5 State Election: રાજસ્થાન, MP સહિત 5 રાજયોની વિધાનસભાની ચૂંટણી જાહેર; મતદાન અને રીઝલ્ટની તારીખો

5 State Election: Rajasthan Election: MP Election: Chhattisgarh Election: Mizoram Election: Telangana Election: લોકસભા ના ઈલેકશન પહેલા સેમિફાઇનલ સમાન 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા બપોરે પ્રેસ કોન્ફરન્સ યોજી 5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. નવેમ્બરના બીજા સપ્તાહથી ડિસેમ્બરના પહેલા સપ્તાહની વચ્ચે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. લોકસભા પહેલા યોજાનાર વિધાનસભા ચૂંટણી લોકસભાની ચૂંટણીમા મતદારોની હવાની દિશા નક્કી કરશે.

5 State Election

  • આજે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની કરવામા આવી જાહેરાત
  • ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજી કરી જાહેરાત
  • રાજસ્થાન, મધ્યપ્રદેશમાં યોજાશે ચૂંટણી
  • છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમમાં પણ યોજાશે ચૂંટણી

ચૂંટણી પંચે આ વિધાનસભાની ચૂંંટણીઓ માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.
પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જે મુજબ છત્તીસગઢમાં બે તબક્કામાં અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક તબક્કામાં મતદાન થનાર છે. ચૂંટણી પંચે 5 રાજ્યોની મુલાકાત લીધા બાદ આ પ્લાન તૈયાર કર્યો છે.

વર્ષ 2023માં આ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે- મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા.

  • મિઝોરમમાં વિધાનસભાની કુલ 40 સીટો પર ચૂંટણી થનાર છે. જયારે લોકસભાની 1 સીટ અને રાજ્યસભાની 1 સીટ આવેલી છે.
  • મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 સીટો પર ચૂંટણી છે. જયારે લોકસભાની 29 અને રાજ્યસભાની 11 સીટો આવેલી છે..
  • રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 સીટો પર ચૂંટણી છે. જયારે લોકસભાની 25 અને રાજ્યસભાની 10 સીટો આવેલી છે.
  • છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટો પર મતદાન યોજાશે. અહીં લોકસભાની 11 અને રાજ્યસભાની 5 સીટો છે.
  • તેલંગાણામાં કુલ 119 વિધાનસભા કુલ સીટો છે. જયારે લોકસભાની 17 અને રાજ્યસભાની 7 સીટો છે.

ચીફ ઈલેકશન કમીશ્નર રાજીવ કુમારે જણાવ્યુ હતુ કે 17 ઓકટોબર થી 30 નવેમ્બર વચ્ચે મતદારયાદિ મા કોઇ સુધારો કરાવવો હોય તો થઇ શકસે. આ માતે બીએલઓ દ્વારા અથવા વેબસાઇટ પરથી ઓનલાઇન થઇ શકસે. 5 રાજ્યોમા મતદાન માટે કુલ 1.77 લાખ મતદાન બુથ બનાવવામા આવશે.

કુલ મતદાર

રાજયપુરૂષસ્ત્રી
મિઝોરમ4.13 લાખ4.39 લાખ
છતીષગઢ1.01 કરોડ1.02 કરોડ
મધ્ય પ્રદેશ2.88 કરોડ2.72 કરોડ
રાજસ્થાન2.73 કરોડ2.52 કરોડ
તેલંગણા1.58 કરોડ1.58 કરોડ

કયા રાજ્યમાં ક્યારે યોજાશે ચૂંટણી

  • મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન થશે
  • છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન
  • મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે ચૂંટણી
  • રાજસ્થાનમાં 23 નવેમ્બરે ચૂંટણી
  • તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થશે
  • તમામ રાજ્યોમાં મત ગણતરી 3 ડિસેમ્બરે થશે

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
5 State Election
5 State Election

1 thought on “5 State Election: રાજસ્થાન, MP સહિત 5 રાજયોની વિધાનસભાની ચૂંટણી જાહેર; મતદાન અને રીઝલ્ટની તારીખો”

Leave a Comment

error: Content is protected !!