સફેદ વાળ: શું તમારા વાળ સફેદ થઇ રહ્યા છે ? કરો આ ઘરેલુ નુસ્ખા ટ્રાય

સફેદ વાળ: ઘણી વખત ઘણા લોકોને નાની ઉંમરમા જ સફેદ વાળ આવી જતા હોય છે. તો ઘણી વખત માથામા અમુક વાળ જ સફેદ દેખાતા હોય છે. જેને લીધે નાની ઉંમરમા ઘડપણ દેખાય છે. કલર અને ડાઇ થી સફેદ વાળ જરૂર કાળા કરી શકાય છે. પરંતુ આજે આપણે સફેદ વાળ કાળા કરવા માટે ઘરગથ્થુ ઉપચારની ચર્ચા કરીશુ.

સફેદ વાળ કાળા કરવાના ઉપાય

લોકો સફેદ વાળ કાળા કરવા માટે કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ કેમીકલ વાળા કલરોનો ઉપયોગ કર્યા વગર પણ કુદરતી રીતે વાળ કાળા કરી શકાય છે. આ માટે તમારે કેટલીક કુદરતી વસ્તુઓ અને ઘરગથ્થુ ઉપચાર કરવા પડશે.

બ્લેક ટી

બ્લેક ટી નું પાણી વાળના રંગને ઘાટો કરી શકે છે. આ માટે સૌ પ્રથમ ગરમ પાણીમાં ચા થોડીવાર ઉકાળીને પાણીને ઠંડુ પડવા દેવુ. ત્યારબાદ ચા ને એક બાઉલમાં કાઢી લેવી. ત્યારબાદ આ પાણીમાં થોડી વાર માટે તમારા વાળને ડુબાડો. ત્યારબાદ પાણી વડે વાળને ધોઈ લો. બે સપ્તાહ સુધી રોજ આમ કરવાથી વાળનો રંગ ઘેરો કાળો બની શકે છે.

આ પણ વાંચો: મગફળી ખાવાના ફાયદા

કોફી

કોફીની મદદથી પણ તમે વાળનો રંગ ઘાટો અને કાળો થઇ શકે છે. આ માટે સૌ પ્રથમ ગરમ પાણીમાં કોફી તૈયાર કરીને આ પાણીને ઠંડુ પડવા દો. ત્યારબાદ મોટા બાઉલમાં કોફી રેડીને તમારા વાળ બાઉલમાં ડૂબાડી રાખો અને અમુક સેકન્ડ માટે આ જ સ્થિતિમાં રહેવા દો. તમે આ કોફીને તમારા માથા પર પણ રેડી શકો છો.

અખરોટ

અખરોટના ઉપયોગથી વાળનો રંગ ઘાટો અને કાળો કરી શકાય છે. આ માટે જરૂરી માત્રામાં અખરોટની છાલને સૌ પ્રથમ પીસો. તમે અખરોટના પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે સૌ પ્રથમ પાઉડરને પાણીમાં નાખીને ઉકાળો. પાણીને ઠંડુ થવા દો. ત્યારબાદ ચાળણીની મદદથી એક વાસણમાં પાણી ભરી લો. હવે આ પાણીને તમારા વાળમાં લગાવો.

આ પણ વાંચો: માટલાનુ પાણી પીવાના ફાયદા

સેજ

સેજ એ એક કુદરતી જડીબુટ્ટી છે, જેનો ઉપયોગ કરીને પણ વાળને કાળા કરી શકાય છે. તમારા વાળને વધુ નુકસાન પહોંચાડ્યા વિના કાળા કરવાની આ એક ખૂબ સરસ રીત છે. આ રીતે ભૂખરા રંગના વાળને ઘાટો રંગ આપી શકાય છે.

સફેદ વાળ
સફેદ વાળ

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

વાળ કાળા કરવા કઇ વસ્તુઓ વાપરી શકાય ?

અખરોટ, કોફી, બ્લેક ટી વગેરે

1 thought on “સફેદ વાળ: શું તમારા વાળ સફેદ થઇ રહ્યા છે ? કરો આ ઘરેલુ નુસ્ખા ટ્રાય”

Leave a Comment

error: Content is protected !!