Corona Variat JN.1: આખા વિશ્વમા ફેલાઇ રહેલા કોરોના ના નવા વેરીએન્ટ JN.1, ઓમીક્રોન કરતા પણ છે ખતરનાક

Corona Variat JN.1: 2020 મા આવેલા કોરોના એ આખા દેશમા હાહાકાર મચાવી દિધો હતો. ત્યારબાદ કોરોના વેકસીન ઝૂંબેશથી કોરોના ને માત આપવામા સફળતા મળી હતી. હવે કોરોના નુ નવુ વેરીએન્ટ સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવી રહ્યુ છે. જેની ઝપટમા વિશ્વના 41 જેટલા દેશો આવી ચૂકયા છે. ભારતમા પણ આ નવુ વેરીએન્ટ ધીમે ધીમે પગપેસારો કરી રહ્યુ છે. ચાલો જાણીએ Corona Variat JN.1 કેવુ છે ? તેના લક્ષણો શું છે ? અને તેનાથી બચવા શું સાવધાની રાખવી ?

Corona Variat JN.1

કોરોના નુ નવુ વેરીએન્ટ સમગ્ર વિશ્વમા પગપેસારો કરી રહ્યુ છે. કોરોના ની આ નવુ વેરીએન્ટ ભારતમા પણ ધીમે ધીમે ફેલાઇ રહ્યુ છે. અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ગુરુવારે ભારતમાં કોરોના ના 594 નવા કેસ નોંધાયા છે. આના કારણે એકટીવ કેસોની સંખ્યા 2311 થી વધીને 2669 થઈ ગઈ છે. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ આ નવા વેરીએન્ટ થી સાવધાની રાખવા એક એડવાઈઝરી પણ બહાર પાડી છે.

આ પણ વાંચો: વિટામીન ના પ્રકાર: આટલા પ્રકારના હોય છે વિટામીન, કયુ વિટામીન શેમાથી મળે ?

કોવિડ વેરિઅન્ટ JN.1 ના લક્ષણો

કોરોના ના આ નવા વેરીએન્ટ ના લક્ષણો નીચે મુજબ છે. જો આવા કોઇ લક્ષણો જણાય તો જરા પણ ગફલત કર્યા વગર ડોકટરની સલાહ અચૂક લઇ સારવાર કરાવવી જોઇએ.

  • તાવ આવવો
  • થાક લાગવો
  • નાકમાથી પાણી પડવુ
  • સુકુ ગળું
  • માથાનો દુખાવો
  • ઉધરસ
  • પેટ સંબંધિત બીમારીઓ

કોરોના થી બચવા શું સાવધાની રાખશો ?

કોવિડના નવા વેરિયન્ટ JN.1ને રોકવાનાં પગલાં-
કોરોના ના આ નવા વેરીએન્ટ થી બચવા માટે નીચેના જેવા સાવધાની ના પગલા લેવા જોઇએ.

  • કોરોના વાઇરસ સરળતાથી ફેલાતો હોવાથી તમામ સોશીયલ ડિસ્ટેન્સ ના નિયમોનું પાલન અચૂક કરો
  • માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળો
  • રોજિંદા ઉપયોગની વસ્તુઓ અન્ય લોકો સાથે શેર કરવાનું હંમેશા ટાળો.
  • સ્વચ્છતાનું ખાસ જાળવો. કોઈપણ વસ્તુને સ્પર્શ કર્યા પછી વારંવાર હાથ ધોવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની આદત પાડો.
  • લોકો ને મળતી વખતે હાથ મીલાવવાનુ અને વાત કરતી વખતે 10 મીટરનું અંતર જાળવો.
  • ભીડવાળી જગ્યાઓએ જવાનું ટાળો.
  • બહારથી ઘરે આવતા પહેલા હાથ સાબુ થી અચૂક ધોવા.

આ પણ વાંચો: સુરત ડાયમંડ બુર્સ: દુનિયાની સૌથી મોટી ઓફીસનુ PM મોદિ એ કર્યુ લોકર્પણ, એકસાથે 60 હજાર લોકો કરશે કામ; 9 ટાવર અને 15 માળ

માસ્કનો ઉપયોગ

કોરોના ના ચેપથી બચવા માટે માસ્ક એ સૌથી કારગત ઉપાય છે. ભીડવાળી જગ્યાઓ જેવી કે લગ્ન હોલ, ટ્રેન અને બસો જેવી બંધ ભીડવાળી જગ્યાઓ પર માસ્ક અચૂક પહેરવું જોઇએ. માસ્ક પહેરવાથી કોવિડ સહિત અનેક ચેપી બીમારીઓને અટકાવી શકાય છે, વૃદ્ધ લોકો, સગર્ભા સ્ત્રીઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. જો જવાનુ થાય તો માસ્ક અચૂક પહેરવુ જોઇએ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Corona Variat JN.1
Corona Variat JN.1

1 thought on “Corona Variat JN.1: આખા વિશ્વમા ફેલાઇ રહેલા કોરોના ના નવા વેરીએન્ટ JN.1, ઓમીક્રોન કરતા પણ છે ખતરનાક”

Leave a Comment

error: Content is protected !!