Board Exam Tips: 12 કોમર્સની પરીક્ષાનો છે ડર? તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, માર્ક મળશે સારા.

Board Exam Tips: બોર્ડ પરીક્ષા ટિપ્સ: Exam Tips: પેપર લખવાની પદ્ધતિ: માર્ચ મહિનો આવતા જ પરીક્ષાની ઋતુ ચાલુ થઈ જાય છે. ત્યારે માર્ચ માહિનામાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પોતાની પરિક્ષાને લઈને ખૂબ જ ચિંતામાં હોય છે. કે પોતાનું પેપર કેવું રહેશે. લખવાનું બાકી તો નહીં રહી જાય ને? સમય ઘટશે તો? જેના લીધે વિદ્યાર્થીઓને આવડતા જવાબો પણ ભૂલી જતાં હોય છે. આ માટે આજે અમે ધોરણ 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે કેટલીક Board Exam Tips લઈને આવ્યા છીએ જે તમારી આવનારી પરીક્ષામાં ઉપયોગી થશે. આવો જોઈએ માહિતી.

Board Exam Tips

બોર્ડની પરિક્ષાને હવે ગણતરીના દિવસો બચ્યા છે આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ નાની નાની બાબતે ગૂંચવણ અનુભવતા હોય છે. તેના કારણે અમુક વખત એવું બનતું હોય છે કે પેપરમાં આવડતું હોવા છતાં પણ પેપરમાં ભૂલો કરી દેતા હોય છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા અમુક Board Exam Tips આપવામાં આવી છે.

આ પણ વાંચો: Board Paper Style: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 2023-24 ની નવી પેપર સ્ટાઈલ.

એકાઉન્ટ જેવા પેપરમાં ધ્યાનમાં રાખવાની બાબતો

આ અંગે એક શાળા ના એકાઉન્ટ વિભાગના શિક્ષકશ્રી દ્વારા જણાવ્યુ હતું કે એકાઉન્ટમાં ટાઈમ મેનેજમેન્ટ અને કેલ્ક્યુલેશન સૌથી મહત્વનો ટોપીક છે. આ બંને ટોપીક પર દ્યાન રાખવામા આવે તો પેપર સમયસર પૂરું થઈ જાય છે. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓનો સમય કેલ્ક્યુલેશનમાં જતો રહેતો રહે છે. આથી સૌથી પહેલા એકાઉન્ટમાં બધી જ એન્ટ્રીઓ પોસ્ટ કરી દેવી જોઈએ. અને કેલ્ક્યુલેશન સૌથી છેલ્લે કરવું જોઈએ.

આ પણ વાંચો   બોર્ડ પરીક્ષા 2024: ધોરણ 10-12 ફોર્મ ભરવાની તારીખો જાહેર, જુઓ કઈ તારીખે થી ભરાશે ફોર્મ

મોટા ભાગના વિદ્યાર્થીઓ બેલેન્સ શીટની ટેલીમાં સમય બરબાદ આકરી દેતા હોય છે. જેની ઇફેક્ટ બીજા પ્રશ્ન પર પડતી હોય છે. આથી બધા જ પ્રશ્નના ફોર્મેટ બનાવીને કેલ્ક્યુલેશન છેલ્લી 15 મિનિટમાં કરવું જોઈએ. જેથી કરીને પેપર સમય સર પૂરું થઈ શકે. એકાઉન્ટમાં 6 પ્રશ્નો ફિક્સ હોય છે. આથી તેની તૈયારી કરવી સહેલી પડે છે.

આ પણ વાંચો: Gujarat RTO Code: ગુજરાતના તમામ જિલ્લાના RTO પાર્સિંગ કોડ, જાણો ક્યૂ વાહન ક્યાં જિલ્લાનું છે.

થીયરી વાળા પેપરમાં ધ્યાનમાં રાખવાની બાબતો.

આ બાબતે એક શાળાના શિક્ષક દ્વારા જણાવાયું છે કે થીયરી વાળા પેપરમાં જેમ કે અર્થશાસ્ત્ર અને બિઝનેશ ઓર્ગેનાઇઝેશનમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં આવનાર કન્ટેન વિષે ખબર હોવી જોઈએ. થીયરી પેપરમાં પોઈન્ટ પ્રમાણે લખવું જોઈએ. અર્થશાસ્ત્રમાં ઘણી વખત એક જ પ્રશ્ન 3 માર્કસમાં અને 6 માર્કસમાં પણ પૂછાઇ છે.

આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ કે ક્યાં પ્રશ્ન જવાબમાં કેટલા પોઈન્ટ લખવા જોઈએ. પરીક્ષા દરમિયાન રિફાર કરવા માટે વિદ્યાર્થીઓએ નોટ્સ બનાવી રાખવી જોઈએ. પરીક્ષા દરમિયાન ઘણી વખત વિદ્યાર્થીઓ પ્રશ્નને સમજ્યા વગર જ જવાબ લખી દેતા હોય છે. આવી સ્થિમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓએ પ્રશ્નમાં શું પુછવામાં આવ્યું છે અને કેટલું લખવાનું છે ટે અંગે વિચારીને લખવું.

આ પણ વાંચો: રોડ ટુ હેવન: ગુજરાતના આ રસ્તા પર જતાં સ્વર્ગ જેવો એહસાસ થશે, જેથી તેને કહેવાય છે Road To Heaven.

પેપર છૂટી ન જાય ટે માટે

થીયરી વાળા પેપર લાંબા હોય છે આથી પેપર છૂટી જાણો ડર હોય છે આવી સ્થિતિમાં જે પ્રશ્ન આવડતા હોય ટે સૌપ્રથમ લખી લેવા જોઈએ. ત્યારબાદ ન આવડતા હોય ટે પ્રશ્નો પર સમય આપવો જોઈએ. બોર્ડની પરિક્ષાના જૂના પેપરો બેસીને 3 કલાકમાં પૂરું કરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ.

નોંધ – આ Board Exam Tips એ વિદ્યાર્થીઓને મદદ મળી રહે તે હેતુ આપવામાં આવી છે. આ માટે તમે અન્ય પરિક્ષાના જાણકાર પાસેથી માહિતી મેળવી શકો છો. આ બાબતે https://vyanjanrecipes.com/ કોઈ જવાબદાર નથી.

આ પણ વાંચો   Board Paper Style: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 2023-24 ની નવી પેપર સ્ટાઈલ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Board Exam Tips
Board Exam Tips

Leave a Comment

error: Content is protected !!