વેકેશન તારીખ 2024: શાળાઓમા ઉનાળુ વેકેશન ની તારીખો જાહેર, 35 દિવસ રહેશે વેકેશન

વેકેશન તારીખ 2024: summer Vacation Date 2024: રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા દર વર્ષે દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન એમ 2 વેકેશન પાડવામા આવે છે. ઉનાળુ વેકેશન 35 દિવસનુ હોય છે. 35 દિવસ સુધી વિદ્યાર્થીઓ માટે શાળામા રજા હોય છે. ઉનાળુ વેકેશન 2024 માટે શિક્ષણ વિભાગ તરફથી તારીખો જાહેર કરવામા આવી છે.

વેકેશન તારીખ 2024

ઉનાળુ વેકેશન ની વિદ્યાર્થીઓ અને વાલીઓ રાહ જોતા હોય છે. વેકેશન ની તારીખો જાહેર થતા જ લોકો પોતાના બાળકો સાથે બહાર ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. એવામા વર્ષ 2024 માટે શિક્ષણ વિભાગ તરફથી વેકેશન ની તારીખો જાહેર કરવામા આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તરફથી ઉનાળુ વેકેશન ની તારીખો નિયત કરવા માટે પરીપત્ર જાહેર કરવામા આવ્યો છે.

  • રાજયની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે ઉનાળુ વેકેશન ની તારીખો જાહેર કરવામા આવી છે.
  • તારીખ 6-5-2024 થી 9-6-2024 સુધી 35 દિવસ રહેશે ઉનાળૂ વેકેશન.
  • તા. 10-6-2024 થી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે.

[LATEST UPDATE]

ઉનાળુ વેકેશન ની તારીખો જાહેર થયા બાદ આ પરીપત્ર હાલ પુરતો સ્થગિત કરવામા આવ્યો છે.

વેકેશન તારીખ 2024

પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પરીપત્ર કરી રાજયના તમામ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને અને જીલ્લા શિક્ષણાધિકારીઓને ઉનાળું વેકેશન ની તારીખ બાબતે જાણ કરવામાં આવી છે. ત્યારે પત્રમાં લખવામાં આવ્યું છે કે આગામી તા. 6 મે થી 9 જૂન સુધી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. ત્યારે આગામી 10 જૂનથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓ ફરી શરૂ થઈ જશે.

આ વેકેશન તારીખ મુજબ નીચેની શાળાઓમા તારીખ 6 મે 2023 થી 9 જુન 2024 સુધી ઉનાળુ વેકેશન રહેશે.

  • રાજયની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ
  • સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો
  • બાલ અધ્યાપન મંદિરો
  • સ્વનિર્ભર પીટીસી કોલેજો

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો

ઉનાળુ વેકેશન તારીખ શું છે ?

તારીખ 6-5-2024 થી 9-6-2024 સુધી

Leave a Comment

error: Content is protected !!