Bye Bye 2023: 2023 ના વર્ષની યાદગાર પળો જેને લીધે ભારતનો વિશ્વમા ડંકો વાગ્યો

Bye Bye 2023: Top Moments Of 2023: 2023 નુ વર્ષ પુરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 2023 ના વર્ષ મા એવી ઘણી ઘટનાઓ બની છે જે દેશ માટે ગર્વ લીધા જેવી બાબતો છે અને તેનાથી વિશ્વના ફલક પર આપણા દેશનુ બહુમાન વધ્યુ છે. ભારતે આ વર્ષમા ઘણી એવી સિધ્ધિઓ હાંસલ કરી છે જે વિશ્વમા ઇતિહાસ ના પાના પર સૂવર્ણ અક્ષરે લખાશે.

Bye Bye 2023

આજે આપણે 2023 ના વર્ષમા બનેલી એવી ઘટનાઓ વિશે જાણીશુ જે ભારત માટે ખૂબ મહત્વની સાબિત થઇ છે. જેનાથી વિશ્વના અન્ય દેશોનુ ભારતની આ સિધ્ધિઓ તરફ ધ્યાન ખેંચાયુ છે. ભારતે આ વર્ષમા ઘણી સિધ્ધિઓ હાંસલ કરી છે અને ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

G-20 સમિટ

G-20 સમિટ માટે ખાસ બનાવવામા આવેલા ‘ભારત મંડપમ’ ખાતે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભારતની અધ્યક્ષતામાં G-20 સમિટનું આયોજન કરવામાં આવેલ. પ્રથમ વખત આ સમિટમાં વિકસિત દેશોના સિક્કો નહોતો ચાલ્યો. વિશ્વના વિકસિત દેશોના નેતાઓ જેવા કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ઈટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોની, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત ઘણા મોટા નેતાઓ આ સમિટમાં હાજર રહ્યા હતા.

ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ

2023 નુ વર્ષ ભારત માટે ખૂબ મહત્વનુ બની રહેશે. કારણ કે આ વર્ષે ચંદ્રયાન નુ સોફટ લેન્ડીંગ સફળતાપૂર્વક કરવામા આવ્યુ હતુ. ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પ્રથમ દેશ બન્યો હતો. ચંદ્રયાન પર સોફટ લેન્ડીંગ સફળતાપૂર્વક થતા જ ભારત ની ઐતિહાસિક સિધ્ધિ તરફ આખા વિશ્વનુ ધ્યાન ખેંચાયુ હતુ.

નવુ સંસદ ભવન

2023 ના વર્ષમા દેશને નવું સંસદ ભવન મળ્યું છે.
28 મેના રોજ PM મોદીએ નવું સંસદ ભવન દેશને સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે ઉદઘાટન કરી સમર્પિત કર્યું હતું. 4 માળની નવી સંસદ ભવન કુલ 64500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ છે. 862 કરોડના ખર્ચે દેશનુ આ નવું સંસદ ભવન તૈયાર કરવામાં આવ્યું છે.

5G રોલઆઉટ

ભારતે વિશ્વનું સૌથી ઝડપી 5G નેટવર્ક સફળતાપૂર્વક રોલઆઉટ હાંસલ કરીને એક રેકોર્ડ બનાવ્યો છે. હાલ 5G નેટવર્ક દેશના 738 જિલ્લાઓ અને લગભગ 100 મિલિયન વપરાશકર્તાઓને ઝડપી નેટવર્ક સેવા આપી રહ્યુ છે. 5G નું આટલું ઝડપી રોલઆઉટ એ ભારતની ટેકનોલોજી ક્ષેત્રમાં કરેલી પ્રગતિનો મોટો પુરાવો છે.

વિકસતું અર્થતંત્ર

ભારતને આ વર્ષે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યુ છે. ભારતે દાવો કર્યો છે કે, તે ભવિષ્યમા વિશ્વના ટોચના 3 દેશોમાં સામેલ થશે. ભારતની વિકસિતી અર્થવ્યવસ્થાનો આ ઉત્તમ પુરાવો છે.

એશીયન ગેમ્સ

એશિયન ગેમ્સમાં ભારતે જીતેલા મેડલની સંખ્યા 100ને પાર થઇ ગઇ છે.
ભારતે આ વખતે એશિયન ગેમ્સમાં મેડલ જીતવામા ઈતિહાસ રચ્યો હતો. ભારતના રમતવિરોએ 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ સાથે ભારતીય ખેલાડીઓએ દેશ માટે કુલ 107 મેડલ જીત્યા હતા. 72 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર ભારતે આ સિધ્ધી મેળવી છે કે જ્યારે ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં 100થી વધુ મેડલ જીત્યા હોય.

PM મોદીને સર્વોચ્ચ સન્માન

વર્ષ 2023માં PM મોદીને પાંચ દેશોમાંથી સર્વોચ્ચ સન્માન આપવામા આવ્યુ હતું. અત્યાર સુધી PM મોદીને 2016 થી 2023 સુધી લગભગ 14 દેશો તરફથી વિશેષ સન્માન મળેલ છે. આમાં ફિજી, ગિની, ઇજિપ્ત જેવા દેશોના સર્વોચ્ચ સન્માન સામેલ છે.

ઓસ્કાર એવોર્ડ

13 માર્ચ, 2023 ના રોજ સમગ્ર ભારત માટે એક ગર્વની ઘટના બની જ્યારે RRR અને The Elephant Whisperers ના ગીત નાટુ-નાટુએ ઓસ્કાર 2023 જીત્યો હતો. 25 માર્ચ 2022ના રોજ રિલીઝ થયેલી રાજામૌલીની ફિલ્મ RRRના નાટુ-નાટુ ગીતે ઓસ્કાર પહેલા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર

PM મોદીએ તાજેતરમાં ઉત્તર પ્રદેશના વારાણસીમાં વિશ્વના સૌથી મોટા ગણી શકાય એવા ધ્યાન કેન્દ્ર સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું હતુ. સાત માળના આ મહાન મંદિરમાં એક સાથે 20 હજાર લોકો ધ્યાન કરી શકે તેવી વ્યવસ્થા છે. આ ધ્યાન કેન્દ્ર ને પૂર્ણ કરવામાં લગભગ 20 વર્ષ લાગ્યાં છે. આ સ્વરવેદ મહામંદિર 3,00,000 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે.

ક્રિકેટ વર્લ્ડ કપ

આઇસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ આ વર્ષે ભારતની યજમાની મા રમાયો હતો. જેમા ભારતીય ટીમે સળંગ 10 મેચ જીતી ઇતિહાસ રચ્યો હતો. જો કે ફાઇનલમા ભારતનો ઓસ્ટ્રેલીયા સામે પરાજય થયો હતો. પરંતુ સમગ્ર વર્લ્ડ કપ મા ભારતીય ટીમનુ પ્રદર્શન ખૂબ સારુ રહ્યુ હતુ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Bye Bye 2023
Bye Bye 2023

Leave a Comment

error: Content is protected !!