Electricity New rules: નવા નિયમ: આપને સૌ ઈલેકટ્રીસીટી નો ઉપયોગ કરતા હોઇએ છીએ. અને તેનુ લાઇટબીલ પન ભરતા હોઇએ છીએ.સમગ્ર દિવસ દરમિયાન એક જ રીતે વીજળીનું બિલ આવવાને બદલે ગ્રાહકો દિવસના જુદા જુદા સમયે વીજળી માટે અલગ-અલગ ચાર્જ ચૂકવવો પડશે.
Electricity New rules
- દિવસે સસ્તી, રાત્રે મોંઘી થઈ શકે છે વીજળી
- વીજળીનું બિલ નક્કી કરવા માટે નવો નિયમ બનાવવાની શકયતા
- દિવસના સમયે વીજ બિલમાં 20% સુધીની બચત કરી શકાસે
- રાત્રિના સમયે ગ્રાહકોને 10 થી 20 ટકા વધુ વીજળીનું બિલ વધુ ચૂકવવુ પડશે
આ પણ વાંચો: કૂલર અને પંખો એકસાથે ચાલુ રાખી શકાય: કુલીંગ ઓછુ મળે કે વધુ, જાણવા જેવી માહિતી
કેન્દ્ર સરકાર હવે દેશમાં ઈલેકટ્રીકસીટી બિલ નક્કી કરવા માટે નવો નિયમ બનાવવાની તૈયારીમા છે. આ પછી ગ્રાહકો દિવસના સમયે ઈલેકટ્રીસીટી વાપરવામા 20% સુધીની બચત કરી શકે છે. પરંતુ રાત્રિના સમયે ગ્રાહકોને 10 થી 20 ટકા વધુ વીજળીનું બિલ ઓછુ ચૂકવવું પડે તેવી યોજના સરકાર બનાવવા જ ઈ રહિ છે. આ માટે વીજળી (ગ્રાહકોના અધિકારો) નિયમો 2020 માં જરૂરી સુધારા કરવામા આવશે. અને ટાઇમ ઑફ ડે (TOD) ટેરિફની સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
ટાઇમ ઑફ ડે (TOD) ટેરિફ
આખો દિવસ એક જ દરે વીજળીનું બિલ લાગવાને બદલે ગ્રાહકો દિવસના જુદા જુદા સમયે વીજળી માટે અલગ-અલગ ચાર્જ ચૂકવવો પડશે. આ રીતે તેઓ તેમના વીજળીના વપરાશનું સંચાલન કરીને સરળતાથી લાઈટ બિલની બચત કરી શકશે. TOD સિસ્ટમના અમલીકરણ સાથે ગ્રાહકો વીજળીના પીક અવર્સ દરમિયાન કપડાં ધોવા અને રસોઈ કરવા જેવા વધુ વીજળી વપરાશના કાર્યો કરવાનુ ટાળશે. આનાથી તેઓ લાઈટ બિલમાં બચત કરી શકશે. પરંતુ રાત્રિના સમયે એસી,કૂલર અથવા અન્ય ઇલેક્ટ્રિક વસ્તુઓનો ઉપયોગ કરવા માટે વધુ વીજળીનું બિલ ચૂકવવું પડશે.
આ પણ વાંચો: GUEEDC: બિનઅનામત વર્ગ માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ
દિવસ દરમિયાન વીજળીનું બિલ ઓછુ આવશે કારણ કે સૌર ઊર્જાથી ચાલતી વીજળી દિવસ દરમિયાન ગ્રાહકોને પૂરી પાડવામાં આવશે. સરકારનું કહેવું છે કે, આ નિયમથી કોલસા આધારિત પાવર પ્લાન્ટમાંથી બનેલી વીજળીની માંગમાં ઘટાડો નોંધાશે. ગ્રાહકો સૌર કલાક (દિવસના 8 કલાક) દરમિયાન વીજ વપરાશનું સંચાલન કરીને બિલમાં 20% સુધીની બચત કરી શકસે. પરંતુ જો તમે રાત્રિ દરમિયાન વધુ ઈલેકટ્રીસીટીનો ઉપયોગ કરતા હોય તો તમારે સામાન્ય દર કરતાં વધુ દરે વીજળી બીલ ચૂકવવુ પડશે. કારણ કે પીક અવર્સમાં ટેરિફ 10-20 ટકા વધુ હશે.
આ સિસ્ટમ ક્યારે અમલી બનશે?
સત્તાવાર ન્યુઝ મુજબ TOD ટેરિફ 1 એપ્રિલ, 2024 થી 10 kW અને તેથી વધુની મહત્તમ વપરાશ ધરાવતા વાણિજ્યિક અને ઔદ્યોગિક કસ્ટમર માટે લાગુ થશે. આ પછી 1 એપ્રિલ, 2025 થી કૃષિ ગ્રાહકો સિવાય અન્ય ઘરવપરાશના તમામ ગ્રાહકો માટે TOD ટેરીફ નિયમ લાગુ કરવામાં આવશે. ખાસ નોંધનીય છે કે સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકો માટે આ સિસ્ટમ ત્યારે જ લાગુ થશે જ્યારે તેઓ આવા મીટર ઇન્સ્ટોલ કરશે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

નવા નિયમ મુજબ કઇ રીતે લાઇટબીલ ગણાશે ?
ટાઇમ ઑફ ડે (TOD) ટેરિફ
ટાઇમ ઑફ ડે (TOD) ટેરિફ માટે શું હોવુ આવશ્યક છે ?
સ્માર્ટ મીટર
1 thought on “Electricity New rules: દિવસે ઓછુ અને રાત્રે વધુ આવશે લાઈટબીલ, શુ છે સરકારનો પ્લાન”