Manav Garima Yojana 2023: માનવ ગરીમા યોજના માટે ઓનલાઇન અરજી શરૂ, 28 પ્રકારના વ્યવસાય માટે મળશે Free સહાય

Manav Garima Yojana 2023: માનવ ગરીમા યોજના 2023: સરકાર દ્વારા વિવિધ વર્ગ ના લોકો માટે અને આર્થીક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા લોકો માટે તથા નાના વ્યવસાય કારો માટે અનેક કલ્યાણકારે યોજનાઓ ચલાવવામા આવે છે. આવી જ એક સહાયકારી યોજના એટલે Manav Garima Yojana 2023 અંતર્ગત 28 પ્ર્કારના વ્યવસાય માટે સહાય આપવામા આવે છે. આજે આપણે માનવ ગરીમા યોજના 2023 ની ઓનલાઇન અરજી કરવા માટેની જરૂરી માહિતી મેળવીશુ.

Manav Garima Yojana 2023

યોજનામાનવ ગરીમા યોજના 2023
અમલીકરણ વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
યોજનાનો હેતુસ્વરોજગારીની તકો
કચેરી સંપર્કવિકસતિ જાતિ કલ્યાયાણ
અરજી કરવાનો પ્રકારઓનલાઈન અરજી
અરજી કરવાની તારીખ15-5-2023 થી 14-6-2023
Official Websitewww.esamajkalyan.gujarat.gov.in

નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી વિમુક્ત જાતિઓના લાભાર્થીઓ નાના પાયાના સ્વતંત્ર વ્યવસાય કરી, સ્વરોજગારી મેળવી, આર્થિક રીતે પગભર બને તેવા હેતુંથી માનવ ગરીમા યોજના હેઠળ વિવિધ ટ્રેડના સાધનો (ટુલ કિટ્સ) વિના મુલ્યે આપવામાં આવે છે.

આ પણ વાંચો: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના: સરકારની નવી યોજના, ધોરણ 9 થી 12 સુધી વિદ્યાર્થીને મળશે 90000 સ્કોલરશીપ; ફોર્મ ભરવાની પ્રોસેસ

માનવ ગરીમા યોજના 2023 વ્યવસાય લીસ્ટ

માનવ ગરીમા યોજના 2023 મા નીચેના વ્યવસાય માટે સાધન સહાય ટુલ્સ કીટ મળવાપાત્ર છે.

  • કડીયાકામ
  • સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • સુથારીકામ
  • ધોબીકામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહી વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણા બનાવટ
  • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • મોબાઇલ રીપેરીંગ
  • હેર કટીંગ (વાળંદ કામ)

આ પણ વાંચો: મોબાઇલ સહાય યોજના: ખેડૂતોને સ્માર્ટફોન લેવા માટે મળશે રૂ.6000 સહાય, જાણો અરજી કરવાની પ્રોસેસ અને ડોકયુમેન્ટ લીસ્ટ

માનવ ગરીમા યોજના આવક મર્યાદા

આ યોજનામા આવક મર્યાદા માટે નીચે મુજબની 2 શરતો રાખેલી છે.

  • અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ₹ 6,00,000 ધરાવતા હોય.
  • અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.

ડોકયુમેન્ટ લીસ્ટ

આ યોજના માટે અરજી કરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની આવશ્યક્તા રહે છે.
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિ નો દાખલો
  • વાર્ષિક આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
  • સ્વ ઘોષણા
  • એકરારનામું

માનવ ગરીમા યોજના અન્ય જરૂરી સૂચનાઓ

  • સદરહું યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારઓ પાસેથી esamajkalvan.gujarat.gov.in પર તા.૧૫/૦૫/૨૦૨૩ થી તા.૧૪/૦૬/૨૦૨૩ સુધી ઓનલાઇનથી અરજીઓ મંગાવવામાં આવે છે.
  • નાણાંકિય વર્ષ ૨૦૨૧-૨૨ અને વર્ષ ૨૦૨૨-૨૩ની જે અરજીઓ જિલ્લા અધિકારીશ્રીઓ દ્વારા મંજુર કરેલ છે પરંતુ કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ ન હોય તેવી અરજીઓને અરજદારોના વિશાળ હિતને ધ્યાનમાં લઇ સરકારશ્રી દ્વારા આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં કેરી ફોરવર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જેથી તે અરજદારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહી.
  • માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવવા માટેની અરજી ઓનલાઇનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઇનથી અપલોડ કરવાના રહેશે. હાર્ડ કોપી કચેરીમા આપવાની નથી. જરૂર જણાયે જિલ્લા કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા જ્યારે ઓરીઝનલ ડોક્યુમેન્ટ માંગવામા આવે ત્યારે બતાવવાના રહેશે.
  • અરજીમાં સંપુર્ણ માંગેલ વિગતો ભરેલ નહી હોય અથવા અધુરા દસ્તાવેજો વાળી અરજી હશે તો તે આપોઆપ રદ (નામંજુર) ગણાશે.
  • અરજદાર મુળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઇએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે રૂ.૬,૦૦,૦૦૦/- થી વધુ હોવી જોઇએ નહી.
  • વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું ધોરણ લાગું પડશે નહી.

આ પણ વાંચો: વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023

  • અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહી અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. (૭) અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઇ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઇએ નહિ.
  • આ યોજનનો લાભ કુટુંબમાંથી કોઇ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે.
  • ઓનલાઇન અરજીમાં અરજદારે પોતાના અથવા કુટુંબના વ્યક્તિનો મોબાઇલ નંબર આપવાનો રહેશે. તથા મોબાઇલ ચાલુ સ્થિતિમા રાખવાનો રહેશે. અન્ય વ્યક્તિનો મોબાઇલ નંબર આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો આવી અરજીઓ રદ ગણવામાં આવશે.
  • અરજદાર દ્વારા ઓનલાઇન કરેલ અરજીનું સ્ટેટ્સ જાણવા વેબસાઇટ જોતા રહેવું.
  • (૧૧) અરજી મંજુર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીની રહેશે. જે અંગે બીજો કોઇ હક્કદાવો કરી શકશે નહીં.
  • (૧૨) જિલ્લા અધિકારીશ્રીઓ દ્વારા મંજુર કરેલ અરજીઓનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરી લાભાર્થીઓ પસંદ કરવામા આવશે. કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓને જ સાધનો (ટુલ કિટ્સ) આપવામા આવશે.
  • (૧૩) માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો eamajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી અરજદારએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, (વિકસતી જાતિ)ની કચેરીમાંથી પણ મળી રહેશે.
  • માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા બાબતે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે.

Manav Garima Yojana 2023 Link

માનવ ગરીમા યોજના 2023 માહિતી વાંચોઅહિં ક્લીક કરો
Manav Garima Yojana 2023
ઓનલાઇન અરજી ફોર્મ
અહિં ક્લીક કરો
માનવ ગરીમા યોજના 2023 જાહેરાતઅહિં ક્લીક કરો
Home pageClick here
follow us on Google Newsclick here
Join our whatsapp GroupClick here
Manav Garima Yojana 2023
Manav Garima Yojana 2023

FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો

માનવ ગરીમા યોજના 2023 માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

www.esamajkalyan.gujarat.gov.in

Manav Garima Yojana 2023 માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ શું છે ?

15-5-2023 થી 14-6-2023

માનવ ગરીમા યોજના 2023 નો લાભ કોને મળે છે ?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થીક રીતે પછાત વર્ગ, લઘુમતિ અને વિચરતી અને વિમુકત જતિ ના લોકોને

2 thoughts on “Manav Garima Yojana 2023: માનવ ગરીમા યોજના માટે ઓનલાઇન અરજી શરૂ, 28 પ્રકારના વ્યવસાય માટે મળશે Free સહાય”

Leave a Comment

error: Content is protected !!