વર્લ્ડ કપ સેમીફાઇનલ: ક્રિકેટનો મહાકુંભ વર્લ્ડ કપ હાલ ચાલી રહ્યો છે. એક કરતા એક મેચ જોરદાર રોમાંચક બનતી જાય છે. લીગ રાઉન્ડ અડધાથી વધુ ઉરો થઇ ગયો છે. હવે ક્રિકેટ ચાહકો કઇ 4 ટીમો સેમી ફાઇનલ મા આવશે તેના સમીકરણો લગાવી રહ્યા છે. ચાલો જાણીએ સેમી ફાઇનલ મા આવવા માટે કઇ 4 ટીમો પ્રબળ દાવેદાર માનવામા આવી રહી છે.
વર્લ્ડ કપ સેમીફાઇનલ
ભારત તેની લીગ રાઉન્ડ મા 6 માથી 6 મેચ જીતી 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલ મા પ્રથમ સ્થાને હજુ છે. અને સેમી ફાઇનલ મા પોતાની જગ્યા નિશ્વિત કરી લીધી છે. હવે ભારતની બાકીની 3 મેચ નુ જે રીઝલ્ટ આવે તેની અસર તેના પર નહી પડે. ભારતનુ સેમી ફાઇનલ મા રમવુ નિશ્વિત છે. હવે બાકીની 3 કઇ ટીમો સેમી ફાઇનલ માટે દાવેદાર છે તેના સમી કરણો જોઇએ,
વર્લ્ડ કપ 2023 નુ હાલનુ પોઈન્ટ ટેબલ જોઇએ તો તેમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા હાલ ત્રીજા અને ચોથા સ્થાને છે. બંને એ 6 માથી 4-4 મેચ જીતી 8-8 પોઈન્ટ છે. જો આ બંને ટીમો બાકીની 3 મેચ જીતી જાય છે તો તેનુ સેમીફાઈનલમાં પહોંચવું નિશ્ચિત છે. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વધુ મા વધુ 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો: World Cup Point Table: વર્લ્ડ કપનુ પોઇન્ટ ટેબલ, કઇ ટીમ છે આગળ; કયો ખેલાડી છે રનમા ટોપ પર
જો ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા તેની બાકીની 3 મેચ જીતી જાય છે તો બાકીની 4 ટીમો (પાકિસ્તાન, શ્રીલંકા, નેધરલેન્ડ, અફઘાનિસ્તાન) સેમી ફાઇનલ ની રેસ માથી બહાર થઈ જશે. ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશની ટીમ પોઈન્ટ ટેબલમાં 9મા અને 10મા સ્થાને છે. બંનેના 6 મેચમાં 2 પોઈન્ટ છે. અને આ બન્ને ટીમો સેમી ફાઇનલ ની રેસ માથી બહાર થઇ ગઇ છે. જો બંને ટીમો તેમની તમામ મેચો જીતી જાય તો પણ તેઓ મહત્તમ 8 પોઈન્ટ સુધી જ પહોંચી શકે છે.
જો પાકિસ્તાન, શ્રીલંકા, નેધરલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમોની વાત કરીએ તો પોઇન્ટ ટેબલ મા તેમની હાલત ખૂબ જ ખરાબ છે. આ 4 ટીમોના 4 પોઈન્ટ છે. પાકિસ્તાન અને નેધરલેન્ડે 6-6 મેચ રમી છે જ્યારે શ્રીલંકા અને અફઘાનિસ્તાન અત્યાર સુધીમાં 5-5 મેચ રમ્યા છે. સોમવારે પુણેમાં બંને વચ્ચે ટક્કર છે, જે ટીમ આ મેચ જીતશે તેને 6 પોઈન્ટ થશે.
અફઘાનિસ્તાન માટે આગળનો રસ્તો થોડો મુશ્કેલ હશે. તેને નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે મેચ રમવાની છે. નેધરલેન્ડની ટીમે આ વર્લ્ડ કપમાં બે અપસેટ સર્જ્યા છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પણ જીતના રથ પર સવાર છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનનુ સેમીફાઇનલ મા પહોંચવુ અશક્ય લાગી રહ્યુ છે.
આ પણ વાંચો: World Cup Match Live: વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા કઇ રીતે જોશો, આ રીતે જુઓ મોબાઇલમા વર્લ્ડ કપ
આ સાથે જ શ્રીલંકાને આગામી ત્રણ મેચમાં ભારત, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડનો સામનો કરવાનો છે. બાંગ્લાદેશને હરાવવું તેમના માટે આસાન હશે પરંતુ ભારત અને ન્યુઝીલેન્ડ આ વર્લ્ડ કપમાં ખૂબ જ સારુ પ્રદર્શન કરી રહ્યા છે. જો શ્રીલંકાની ટીમ એક મેચ પણ હારે છે તો તે સેમીફાઇનલ ની રેસમાથી બહાર નીકળી જશે
શ્રીલંકા અને અફઘાનિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોચવાની થોડી આશા હજી જીવંત છે. પરંતુ તે હાલ તો મુશ્કેલ લાગી રહ્યુ છે. શ્રીલંકાએ તેની તમામ 4 મેચ જીતવી પડશે. સાથે જ એ પણ પ્રાર્થના કરવી પડશે કે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાંથી એક ટીમ તેની બે મેચ હારે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ મહત્તમ 10 પોઈન્ટ સુધી પહોંચી શકશે.
હાલ અફઘાનીસ્તાને જબરજસ્ત ફોર્મ બતાવત ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને ત્યારબાદ શ્રીલંકા ને હરાવી 6 પોઇન્ટ સાથે પાંચમા ક્રમાંકે આવી ગયુ છે. હવે અફઘાનીસ્તાન તેની બાકીની 3 મેચ જીતે અને ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ તેની 1-1 મેચ હારે તો સેમી ફાઇનલ મા આવવા માટે આ અફઘાનીસ્તાન, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ આ ત્રણેય ટીમની નેટ રન રેટ ના આધારે ટક્કર થઇ શકે છે.
આમ તમામ સમીકરણો જોતા ભારત સિવાય સેમીફાઇનલ મા પહોંચવા માટે ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રીકા હાલ પ્રબળ દાવેદાર માનવામા આવી રહ્યા છે. જો કે ક્રિકેટ એ અનિશ્વિતતાઓની રમત છે અને કયારે કઇ નબળી લાગતી ટીમ ધુંવધાર ટીમ ને હરાવી અપસેટ સર્જી દેતી હોય છે. આવા 3-4 અપસેટ આપણે આ જ વર્લ્ડ કપ મા જોયા છે. સેમી ફાઇનલ મા ભારત સિવાય બીજી કઇ 3 ટીમો રમશે તે આવનારો સમય જ નક્કી જ કરશે.
અગત્યની લીંક
ICC WORLD CUP Official Website | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
વર્લ્ડ કપની સેમી ફાઇનલ ની તારીખો શું છે ?
પ્રથમ સેમી ફાઇનલ તા. 15 નવેમ્બર 2023
બીજી સેમી ફાઇનલ તા. 16 નવેમ્બર 2023