મોબાઇલ સહાય યોજના: Khedut Mobile Sahay Yojana: કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સહાયકારી યોજનાઓ અમલમા છે. જેમા ખાસ કરીને ikhedut પોર્ટલ પર ખેડૂતો માટે અનેક સહાયકારી યોજનાઓ અંતર્ગત સહાય અને સબસીડી આપવામા આવે છે. જેમા ખેડૂતો ને ખેતી માટે વિવિધ સાધનસામગ્રી ખરીદવા માટે સબસીડી આપવામા આવે છે તો બાગાયતી પાકોના વાવેતર માટે સહાય પણ આપવામા આવે છે.
મોબાઇલ સહાય યોજના
વર્તમાન સમયમા ઇન્ટરનેટ ના વધતા વ્યાપ સાથે ખેડૂતો પણ તાલ મીલાવી શકે અને ઇન્ટરનેટ ના માધ્યમથી ખેતીને લગતી નવી નવી માહિતી મેળવી શકે તે માટે સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવામા આવે છે. મોબાઇલ સહાય યોજના અંતર્ગત ખેડૂતો ને સ્માર્ટફોન ખરીદવા માટે રૂ.6000 જેટલી સહાય આપવામા આવે છે. Khedut Mobile Sahay Yojana ની જરૂરી માહિતી મેળવીએ.
આ પણ વાંચો: Voter Helpline: મતદારો યે કયાય માહિતી નહિ શોધવી પડે, ચૂંટણી ને લગતી તમામ માહિતી મેળવો એક જ એપ. પર
ikhedut Mobile sahay yojana
રાજયના ખેતીવાડી ખાતા દ્વારા અમલી બનેલી આ યોજના મા ખેડૂતો ને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવામા આવે છે. આ યોજના અંતર્ગત જો કોઇ ખેડૂત રૂ.15000 કે તેથી વધુ કિંમત નો સ્માર્ટફોન ખરીદે તો તેને રૂ.6000 ને સહાય આપવામા આવે છે.
- આ યોજના નો લાભ લેવા માટે ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે.
- દરેક તાલુકા માટે નિયત કરેલા લક્ષ્યાંંક મુજબ જ ખેડૂતોને સહાય આપવાની હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે લાભાર્થી ખેડૂત ની પસંદગી કરવામા આવે છે.
- ઓનલાઇન અરજી કર્યા બાદ મોબાઇલ ખરીદવા માટે પૂર્વ મંજૂરી આપવામા આવે છે.
- ખરીદી કરવાની મંજૂરી મળ્યા બાદ જ સ્માર્ટફોન ની ખરીદી કરવાની હોય છે.
- સ્માર્ટફોન કોઇ દુકાન કે ઓનલાઇન પણ ખરીદી કરી શકો છો.
- સ્માર્ટફોન ખરીદી નુ GST વાળુ બીલ હોવુ જરૂરી છે.
- સ્માર્ટફોન ની ખરીદી કર્યા બાદ જરૂરી ડોકયુમેન્ટ ની ફાઇલ બનાવી ખેતીવાડી ખાતામા જમા કરાવવાની હોય છે.
મોબાઇલ સહાય યોજના ડોકયુમેન્ટ લીસ્ટ
સ્માર્ટફોન ની ખરીદી કર્યા બાદ જરૂરી ડોકયુમેન્ટ ની ફાઇલ બનાવી ખેતીવાડી વિભાગમા જમા કરાવવાની હોય છે. જેમા નીચેના જેવા ડોકયુમેન્ટ ની જરૂર રહે છે.
- સ્માર્ટફોન ખરીદીનુ GST વાળુ ઓરીજનલ બીલ
- ખેડૂતના આધાર કાર્ડની નકલ
- ખાતેદાર ખેડૂત ના ૭/૧૨ અને ૮-અ ની નકલો
- બેંકખાતાની પાસબુક ની નકલ
- લાભાર્થી ખેડૂત ના ખરીદેલા મોબાઇલ સાથેના ફોટો
- સ્માર્ટફોન ના IMEI નંંબર દેખાય તેવા ફોટો
અગત્યની લીંક
ikhedut પોર્ટલ ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
સ્માર્ટફોન સહાય માટે કઇ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે ?
https://ikhedut.gujarat.gov.in
સ્માર્ટફોન સહાય યોજના મા કેટલી સહાય આપવામા આવે છે ?
વધુ મા વધુ રૂ.6000
સ્માર્ટફોન સહાય માટે બીલ કેવુ હોવુ જોઇએ ?
GST વાળુ પાકુ બીલ
1 thought on “મોબાઇલ સહાય યોજના: ખેડૂતો ને સ્માર્ટફોન ખરીદવા મળશે 6000 ની સહાય, જાણો ખેડૂત મોબાઇલ સહાય યોજના ની પુરી માહિતી”