Rules change 1st February: નવો મહિનો, નવા નિયમો; 1 ફેબ્રુઆરી થી બદલઇ જશે આટલા નિયમો

Rules change 1st February: 1 ફેબ્રુઆરી થી બદલનારા નિયમો: જાન્યુઆરી મહિનો પુરો થવાને આરે છે. ફેબ્રુઆરી મહિના ની શરૂઆત થતા જ ઘણા નિયમો મા ફેરફાર થશે. દરેક મહિના ની શરૂઆત થી જ અમુક નિયમો મા બદલાવ આવતા હોય છે. આ આર્ટીકલ મા આપણે 1 ફેબ્રુઆરી થી બદલનારા નિયમો ની માહિતી મેળવીશુ સાથે સાથે એવા કામો ની માહિતી પણ મેળવીશુ જેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી હોય.

Rules change 1st February

જાન્યુઆરી મહિનો થોડા દિવસોમાં પૂરો થવા ને આડે હવે 2-3 દિવસો જ બાકી છે. ટૂંક સમયમાં ફેબ્રુઆરી મહિનો શરૂ થશે. નવા મહિનાની સાથે જ એવા ઘણા નિયમો બદલાતા હોય છે જે ફેરફાર ની સીધી અસર લોકોના બજેટ પર પડતી હોય છે. ફેબ્રુઆરી મહિનાથી, NPS થી SBI સ્પેશિયલ હોમ લોન કેમ્પેઈન, સોવરીન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં ઘણા ફેરફારો થનાર છે. આ ફેરફારો ની માહિતી આપણે મેળવીશુ.

NPS ફંડ વિડ્રોલ રુલ્સ

PFRDA એ NPS ખાતામાંથી ફંડ વિડ્રોલ કરવાને બાબતે નિયમોમાં મોટા ફેરફાર કર્યો છે. 12 જાન્યુઆરી, 2024ના રોજ આ બાબતે નોટિફિકેશન ઇશ્યૂ કરવામા આવ્યુ છે તે મુજબ હવે NPS ખાતાધારકો કુલ જમા રકમમાંથી માત્ર 25 ટકા રકમ જ ઉપાડી શકશે. આ સાથે એ પણ શરત રાખવામા આવી છે કે આ ઉપાડ માટે ખાતું 3 વર્ષથી વધુ જૂનું હોવું જોઈએ.

આ પણ વાંચો: કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024: ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના, ધોરણ 6 થી 12 મા મળશે 154000 શિષ્યવૃતિ

IMPS નિયમોમાં ફેરફાર

1 ફેબ્રુઆરીથી IMPSના નિયમોમાં પણ ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે. હવે કોઈ વ્યક્તિ કોઈપણ બેનીફીશયરી નુ નામ ઉમેર્યા વિના પણ 5 લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકે છે. આ માટે NPCIએ 31 ઓક્ટોબરે એક નોટીફીકેશન બહાર પાડયુ હતુ. આ નિયમોમાં ફેરફાર થયા બાદ હવે તમે ખાતાધારકનો બેંક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર ઉમેરીને એક એકાઉન્ટ માથી બીજા એકાઉન્ટ મા 5 લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકો છો.

ફાસ્ટેગમાં KYC ફરજિયાત

નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાએ ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરીને KYC ફરજિયાત બનાવ્યું છે. જે વાહનોની કેવાયસી ફાસ્ટેગ પર પૂર્ણ નથી થઈ તે ડીએકટીવ કરવામા આવશે. આવી સ્થિતિમાં તમારે આ કામ 31 જાન્યુઆરી સુધીમાં પૂરુ કરવુ પડશે.

સોવરેન ગોલ્ડ બોન્ડ

SGB નો નવો હપ્તો ઇશ્યૂ થનાર છે.
જો તમે સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માંગતા હોય તો ભારતીય રિઝર્વ બેંક તમારા માટે એક સુવર્ણ તક લઈને આવી રહી છે. સોવરીન ગોલ્ડ બોન્ડ નો ઇશ્યુ આ ફેબ્રુઆરી માસમા બહાર પડનાર છે. જેમા તમે SGB 2023-24 સિરીઝ IV માં 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી 2024 સુધી રોકાણ કરી શકો છો.

SBI હોમ લોન

ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકો માટે ખાસ હોમ લોન અભિયાન ચલાવી રહી છે. આ અંતર્ગત ગ્રાહકોને હોમ લોન પર 65 bpsનું વિશેષ ડિસ્કાઉન્ટ આપવામા આવી રહ્યું છે. આ સાથે ગ્રાહકોને પ્રોસેસિંગ ફી પર ડિસ્કાઉન્ટનો લાભ પણ આપવામા આવી રહ્યો છે. ગ્રાહકો આ વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ 31 જાન્યુઆરી 2024 સુધી મેળવી શકે છે.

પંજાબ અને સિંધ બેંક સ્પેશિયલ FD

પંજાબ એન્ડ સિંધ બેંકે તેના ગ્રાહકો માટે 444-દિવસની વિશેષ FD યોજના શરૂ કરી છે. જેનુ નામ ‘ધન લક્ષ્મી 444 દિવસ’ છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને જમા રકમ પર 7.60 ટકા જેટલુ વ્યાજ આપવામા આવશે. આ યોજનાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 ના રોજ પુરી થઈ રહી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Rules change 1st February
Rules change 1st February

1 thought on “Rules change 1st February: નવો મહિનો, નવા નિયમો; 1 ફેબ્રુઆરી થી બદલઇ જશે આટલા નિયમો”

Leave a Comment

error: Content is protected !!