વરસાદ આગાહિ: ટીટોડી, મોર, અખાત્રીજ પવન, હોળી ઝાળ પરથી કઇ રીતે કરવામા આવશે છે વરસાદની આગાહિ, અંબાલાલે જણાવી માહિતી

વરસાદ આગાહિ: હવામાન વિભાગ ઉપરાંત ઘણા આપણા વડીલો અને હવામાન નિષ્ણાંત લોકો વરસાદ ની આગાહિઓ કરતા હોય છે. અને આ આગાહિઓ ઘણે ખરે અંશે સાચી પણ પડતી હોય છે. વરસાદની આગાહિનુ નામ આવે એટલે લોકોના મુખે એક જ નામ આવે અંબાલાલ પટેલ. અંબાલાલ પટેલ એક હવામાન નિષ્ણાંત છે અને તેમની વરસાદ અને હવામન ની અગાહિઓ મોટાભગે સાચી પડતે હોય છે ત્યારે આપણા વડીલો ટીટોડી, મોર, ચકલી, અખાત્રીજનો પવન, હોળીની ઝળ વગેરે પરથી કઇ રીતે વરસાદ અને ચોમાસાની આગાહિ કરે તે જાણીએ.

અંબાલાલ વરસાદ આગાહિ

હવામાન વિભાગ દ્વારા વરસાદ, ચોમાસું કે ગરમી-ઠંડીની આગાહી કરવામાં આવતી હોય છે, પરંતું ભારતમા વરસાદની આગાહી કરવાની અનેક જુની રીતો છે, જેને લોકો વરસાદનો વરતારો કહે છે. આવા અનેક આપના વડિલો નિષ્ણાતો છે, જેઓ પવનની દિશા જોઈને પણ વરસાદની આગાહી કરતા હોય છે. આ કોઈ વરસાદની આગાહિ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ નથી, પરંતુ આવી આગાહીઓ કરવાની શૈલી આપણા વડીલોએ વિકસાવેલી છે. જેના દ્વારા વડિલો અને હવામાન જાણકારો આજે પણ સચોટ અનુમાન કરે છે. આવામાં એક છે પક્ષી છે ટીટોડી. પક્ષીના ઈંડા મૂકવાની પદ્ધતિ પરથી વરસાદની કરાતી આગાહી. આ વિશે આપણા ગુજરાતન નામાંકિત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શુ કહે છે તે જાણીએ અને કેવી રીતે વરસાદની આગાહી કરે છે તે તેના રોચક માહિતી મેળવીએ.

આ પણ વાંચો: Plastic Currency: ગજબ કહેવાય…. આટલા દેશોમા નથી ચાલતી કાગળની ચલણી નોટ, આ દેશોની કરન્સી વિશે જાણી તમે પણ દંગ રહિ જશો.

આપણા વડીલો નક્ષત્રો, પવનની દિશાઓ, વાતાવરણમાં થતાં પરિવર્તનો, પશુ પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનું અને વરસાદનુ કરતા હોય છે. આવામાં એક લોકવાયકા ટીટોડીના ઈંડા મૂકવાની રીત ઉપર પણ છે. જેના પરથી આવતા વર્ષે ચોમાસું રહેશે તેનુ અનુમાન કરાતુ હોય છે. આ વિશે અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે ટિટોડી જે જગ્યાએ ઈંડા મૂકે છે તે જગ્યા કેવી છે અને કેટલી ઊંચી આવેલી છે, કેટલા ઈંડા મૂક્યા છે, કયા મહિને મૂક્યા છે તેના આધારે વરસાદનો વરતારો કાઢવામાં આવતો હોય છે.

ચોમાસા માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, રોહિણી નક્ષત્ર પરથી આપ્યા વરસાદના સંકેત

ટીટોડી ના ઈંડા પરથી વરસાદની આગાહિ

ટીટોડી કેટલા ઈંડા મૂકે છે તેના પર અનુમાન ગલાવવામા આવે છે.
અંબાલાલ પટેલે વરસાદનો વરતારો કાઢવાની રીત વિશે જણાવે છે કે, ટીટોડી જો અષાઢ મહિનામં ઈંડા મૂકે તે ખૂબ મહત્વનું છે. સાથે જ ટીટોડી કેટલા ઈંડા મૂકે છે તેનુ પણ મહત્વ રહેલુ છે. જો તે ચાર ઈંડા મૂકે તો એનો અર્થ એ થયો કે વરસાદના ચારેય મહિના સારા જશે. જો એક ઈંડુ મૂકે તો અષાઢ મહિનામાં વરસાદ થાય, બે ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં વરસાદ થાય, ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં વરસાદ સારો થાય આવી આપણા વડીલો ની પારંપરિક આગાહિઓ છે.

ટીટોડી કઈ જગ્યા પર ઈંડા મૂકે તેના પરથી વરસાદનુ અનુમાન.
ટીટોડી કઈ જગ્યા પર ઈંડા મૂકે તે પણ વરસાદનો વરતારો કાઢવામાં મહત્વ રહેલુ છે. ટિટોડી ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહેવાની શકયતાઓ રહેલી છે. ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહેવાની શકયતાઓ છે. સૂકા તળાવ વચ્ચે ઈંડા મૂકે તો ચોમાસું બીલકુલ નબળું રહે આવી આપણી જુની માન્યતાઓ છે.

આ પણ વાંચો: Post GDS Recruitment: પોસ્ટ વિભાગમા 10 પાસ માટે 12828 જગ્યા પર ડાક સેવકની બમ્પર ભરતી, પગારધોરણ 12000 થી 30000

ઈંડા કેવી રીતે મૂકાયેલા છે તેનુ અનુમાન
આ ઉપરાંત ઈંડા કેવી રીતે મૂકાયેલા છે તેનુ અનુમાન પણ કરાય છે. ઈંડાની અણીઓ નીચે રહે તો સારો વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.

પક્ષીઓ પરથી વરસાદનુ અનુમાન

હવે આપણને એવો પ્રશ્ન થાય કે દુનિયામાં ઘના પક્ષીઓ છે, પણ ટીટોડી જ શા માટે. ટીટોડીના જ ઈંડા પરથી કેમ વરસાદનું અનુમાન કરવામા આવે છે. આ વિશે અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, પક્ષીઓ ખુબ જ સંવેદનશીલ હોય છે, તેમને આવનારી કુદરતી આફતો વિશે પહેલા ખબર પડી જતી હોય છે. પક્ષીઓની ચેષ્ટાઓ, અવાજ, માળા બાંધવાની પ્રક્રિયા પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતી હોય છે. જેના પર અભ્યાસ થાય છે. માત્ર ટીટોડી જ નહિ, અન્ય પક્ષીઓની હલચલ પરથી પણ વરસાદની આગાહી કરી શકાય છે. જેમ કે, ચકલીઓ ઘરમાં માળો બનાવે તો સારો વરસાદ થાય છે. આ ઉપરાંત ચકલી ધૂળમા ન્હાય તો પણ સારો વરસાદ થાય છે. આ ઉપરાંત મોરનુ ચોમાસામાં બોલવુ પણ સારો વરસાદ થવાના સંકેત છે.

આ ઉપરાંત આપણે ત્યા વડીલો અખાત્રીજનો પવન અને હોળી ની ઝાળ પરથી પણ આવતા વર્ષે ચોમાસુ કેવુ રહેશે તેનો વરતારો કાઢતા હોય છે.

વરસાદ આગાહિ
વરસાદ આગાહિ

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો

ટીટોડી ઊંચા સ્થાન પર ઈંડા મુકે તો કેવો વરસાદ થાય ?

ટીટોડી ઊંચા સ્થાન પર ઈંડા મુકે તો ચોમાસુ સારુ થવાની શકયતાઓ છે.

વરસાદનો વરતારો શેના પરથી કાઢવામા આવે છે ?

ટીટોડીના ઈંડા, અખાત્રીજના પવનની દિશા અને હોળીની ઝાળ પરથી

1 thought on “વરસાદ આગાહિ: ટીટોડી, મોર, અખાત્રીજ પવન, હોળી ઝાળ પરથી કઇ રીતે કરવામા આવશે છે વરસાદની આગાહિ, અંબાલાલે જણાવી માહિતી”

Leave a Comment

error: Content is protected !!