ધરાવતી વસ્તુ છે. પાણી વગર મનાવ જીવન શકય નથી. પાણી માત્ર તરસ છીપાવવા માટે જ જરુરી છે એવું નથી પરંતુ આપણા તે શરીરમા અન્ય રીતે પણ ઘણુ મહત્વ ધરાવે છે. હાઇડ્રેટ પણ કરે છે અને સ્વસ્થ રહેવા માટે જરૂરી પોષક તત્વો પણ પાણી માથી જ મળે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી પીવાની આદતો યોગ્ય છે કે નહીં? શું તમે પાણી પીવાની રીત જાણો છો? તમે ક્યારે અને કેવી રીતે અને કેટલુ પાણી પીવો છો તે ખૂબ મહત્વનું છે કારણ કે તે તમારા શરીરની પાચન પ્રક્રિયા, ચયાપચય, હોર્મોન્સ વગેરેને અસર કરે છે. ચાલો જોઈએ કે યોગ્ય રીતે પાણી પીવા માટે જરૂરી મહત્વની બાબતો.

પાણી પીવાની રીત

આ પણ વાંચો: ઉનાળામા ચહેરા પર થતી ફોલ્લીઓ દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર

સવારે નવશેકુ પાણી પીવાના ફાયદા

સવારે ઉઠીને સૌ પ્રથમ થોડું હૂંફાળું પાણી પીવુ જોઇએ તેનાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. મસાલેદાર અથવા તેલયુક્ત ખોરાક ખાવાથી એસિડિટી થાય છે. દરરોજ સવારે નવશેકું પાણી પીવાથી એસિડિટીની સમસ્યા મા રાહત રહે છે.. સવારે ગરમ પાણી પીવાથી શરીરની ગંદકી બહાર આવે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે. ગરમ પાણી પીવાથી મેટાબોલિઝમ ઝડપથી કામ કરવાનું શરૂ કરે છે, જે શરીરની વધારાની ચરબીને તોડવામાં મદદ કરે છે.

તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા

તાંબામાં રહેલા એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોને કારણે તેમાં રાખેલ પાણી પીવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે. શરીરમા સોજો, દુખાવો કે ખેંચ આવતી નથી. તાંબાના વાસણમાં રાખેલ પાણી પણ આર્થરાઈટિસ જેવી સમસ્યાને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.

આ પણ વાંચો: સફેદ વાળ ને કાળા કરો આ ઘરેલુ નુસ્ખાથી

પેટ કે પાચન સંબંધી સમસ્યાઓ હોય તેમને માટે તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવું પણ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ બની શકે છે. જે લોકોને ગેસ, કબજિયાત, પેટમાં દુખાવો અને એસિડિટી જેવી સમસ્યા હોય તેમણે તાંબાના વાસણમાં રાખેલ પાણી ઘણુ ઉપયોગી બનશે. પાણી એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. એટલે પાણી સમયસર પીવુ જોઇએ અને ગંદુ ખરાબ પાણી ન પીવુ જોઇએ.

અગત્યની લીંક

તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
પાણી પીવાની રીત
પાણી પીવાની રીત

FAQ’S વારંવાર પુછાતા પ્રશ્નો

સવારે કેવું પાણી પીવું જોઇએ ?

Ans: સવારે નવશેકુ પાણી પીવું જોઇએ.

પાણી ક્યા વાસણમા ભરવાથી લાભ થાય ?

Ans: પાણી તાંબાના વાસણમા ભરવાથી લાભ થાય.

1 thought on “પાણી પીવાની રીત: જાણો પાણી ક્યારે પીવું જોઇએ, કેટલુ પીવું જોઇએ ?”

Leave a Comment

error: Content is protected !!