7 મુ પગારપંચ: જુલાઇમા કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સાથે HRA મા પણ મળશે વધારો

7 મુ પગારપંચ: DA Hike: કેંદ્રીય કર્મચારીઓને દર વર્ષે 2 વખત મોંઘવારી ભથ્થામા વધારો આપવામા આવે છે. દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઇ ના રોજ મોંઘવારીની સમીક્ષા કરી સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામા વધારો આપવામા આવે છે. હાલ કર્મચારીઓને બેઝીક પગારના 42 % લેખે મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે. આ 1 જુલાઇથી કેટ્લો વધારો મળવાપાત્ર છે તેની શકયતાઓ તપાસીએ.

7 મુ પગારપંચ

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે. જલદી તેને પગાર વધારા બાબત ડબલ ખુશખબર મળી શકે છે. આવનારા મહિનામાં કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઇ શકે છે. આ કોઈ પગાર ની નવી ફોર્મ્યુલા નથી પરંતુ મોંઘવારી ભથ્થા ના વધારા ની સાથે આ સપનું પૂરુ થવા જઈ રહ્યું છે. હકીકતમાં સાતમા પગારપંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ ને મળનાર મોંઘવારી ભથ્થું (DA Hike) જુલાઈમાં વધારવામા આવે છે. છેલ્લાં છ મહિનામાં મોંઘવારી ભથ્થામા બીજીવાર વધારો કરવામાં આવશે. આવી સ્થિતિમાં તેના પગારની ગણતરી બદલાઈ જશે.

HRA માં વધારો

મોંઘવારી ભથ્થાની સાથે કેન્દ્રીય કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે ઘરભાડા માં પણ વધારો થાય તેવી શકયતાઓ છે. આવું એટલા માટે કારણ કે સરકાર તે માટે એક નોટિફિકેશનમાં કહ્યું છે કે કર્મચારીઓનું HRA અને મોંઘવારી ભથ્થા ને સીધો સંબંધ છે. અને જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકા થી વધી જશે ત્યારે ઘરભાડામાં પણ રિવિઝન થઈ જશે. જુલાઈ 2023માં મોંઘવારી ભથ્થામાં લગભગ 4 ટકા જેટલો વધારો થાય તેવી શકયતાઓ છે.

આ પણ વાંચો:  શું છે યુનિફોર્મ સીવીલ કોડ, લાગૂ પડવાથી શું ફેરફાર થશે

HRA મા ક્યારે થશે રિવિઝન

હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને બેઝીક પગારના 42 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જાન્યુઆરી-જૂન 2023ના ઈન્ડેક્સના નંબર્સ જાહેર થયા બાદ તે નક્કી થશે કે જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે. અત્યાર સુધી જે નંબર્સ જાહેર થયા છે તેનાથી મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થાય તેવી શકય્તાઓ છે. મોંઘવારી ભથ્થા (DA Hike) ની સાથે બીજા ભથ્થાઓમા પણ વધારો થયત એવી શકયતાઓ છે.. તેમાં સૌથી મોટુ એલાઉન્સ હાઉસ રેન્ટ એલાઉન્સ છે.

વર્ષ 2021 માં જુલાઈ બાદ મોંઘવારી ભથ્થાના વધારા સાથે 25% ક્રોસ થવાની સાથે એચઆરએ પણ રિવાઇઝ કરવામા આવ્યુ હતુ. સરકારે જુલાઈ 2021 માં મોંઘવારી ભથ્થાને વધારી 28 ટકા કરી દીધુ હતું. HRA નો વર્તમાન દર 27%, 18% અને 9% ટકા જેટલો છે. હવે તે પ્રશ્ન એ છે કે મોંઘવારી ભથ્થુ વધ્યા બાદ એચઆરએમાં ક્યારે વધારો થશે?

આ પણ વાંચો: World Cup 2023 Schedule: વર્લ્ડ કપ 2023 નુ ટાઇમ ટેબલ થયુ જાહેર, ક્યારે છે ભારત પાકિસ્તાનની મેચ

HRA: હવે ક્યારે વધશે હાઉસ રેન્ટ એલાઉન્સ?

DoPT ના એક મેમોરેડમ પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્ટ એટલે કે ઘાભાડામાં રિવિઝન મોંઘવારી ભથ્થાના આધાર પર થાય છે. શહેરની કેટેગરી પ્રમાણે 27 ટકા, 18 ટકા અને 9 ટકાના દરે એચઆરએ આપવામાં આવે છે. આ વધારો ડીએની સાથે 1 જુલાઈ 2021થી લાગૂ છે. 2015માં જાહેર કરવામા આવેલ મેમોરેડમ પ્રમાણે એચઆરએ અને ડીએની સાથે સમયાંતરે રિવાઇઝ કરવામાં આવશે. હવે આગામી રિવિઝન થવાનું છે. પરંતુ આ ત્યારે જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકાને ક્રોસ કરી દેશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
7 મુ પગારપંચ
7 મુ પગારપંચ
error: Content is protected !!