Padma Awards 2024: પદ્મ એવોર્ડની જાહેરાત, 110 વ્યક્તિઓને સન્માનવામા આવશે પદ્મશ્રી એવોર્ડથી; જાણો ગુજરાતમાથી કોનો થયો સમાવેશ

Padma Awards 2024: પદ્મ એવોર્ડ લીસ્ટ 2024: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારો આપવા માટે નામ જાહેર કરવામા આવ્યા છે. જેમાં દેશભરમાથી વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિઓનો સમાવેશ કરવામા આવ્યો છે. આ વર્ષે 34 હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડથી સન્માન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાર્વતી બરુઆ, જાગેશ્વર યાદવ, ચાર્મી મૂર્મુ, સોમન્ના, સર્વેશ્વર, સંગથામ સહિતનો સમાવેશ કરવામા આવ્યો છે. જેમા ગુજરાતમાથી યઝદી ઇટાલીયા નો સમાવેશ કરવામા આવ્યો છે.

Padma Awards 2024

  • પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ થી સન્માનવામા આવશે
  • 17 હસ્તિઓને પદ્મ ભૂષણ અને 110ને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામા આવી.
  • અભિનેતા મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણ થી સન્માનવામા આવશે.
  • 2024 ના પદ્મ પુરસ્કાર આપવા માટે સરકારે કરી જાહેરાત
  • 110 હસ્તિઓને પદ્મશ્રી એવોર્ડથી સન્માનવામા આવશે
  • ગુજરાતમાથી યઝદી ઇટાલીયાનો થયો સમાવેશ

ઉલ્લેખનીય છે કે સરકારશ્રી તરફથી દર વર્ષે આપવામા આવતા પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મ શ્રી એવોર્ડ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સામેલ છે. 1954થી દર વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે આ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવે છે. આ એવોર્ડ કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, ચિકિત્સા અને સામાજિક કાર્યના ક્ષેત્ર મા વિશેષ કામગીરી કરેલ હસ્તીઓને આ એવોર્ડ આપવામા આવે છે.

ગુજરાતમાથી યઝદી ઇટાલીયા ની પસંદગી

2024 ના પદ્મશ્રી એવોર્ડ આપવા માટે ગુજરાતમાથી યઝદી માણેકશા ઇટાલિયા ની પસંદગી કરવામા આવી છે. યઝદી ઇટાલીયા એક પ્રસિદ્ધ માઇક્રોબાયોલોજિસ્ટ છે. તેમણે ભારતના સિકલ સેલનો વિકાસ કર્યો છે. એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ (SCACP) તેમજ હીલ પ્રિક મારફતે નવજાત શિશુની તપાસ અને ICMR સાથે મળીને લોહીના નમૂનાની તપાસ કરવામા તેમણે ઉમદા કામગીરી કરેલી છે. તેમણે 2 લાખ આદિવાસીઓનું સ્ક્રીનિંગ કર્યું હતું. કુલ 95 લાખથી વધુ આદિવાસી વ્યક્તિઓની તપાસ કરી હતી. ગુજરાતમાં 7.2 લાખ સિકલ સેલ વિશેસ કેસોની ઓળખ કરી હતી.

આ પદ્મ પુરસ્કારમાં 6 ગુજરાતીઓના નામનો સમાવશ કરવામા આવ્યો છે.

પદ્મ ભૂષણ પુરસ્કાર માટે તેજસ મધુસુદન પટેલ નો મેડિસિન ક્ષેત્રે સમાવેશ કરવામા આવ્યો છે.
પદ્મ શ્રી એવોર્ડ માટે નીચે મુજબના ગુજરાતીઓનો સમાવેશ કરવામા આવ્યો છે.
1.રઘુવીર ચૌધરી, સાહિત્ય અને શિક્ષણ
2.યઝદી માણેકશા ઇટાલિયા મેડિસિન
3.હરીશ નાયક (મરણોત્તર) સાહિત્ય અને શિક્ષણ
4.દયાળ માવજીભાઈ પરમાર,મેડિસિન
5.જગદીશ લાભશંકર ત્રિવેદી, આર્ટ

પદ્મ એવોર્ડ લીસ્ટ 2024

2024 ના પદ્મશ્રી એવોર્ડ વિજેતાઓ ના લીસ્ટ નીચે મુજબ છે.

ક્રમનામઉંમરરાજયક્ષેત્ર
1પાર્વતી બરુઆ67 વર્ષઆસામસામાજિક કાર્ય (પશુ કલ્યાણ)
2જગેશ્વર યાદવ67 વર્ષછત્તીસગઢસામાજિક કાર્ય (આદિવાસી)
3ચામી મૂર્મુ52 વર્ષઝારખંડ સોશિયલ વર્ક (પર્યાવરણ)
4ગુરવિંદર સિંઘ53 વર્ષહરિયાણાસામાજિક કાર્ય (દિવ્યાગ)
5સત્ય નારાયણ બલેરી50 વર્ષકેરળ (કૃષિ)
6દુખુ માઝી78 વર્ષપશ્ચિમ બંગાળસામાજિક કાર્ય (પર્યાવરણ)
7કે ચેલામલ69 વર્ષઆંદામાન અને નિકોબાર(કૃષિ)
8સંગાથંકીમા63 વર્ષમિઝોરમસામાજિક કાર્ય (બાળકો)
9હેમ ચંદ્ર માઝી70 વર્ષછત્તીસગઢ (આયુષ)
10યાનુંગ જામોહ લેગો58 વર્ષઅરુણાચલ પ્રદેશ (કૃષિ)
11સોમન્ના66 વર્ષકર્ણાટકસામાજિક કાર્ય (આદિવાસી)
12સર્વેશ્વર બાસુમેતરી61 વર્ષઆસામ(કૃષિ)
13પ્રેમા ધનરાજ72કર્ણાટક (દવા)
14ઉદય વિશ્વનાથ દેશ પાંડે70 વર્ષમહારાષ્ટ્ર (મલખંભ કોચ)
15યઝદી માણેકશા ઇટાલિયા72 વર્ષગુજરાત (સ્વદેશી-સિકલ સેલ)
16શાંતિ દેવી પાસવાન અને શિવાન પાસવાનમધુબની બિહારપેઈન્ટિંગ
17રતન કહાર88 વર્ષપશ્ચિમ બંગાળ,કલા (લોકગીત ગાયન)
18અશોક કુમાર બિસ્વાસ67 વર્ષબિહાર (પેઈન્ટિંગ)
19બાલકૃષ્ણ સદનમ પુથિયા વીથિલ79 વર્ષકેરળકલા, (કથકલી)
20ઉમા મહેશ્વરી ડી63 વર્ષઆંધ્રપ્રદેશકલા
21ગોપીનાથ સ્વૈન105 વર્ષઓરિસ્સાકલા (ભજન ગાયન)
22સ્મૃતિ રેખા ચકમા63 વર્ષત્રિપુરાકલા (ટેક્ષટાઈલ)
23ઓમ પ્રકાશ શર્મા85 વર્ષમધ્ય પ્રદેશકલા (થિયેટર-લોક)
24નારાયણ ઇપી67 વર્ષકેરળ આર્ટસ (નૃત્ય)
25ભાગવત પ્રધાન85 વર્ષઓરિસ્સાકલા (નૃત્ય)
26સનાતન રુદ્ર પાલ68 વર્ષપશ્ચિમ બંગાળકલા (શિલ્પ)
27બદ્રપ્પન એમ87 વર્ષતમિલનાડુકલા (નૃત્ય)
28જોર્ડન લેપ્ચા50 વર્ષસિક્કિમઆર્ટ (ક્રાફ્ટ)
29મચિહન સાસા73 વર્ષમણિપુરકલા (ક્રાફ્ટ)
30ગદ્દમ સમૈયા67 વર્ષતેલંગાણાકલા (નૃત્ય)
31જાનકી લાલ81 વર્ષરાજસ્થાનઆર્ટસ (થિયેટર)
32દશારી કોંડપ્પા63તેલંગાણાકળા (સાધન)
33બાબુરામ યાદવ74ઉત્તર પ્રદેશકલા (ક્રાફ્ટ)
34નેપાળ ચંદ્ર સુત્રધર82પશ્ચિમ બંગાળકલા (માસ્ક મેકિંગ)

અગત્યની લીંક

પદ્મ એવોર્ડ લીસ્ટ PDFઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Padma Awards 2024
Padma Awards 2024

1 thought on “Padma Awards 2024: પદ્મ એવોર્ડની જાહેરાત, 110 વ્યક્તિઓને સન્માનવામા આવશે પદ્મશ્રી એવોર્ડથી; જાણો ગુજરાતમાથી કોનો થયો સમાવેશ”

Leave a Comment

error: Content is protected !!