ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતો માટે સરકારની 2 મોટી જાહેરાત, 10 કલાક વિજળી અને નર્મદામાથી મળશે પાણી

ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતો માટે ની યોજનાઓ: ખેડૂતો માટે નવી જાહેરાત: ભારત ખેતીપ્રધાન દેશ છે. અને ખેડૂતો ને ખેતીમા સહાય મળે તે માટે સરકાર દ્વારા અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. ઉપરાંત ખેડૂતો ને ફાયદો થાય તેવી જાહેરાતો સરકાર દ્વારા અવારનવાર કરવામા આવે છે. હાલ વરસાદ ખેંચવાથી ખેડૂતોને ખેતીમા પાકને બચાવવા પાણી અને વિજળી ની ખાસ જરૂર પડે છે. ત્યારે ખેડૂતોને રાહત મળે તેવી 2 અગત્યની જાહેરાતો સરકાર દ્વારા કરવામા આવી છે.

ખેડૂતો માટે નવી જાહેરાત

 • ખેડૂતોને લઈ રાજ્ય સરકારે વધુ બે મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યા છે.
 • વરસાદ ખેચાતા 8 ની જગ્યા હવે 10 કલાક વીજળી આપવામા આવશે.
 • ‘નર્મદામાંથી ખેતી માટે પાણી છોડવા નિર્ણય લેવામા આવ્યો’
 • વરસાદ ખેંચતા ખેતી મા પિયત માટે થશે ફાયદો

રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ખેડૂતોનો પાક બચાવવા ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી આપવામા આવશે.

રાજય સરકારના આ નિર્ણયથી રાજ્યના અંદાજે કુલ ૨૦.૨૮ લાખ ખેતી વીજ જોડાણ ધરાવતાં ખેડૂતોમાંથી ૧૪ જિલ્લાના અંદાજે ૧૨ લાખ જેટલા ખેતી વીજ જોડાણ ધરાવતાં ખેડૂતોને સીધો લાભ થશે. સરકારની આ જાહેરાત નો લાભ નીચે મુજબના જિલ્લાઓને મળશે.

આ પણ વાંચો: ગુજરાતનો સૌથી મોટો વોટરપાર્ક: 20 એકર મા ફેલાયેલો ગુજરાતનો સૌથી મોટો વોટરપાર્ક, ફોટો જોઇ જવાનુ મન થઇ જશે

 • કચ્છ
 • બનાસકાંઠા
 • સાબરકાંઠા
 • મહેસાણા
 • પાટણ
 • ગાંધીનગર
 • અમદાવાદ
 • ખેડા
 • અમરેલી
 • સુરેન્દ્રનગર
 • રાજકોટ
 • જામનગર
 • દેવભૂમિ
 • દ્વારકા
 • જૂનાગઢ

ખેડૂતો માટે ખુશખબર

આ અંગે મંત્રીશ્રીએ જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી એ લોકોની સુખાકારી માટે લોક ઉપયોગી નિર્ણયો કર્યા છે, જૂલાઈમાં 80 ટકા વરસાદ થયો છે, જયારે અત્યારે વરસાદની ખોટ સર્જાઈ છે. જળાશયોમા પાણી હોવા છતાં પાક સુકાય રહ્યો છે. ખેડૂતોની કૃષિ મંત્રીને આ બાબતે ઘણી રજૂઆતો આવી છે જેને લઈ વીજળી અને પાણી આપવાની મહત્વની જાહેરાત કરવામા આવી છે, હાલ વીજળી ખેડૂતોને 8 કલાક આપવામા આવે છે જેની જગ્યાએ હવે 10 કલાક વિજળી આપવામાં આવશે. જેમા કચ્છ, મહેસાણા, સુરેન્દ્રનગર, ખેડા, પાટણ, રાજકોટ, જામનગર તેમજ અમદાવાદ, દ્વારકા, બનાસકાંઠા, જૂનાગઢ, સાબરકાંઠા જિલ્લાઓમાં 10 કલાક વીજળી આપવામા આવનાર છે . સરકારના આ નિર્ણયથી 12 લાખ ખેડૂતોને ફાયદો થશે.

આ પણ વાંચો: LPG ભાવ ઘટાડો: સરકારની મોટી જાહેરાત, રાંધણગેસ LPG બાટલાના ભાવમા 200 રૂ, નો ઘટાડો

પાણી છોડવાનો નિર્ણય લેવામા આવ્યો
નર્મદામાંથી પાણી છોડવાનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામા આવ્યો છે. 14 પાઈપ લાઈનથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત તેમાં પણ પાણી છોડવામાં આવનાર છે. સાણંદ અને આસપાસના વિસ્તારો કે જ્યાં ડાંગર થાય છે ત્યાં બે-ત્રણ દિવસમા પણ પાણી આપવામા આવશે. 80 ટકા ડેમો ભરાયા છે બાકીના ડેમો માંથી પણ ખેતી માટે પાણી છોડવામાં આવશે.

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આ અંગે જણાવ્યું હતુ કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે સિંચાઇ માટે પાણી આપવામા આવશે. સરદાર સરોવર સહિત રાજ્યના જે ડેમોમાં ૮૦ ટકાથી વધુ પાણી છે તેવા ડેમોમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવનાર છે. રાજ્યમાં જુલાઈ સુધીમા સરેરાશ વરસાદના ૭૮% જેટલો વરસાદ નોંધાયો છે. પરંતુ સમગ્ર ઓગષ્ટ મહીનામાં છુટા છવાયા ઝાપટા ને બાદ કરતા નહીવત વરસાદ પડ્યો છે. જેથી વરસાદ ખેંચાતા રાજ્યમાં ખરીફ પાકને બચાવવા માટે પાણીની જરૂરીયાત ઉભી થઈ છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

2 thoughts on “ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતો માટે સરકારની 2 મોટી જાહેરાત, 10 કલાક વિજળી અને નર્મદામાથી મળશે પાણી”

Leave a Comment

error: Content is protected !!