ડ્રેગન ફ્રુટ ના ફાયદા: ડ્રેગન ફ્રુટ ખાવાથી થાય છે કમાલના ફાયદા, તમે પણ ચાલુ કરી દેશો ખાવાનુ

ડ્રેગન ફ્રુટ ના ફાયદા: Benefits of Dragon: ડ્રેગ્ન ફ્રુટ જેને કમલમ ફ્રુટ પન કહેવામા આવે છે. જે ખાવાથી શરીરમા કમાલના ફાયદા થાય છે. હવે માર્કેટ મા ડ્રેગન ફ્રુટ ખૂબ જ જોવા મળે છે અને સરળતાથી ઉપલબ્ધ છે. હવે તો આપણે ઘણી જગ્યાએ ડ્રેગન ફ્રુટ ની ખેતી થાય છે અને ડ્રેગન ની ખેતીને પ્રોત્સાહન આપવા સરકાર તરફથી ખેડૂતોને સહાય પણ આપવામા આવે છે. જેના લીધે ડ્રેગનનુ ઉત્પાદન મોટાપાયે થાય છે અને લોકોને પરવડે તેવી કિમતે ડ્રેગન મળી રહે છે. ચાલો જાણીએ ડ્રેગન ફ્રુટ ખાવાના ફાયદાઓ.

ડ્રેગન ફ્રુટ ના ફાયદા

ડ્રેગન ફ્રુટ ના ફાયદા ની વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટમાં બિટાસાયમિન જેવા એન્ટીઓક્સિડેન્ટ્સ રહેલા હોય છે. આ ફ્રૂટનું સેવન કરવાથી કેન્સરનું જોખમ પણ ઓછું થઈ જશે. ડ્રેગન ફ્રુટ જીવલેણ બીમારીઓ સામે લડવા પણ સક્ષમ છે.

  • આરોગ્ય માટે ગુણકારી છે એન્ટીઓક્સિડેન્ટ્સ તત્વોથી ભરપૂર
  • ડ્રેગન ફ્રૂટમાં ભરપૂર માત્રામાં ફાઈબર તત્વો હોય છે.
  • ડ્રેગન ફ્રૂટનું સેવન કરવાથી કેન્સર જેવા જીવલેણ રોગોનું જોખમ ઓછું થાય છે.

આ પણ વાંચો: ઘરે દેશી પીણા કોલ્ડ ડ્રીંકસ બનાવવાની રીતો

Benefits of Dragon મા એક મુખ્ય છે. ડ્રેગન ફ્રુટ કેન્સર સામે લડવા માટે સક્ષમ- ડ્રેગન ફ્રૂટમાં ફ્લેવેનોઈડ, ફેનોલોએક એસિડ અને બિટાસાયમિન જેવા એન્ટીઓક્સિડેન્ટ્સ તત્વો ભરપૂર પ્રમાણમા રહેલા હોય છે. જે કુદરતી રીતે ફ્રી રેડિકલ્સને ખતમ કરવાનુ કામ કરે છે. ફ્રી રેડિકલ્સને કારણે ઓક્સિડેટીવ સ્ટ્રેસ થાય છે, જેના કારણે સેલ્સના DNAમાં પરિવર્તન પામે છે. સેલ્સમાં થતું આ પરિવર્તનને કારણે કેન્સર થતું નથી. આ કારણોસર ફ્રી રેડિકલ્સ ઓછા થશે, તો કેન્સરનું જોખમ પણ ઓછું થવાની શકયતાઓ છે.

Benefits of Dragon

વજન ઓછું કરવામાં ઉપયોગી- ડ્રેગન ફ્રૂટમાં ભરપૂર માત્રામાં ફાઈબર તત્વો રહેલા હોય છે, સવારે નાસ્તામા આ ફ્રૂટનું સેવન કરી શકાય છે. જેથી આખો દિવસ ભૂખ લાગતી નથી. જે લોકો વજન ઓછું કરવા માટે ડાયટ પ્લાન કરી રહ્યા છે, તે લોકો માટે ડ્રેગન ફ્રૂટ ખૂબ જ લાભદાયી છે.

હ્રદય માટે ફાયદાકારક- ડ્રેગન ફ્રૂટમાં નાના નાના કાળા બીજ આવેલા હોય છે. આ બીજમાં ઓમેગા-3 અને ઓમેગા-9 ફેટી એસિડ રહેલા હોય છે અને ફેટ ખૂબ જ ઓછી માત્રામા હોય છે. જેથી ડ્રેગન ફ્રૂટનું સેવન કરવાથી કોલસ્ટ્રોલ વધતુ નથી અને હ્રદય માટે ખૂબ જ ઉપયોગી છે.

આ પણ વાંચો: ઉનાળાની કાળ ઝાળ લૂ થી કેમ રક્ષણ મેળવવુ ઉપયોગી માહિતી

ડાયાબિટીસ કંટ્રોલ મા રહે- ડ્રેગટ ફ્રૂટનું સેવન કરવાથી બ્લડ શુગર ઓછું થાય છે. એક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, ડ્રેગન ફ્રૂટનું સેવન કરવાથી પૈંક્રિયાજમાંથી ઈન્સ્યુલિનનું યોગ્ય પ્રકારે ઉત્પાદન થઇ શકે છે. ઈન્સ્યુલિન ઓછું બને છે, ત્યારે બ્લડ શુગર વધી જાય છે. જેની સામે ડ્રેગન ફ્રૂટ કુદરતી રીતે ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરવાનુ કામ કરે છે.

ઇમ્યુનીટી વધે છે- ડ્રેગન ફ્રૂટનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ડ્રેગન ફ્રૂટમાં વિટામીન સી અને એન્ટીઓક્સિડેન્ટ્સ તત્વો રહેલા છે, જેનાથી ઈમ્યૂનિટીમાં વધારો થાય છે.

ડ્રેગન ફ્રૂટ ક્યારે ખાવું જોઈએ?

સામાન્ય રીતે કોઇપણ ફ્રુટના સેવન માટે સવારનો સમય બેસ્ટ માનવામાં આવે છે. કારણ કે પાચન તંત્ર ફળોની શુગરને ઝડપથી ઓગાળી શકે છે અને શરીરને તમામ પોષક તત્વો આપે છે. ડ્રેગન ફ્રૂટને મિડ મિલ તરીકે અથવા રાત્રે પણ ખાઇ શકાય છે. રાત્રે લેવામાં આવે તો વધુ સારી ઊંઘમાં આવવામા મદદ મળે છે.

ડ્રેગન ફ્રૂટ ખાવાની રીત

ડ્રેગન ફ્રુટને તમારા ફળોના સલાડમાં અનાનસ અને કેરી જેવા ફળો સાથે ઉમેરીને લઇ શકાય છે. તેનો આઇસક્રીમ બનાવી શકો, જ્યુસ અથવા પીણાંમાં સ્વાદ માટે નીચોવી ને પન ઉપયોગ કરી શકાય છે. ગ્રીક દહીં માટે ટોપિંગ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. ફ્રીઝમાં રાખો અને તેને સ્મૂધીમાં બ્લેન્ડ કરી શકો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
ડ્રેગન ફ્રુટ ના ફાયદા
ડ્રેગન ફ્રુટ ના ફાયદા

ડ્રેગન ફ્રુટને કયા નામે ઓળખવામા આવે છે ?

ડ્રેગન ફ્રુટને કમલમ ફ્રુટના નામે પણ ઓળખવામા આવે છે.

3 thoughts on “ડ્રેગન ફ્રુટ ના ફાયદા: ડ્રેગન ફ્રુટ ખાવાથી થાય છે કમાલના ફાયદા, તમે પણ ચાલુ કરી દેશો ખાવાનુ”

Leave a Comment

error: Content is protected !!