Scene care: ઉનાળામા સ્કીન ની સંભાળ રાખો આ રીતે, ખંજવાળ અને ફોલ્લેઓ થશે દૂર

Scene care: ઉનાળામા સ્કીન ની સંભાળ : ઉનાળામા ગરમી થવાથી ત્વચા સ્કીન મા ઘણા ફેરફારો થતા હોય છે. ગરમીમાં પરસેવાના કારણે ખંજવાળ અને ફોલ્લીઓની સમસ્યા ખૂબ જ ઊભી થાય છે, આ દૂર કરવા અપનાવો આ ઘરેલું ઉપાય કયા યુઝ કરી શકાય તેની માહિતી મેળવીશુ.

Scene care

લીમડાના પાન

કંટાળાજનક ગરમીથી બચવા માટે નહાવાના પાણીમાં લીમડાના થોડા પાન નાખો. જો સમસ્યા વધી ગઇ હોય તો લીમડાના પાનને પીસીને તેની પેસ્ટ તમારા આખા શરીર પર અથવા ગરમીથી અસરગ્રસ્ત વિસ્તારોમાં લગાવી શકાય અને 10થી 15 મિનિટ સુધી તેને રહેવા દો. આ પછી તેને સરખુ ધોઈ લો. થોડા દિવસોમાં આ સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જશે. દહીં અથવા તેમાં ચણાનો લોટ ભેળવીને લગાવવાથી પણ સ્કીનમા નિખાર આવે છે.

આ પણ વાંચો: પંખામાથી આવતા કીચૂડ કીચૂડ અવાજને બંધ કરો આ રીતે

મુલતાની માટી

મુલતાની માટી ને સ્કીન માટે બેસ્ટ માનવામા આવે છે અને તેની હરકોઇ ટ્રાય કરતા હોય છે. તેમા ઠંડકની અસર હોય છે. તે સ્કીનને ઠંડી રાખવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. મુલતાની માટીમાં ગુલાબજળ, એલોવેરા અથવા દહીં મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરો અને તેને ખંજવાળવાળી જગ્યાઓ પર લગાવી શકાય . તેને 20થી 25 મિનિટ સુધી સૂકવવા દો અને પછી ધોઈ લો. આ ગરમીની ફોલ્લીઓને વધતી અટકાવશે અને ત્વચાની સારવાર કરશે.

બીટનો રસ

બીટ ને પણ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે. આ માટે બીટને પીસીને પેસ્ટ બનાવો અને પછી તેમાં અડધુ લીંબુ નિચોવી લો. પછી તેને સ્કીન પર 20 મિનિટ સુધી રહેવા દો. તેનાથી સ્કીન સંબંધિત તમામ સમસ્યાઓ જેમ કે ખંજવાળ, ફોલ્લીઓ વગેરે દૂર થઇ થશે.

કાકડી અને કોફી પાવડર

ઉનાળામાં કાકડી પણ સ્કીન માટે અનેક રીતે ફાયદાકારક છે. તેને પીસી લો અને તેમાં એક ચમચી ચંદન પાવડર, એક ચમચી મુલતાની માટી અને થોડો કોફી પાવડર એડ કરો. આ પેસ્ટને 20 થી 25 મિનિટ સુધી સ્કીન પર લગાવો અને પછી નાહિ લો તેનાથી ત્વચા ઠંડી રહેશે અને ગરમીની ફોલ્લીઓ દૂર થઇ જશે.

આ પણ વાંચો: સુવાની ટેવ પરથી જાનો માણસનો સ્વભાવ

લેપ કેમ ફાયદાકારક છે?

વાસ્તવમાં ઉનાળામાં ખૂબ પરસેવો થાય છે અને ત્વચામા આવેલા છિદ્રો બંધ થઈ જાય તેથી તે યોગ્ય રીતે બહાર નથી આવી શકતો અને તેના કારણે ખંજવાળ, પિમ્પલ્સ અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થતી હોય છે. વધુ પડતો પાવડર લગાવવાથી પણ આ છિદ્રો વધુ ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં કુદરતી આવરણ ત્વચા પર જમા પરસેવો, ધૂળ, મૃત ત્વચાના કોષો વગેરેને ઊંડે સુધી સાફ કરે છે. આના કારણે જ્યાં ત્વચા ગ્લોઈંગ બને છે ત્યાં પિમ્પલ્સ, કાંટાદાર ગરમી, પિમ્પલ્સ વગેરેની સમસ્યા પણ ઊભી થતી નથી.

આ રીતે ઉનાળામા તમે શરીર પર થતી ફોલ્લીઓ દૂર કરી શકાય.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Scene care
Scene care

ઉનાળામા ચહેરા પર થતી ફોલ્લીઓ દૂર કરવા શું લગાવી શકાય ?

મુલતાની માટી, કાકડી વગેરે લગાવી શકાય.

2 thoughts on “Scene care: ઉનાળામા સ્કીન ની સંભાળ રાખો આ રીતે, ખંજવાળ અને ફોલ્લેઓ થશે દૂર”

Leave a Comment

error: Content is protected !!