Bank Holiday March 2024: માર્ચ મહિનામા આટલા દિવસ બંધ રહેશે બેંક, બેંક્ના કામ ફટાફટ પતાવી લેજો

Bank Holiday March 2024: આપણે બેંકમા અવાર નવાર કામ હોય છે. પરંતુ બેંક ની રજાઓનો ખ્યાલ ન હોવાથી ઘણી વખત બેંંક મા ધક્કો થતો હોય છે અને કામ અટકી પડતા હોય છે. માર્ચ મહિનામા ઘણા તહેવારો આવતા હોય છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India) એ આ માર્ચ મહિનામાં આવતી બેંક માટેની રજાઓનું લિસ્ટ જાહેર કર્યુ છે. તેથી જો તમારે બેન્ક સાથે જોડાયેલા કામ હોય તો તે રજાઓ પહેલા પુરા કરી લેશો. જેથી તમારૂ બેંકનુ કોઈ જરૂરી કામ અટકી ન પડે. આવો જાણીએ દરેક રાજ્યો પ્રમાણે ક્યારે-ક્યારે બેન્કમાં રજા રહેશે.

સ્થાનીક તહેવારો મુજબ રજા

આ માર્ચ મહિનામાં 14 દિવસ બેન્કોમાં રજા છે. માર્ચમાં પ્રથમ રજા 1 માર્ચે આવે છે. 1 માર્ચે મિઝોરમમાં ચપચાર કુટ તહેવાર છે, આ સિવાય હોળીની સાથે 12 માર્ચે રમઝાનની શરૂઆતના દિવસે ઘણા રાજયોમા રજા છે. આ રજા અલગ-અલગ રાજ્યો પ્રમાણે અલગ-અલગ નક્કી થતી હોય છે, કારણ કે રજાઓ જે તે રાજયોના સ્થાનીક તહેવારને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવતા હોય છે.

બીજા અને ચોથા શનીવારે બેંંકોમા હોય છે રજા.

આરબીઆઈની ગાઇડલાઇન પ્રમાણે બેન્ક રવિવારે બંધ હોય છે સાથે-સાથે દરેક મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકોમા રજા હોય છે. રિઝર્વ બેન્કે 1, 8, 22, 25, 26, 27 અને 29 માર્ચે રજાની જાહેરાત કરી છે. આ સિવાય મહિનામાં 3,10,17, 24 અને 31 માર્ચે પાંચ રવિવાર અને 9 તથા 23 માર્ચે બીજા અને ચોથા શનિવારની રજા પણ દરેક રાજ્યોમા બેન્કોમાં રહેશે.

આ પણ વાંચો: પંચગની હિલ સ્ટેશન: ગુજરાતને અડીને આવેલુ બેસ્ટ હિલ સ્ટેશન, ફિલ્મોનુ થાય છે શુટીંગ

Bank Holiday March 2024

માર્ચ 2024માં બેન્કો મા આવતી ની રજાનું લિસ્ટ નીચે મુજબ છે.

  • 1 માર્ચ, શુક્રવાર : ચાપચર કુટ – મિઝોરમ મા બેંક બંધ રહેશે.
  • 3 માર્ચ, રવિવાર : સમગ્ર ભારતમાં બેન્ક બંધ રહેશે
  • 8 માર્ચ, શુક્રવાર : મહાશિવરાત્રી ની રજા
  • 9 માર્ચ, શનિવાર : મહિનાનો બીજો શનિવાર હોવાથી સમગ્ર ભારતમાં બેન્ક બંધ રહેશે.
  • 10 માર્ચ, રવિવાર : સમગ્ર ભારતમાં રજા
  • 17 માર્ચ, રવિવાર : સમગ્ર ભારતમાં રજા
  • 22 માર્ચ, શુક્રવાર: બિહાર દિવસ (બિહાર) – બિહાર મા બેંકો બંધ રહેશે.
  • 23 માર્ચ, શનિવાર : મહિનાનો ચોથો શનિવાર હોવાથી સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે.
  • 24 માર્ચ, રવિવાર: સમગ્ર ભારતમાં રજા
  • 25 માર્ચ, સોમવાર: હોળી ની રજા રાજયવાઇઝ જાહેર કરવામા આવે છે.
  • 26 માર્ચ, મંગળવાર : બીજો દિવસ/હોળી ઓડિશા, મણિપુર અને બિહાર
  • 27 માર્ચ, બુધવાર: હોળી- બિહાર મા બેંકો બંધ
  • 29 માર્ચ, શુક્રવાર: ગુડ ફ્રાઈડે સમગ્ર ભારતમા બેંકોમા રજા
  • 31 માર્ચ, રવિવાર: સમગ્ર ભારતમાં રજા

આ પણ વાંચો: ડ્રોન દીદી યોજના: સરકાર આપી રહિ છે મહિલાઓને આપી રહિ છે 8 લાખની સહાય, મળશે 15000 ની સહાય

રાજ્યવાઇઝ રજાઓ

રાજયવાઇઝ બેંકોમા નીચે મુજબ રજા રહેશે.

  • 1 માર્ચ- મિઝોરમમાં ચાપચાર કુટ તહેવાર પર બેન્કો મા રજા રહેશે.
  • 8 માર્ચ- મહાશિવરાત્રી હોવાથી ત્રિપુરા, મિઝોરમ, તમિલનાડુ, સિક્કિમ, અસમ, મણિપુર, ઈટાનગર, રાજસ્થાન, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, નવી દિલ્હી, ગોવા, બિહાર અને મેઘાલયને છોડી દેશભર ના અન્ય રાજયોમા બેન્ક બંધ રહેશે.
  • 22 માર્ચ- બિહાર દિવસ (બિહાર રાજયમમાં બેન્ક બંધ રહેશે.)
  • 25 માર્ચ- હોળી પર મોટા ભાગના રાજ્યોમાં બેંકોમા રજા રહેશે.
  • 26 માર્ચ- ધુળેટીના દિવસે પણ ઘણા રાજયોમા બેંકોમા રજા રહેશે.
  • 29 માર્ચ- ગુડ ફ્રાઇડે હોવાથી ત્રિપુરા, અસમ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશને સિવાય દેશભરમાં અન્ય રાજયોમા બેન્ક બંધ રહેશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Bank Holiday March 2024
Bank Holiday March 2024

Leave a Comment

error: Content is protected !!